માર્કેટ લેન્સઃ નિફ્ટી 21585- 21523, રેઝિસ્ટન્સ 21718- 21789, રિલાયન્સ શોર્ટટર્મ ટાર્ગેટ 2880
અમદાવાદ, 12 જાન્યુઆરીઃ ગુરુવારે રિલાયન્સ રિયલ માર્કેટ લિડર બનવા સાથે સતત બીજા દિવસે બિઝનેસ ગુજરાતની ધારણા અનુસાર 2620 ઉપર બંધ આપવા ઉપરાંત 2700નું લેવલ પણ ક્રોસ કરી ગયો છે. જે દર્શાવે છે કે, ટેકનિકલી રિલાયન્સ તમામ રેઝિસ્ટન્ટ ક્રોસ કરી નવી ઊંચી સપાટીએ આંબી ગયો છે. હવે શોર્ટટર્મ ટાર્ગેટ નિષ્ણાતો 2880નો મૂકી રહ્યા છે. હવે શુક્રવારે જો અને તોની સ્થિતિમાં પણ 2620ની સપાટી ઊપર બંધ આપે તેવી પૂરેપૂરી સંભાવના 2656નો સ્ટોપલોસ અને 2828ની સંભવિત સપાટી ધ્યાનમાં રાખી ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સે સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો તેમજ બજાર પંડિતો આપી રહ્યા છે.
નિફ્ટી-50એ ગુરુવારે માઇનોર વોલેટિલિટી અને સાંકડી વધઘટ વચ્ચે છેલ્લા બે ટ્રેડિંગ સેશન્સની લોઅર ટોપને ટચ કરવા સાથે નાનકડી બેરિશ કેન્ડલની રચના કરી છે. 21450 આસપાસ ટ્રેન્ડ રિવર્સલનો સંકેત મળી રહ્યો છે. જેમાં પ્રોફીટ બુકિંગ જોવા મળી શકે. ઉપરમાં 21750 પોઇન્ટની સપાટીને રેઝિસ્ટન્સ સપાટી તરીકે ધ્યાનમાં રાખવા માટે રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે.
સ્ટોક્સ ટૂ વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, એસજેવીએન, ઇન્ફોસિસ, ટીસીએસ, વીપ્રો, એચસીએલ ટેકનો.
સેક્ટર્સ ટૂ વોચઃ કન્સ્ટ્રક્શન, સિલેક્ટિવ ટેકનોલોજી, સુગર, ઓઇલ
બેન્ક નિફ્ટીઃ ફરી એકવાર સેલિંગ પ્રેશર વચ્ચે 47800ની સપાટીથી પાછો ફર્યો છે. ખાસ કરીને સેકન્ડ હાફમાં ફ્લેટ ટૂ પોઝિટિવ ટ્રેન્ડ છતાં પ્રોફીટ બુકીંગ રહ્યું હતું. ઉપરમાં 20 દિવસીય એવરેજ 47800ની છે જે મહત્વની રેઝિસ્ટન્સ પણ છે. નીચામાં 46950 પોઇન્ટની સપાટી મહત્વની ટેકાની સપાટી તરીકે વર્તી શકે છે. આરએસઆઇ સતત તેની એવરેજ લાઇનથી નીચે રમી રહ્યો છે. અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકકેટર્સ પણ વર્તમાન લેવલ્સથી ઓવરસોલ્ડ પોઝિશનનો સંકેત આપી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)