માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ઓસ્ટ્રેલિયામાં સ્ટોર શરૂ કર્યો
સિડની, 7 જાન્યુઆરી: વૈશ્વિક સ્તરે છઠ્ઠી ટોચની જ્વેલરી રિટેલર માલાબાર ગોલ્ડે ઓસ્ટ્રેલિયામાં નવો શોરૂમ શરૂ કરી પ્રથમ ઈન્ડિયન ઈન્ટરનેશનલ જ્વેલરી બ્રાન્ડ તરીકે ઈતિહાસ સર્જ્યો છે. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે વૈશ્વિક સ્તરે 13માં દેશમાં વિસ્તરણ કરતાં શોરૂમ શરૂ કર્યો છે. હાલ, બ્રાન્ડ ભારત, યુએઈ, કુવૈત, ઓમાન, કેએસએ, બેહરિન, સિંગાપોર, મલેશિયા, યુએસએ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં કુલ 340 શોરૂમ સાથે રિટેલ હાજરી ધરાવે છે. નવા શોરૂમનું ઉદ્ઘાટન પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લીના હસ્તે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના એમડી-ઈન્ટરનેશનલ ઓપરેશન્સ શામલાલ અહેમદ, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની મેનેજમેન્ટ ટીમના વરિષ્ઠ સભ્યો, ગ્રાહકો અને શુભેચ્છકોની હાજરીમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
માલાબાર ગ્રુપના ચેરમેન એમ.પી અહમદે જણાવ્યું હતું કે, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે સિડનીના લિટલ ઈન્ડિયા પ્રિસિંક્ટમાં હેરિસ પાર્કમાં 109, વિગ્રામ સ્ટ્રીટ ખાતે ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો જ્વેલરી શોરૂમ કર્યો છે. જ્યાં 18K, 22K સોના અને ડાયમંડ્સ, કિંમતી રત્નોની જ્વેલરીના વિશાળ કલેક્શન સાથે આ શોરૂમ બ્રાઈડલ વેર, ડેઈલી વેર અને પ્રસંગોપાત પહેરવા માટે 30,000થી વધુ ડિઝાઈન પ્રદર્શિત કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)