મુંબઇ, 6 મેઃ યુએઇ અને અમેરિકામાં હાજરી (પોતાની પેટાકંપનીઓ દ્વારા) ધરાવતી કન્સ્ટ્રક્સન મશીન્સના નિકાસ કંપની જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (JKIPL) તેના આઈપીઓ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.

સૂચિત પબ્લિક ઓફરમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 96.5 લાખ ઇક્વિટી શેર્સની ઓફરનો સમાવેશ થાય છે (પબ્લિક ઓફર) જેમાં 86.5 લાખ સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા 10 લાખ સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (ઓફર ફોર સેલ)નો સમાવેશ થાય છે.

જેકેઆઈપીએલ એ સૌથી મોટી નોન-ઓઈએમ કન્સ્ટ્રક્શન મશીન્સ એક્સપોર્ટર છે જે 6.9 ટકા બજાર હિસ્સો (કેરએજના રિપોર્ટ મુજબ) ધરાવે છે. જેકેઆઈપીએલ વિશ્વભરના બજારોમાં વપરાયેલા કે રિફર્બિશ્ડ અને નવા કે કસ્ટમાઇઝ્ડ કન્સ્ટ્રક્શન મશીનોના એક્સપોર્ટ ટ્રેડિંગ સાથે સંકળાયેલી છે. જેકેઆઈપીએલ હાઇડ્રોલિક એસ્કેવેટર્સ, મોટર ગ્રેડર્સ, બેકહૉ લોડર્સ, સોઇલ કોમ્પેક્ટર્સ, વ્હીલ લોડર્સ, બુલડોઝર્સ, ક્રેઇન્સ અને આસ્ફાલ્ટ પેવર્સ જેવા કન્સ્ટ્રક્શન મશીનોના એક્સપોર્ટ ટ્રેડિંગમાં કુશળતા ધરાવે છે.

આ ડીઆરએચપીની તારીખે જેકેઆઈપીએલે યુએઈ, મેક્સિકો, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુકે સહિતના 30થી વધુ દેશોમાં કન્સ્ટ્રક્શન મશીનોની નિકાસ કરી છે.

ડીઆરએચપીની તારીખ સુધીમાં જેકેઆઈપીએલે 1,500થી વધુ કન્સ્ટ્રક્શન મશીનો સફળતાપૂર્વક સપ્લાય કર્યા છે જેમાં 900થી વધુ નવા (કસ્ટમાઇઝેશન, મોડિફાઇડ કે એસેસરાઈઝ્ડ સાથે) અને 600થી વધુ યુઝ્ડ કે રિફર્બિશ્ડ કન્સ્ટ્રક્શન મશીનોનો સમાવેશ થાય છે (ડીઆરએચપીની તારીખના રોજ).

જેકેઆઈપીએલ નીચેના હેતુઓ માટે ફંડ પૂરું પાડવા માટે ફ્રેશ ઇશ્યૂની મળનારી આવકનો ઉપયોગ કરવા ધારે છેઃ 1). કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા 2). સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

જેકેઆઈપીએલ આવક વૃદ્ધિમાં 56.7 ટકાનો સીએજીઆર હાંસલ કર્યો છે. કંપનીનું રિટર્ન ઓન ઇક્વિટી (ROE) 42.18 ટકા છે, જે ટકાઉ વિકાસને આગળ વધારવા માટે મૂડી રોકાણોનો અસરકારક રીતે ઉપયોગ કરવાની તેની ક્ષમતાને દર્શાવે છે.

જીવાયઆર કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) છે.