માર્કેટ લેન્સઃ NIFTY 23,700-24,300ની રેન્જમાં રહેવાની ધારણા, 23700 તૂટે તો 23400ની શક્યતા

જો NIFTY નિર્ણાયક રીતે 23,700 તોડે, તો સોમવારનું લોઅર, 23,500–23,400 તરફનો ઘટાડો નકારી શકાય નહીં. જોકે, 24,300થી ઉપરની ચાલ NIFTYને 24,500–24,700 તરફ દોરી શકે છે.

| Stocks to Watch: | Wipro, OmnitechEng, KECInter, SamvardhanaMotherson, VasconEngineers, Borosil, MahanagarGas, HatsunAgro, BharatForge, Redington, KarnatakaBank, NALCO, BajajFinserv, BlueStar, Astral |

અમદાવાદ, 12 માર્ચઃ નિફ્ટીએ બુધવારે 1.63 ટકા ઘટાડા સાથે 24000 પોઇન્ટની સાયોકોલોજિકલ સપાટી નીચે 23866 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. તે સૂચવે છે કે, માર્કેટ એક્શન હાલમાં 23800ના સપોર્ટના સહારે છે. જો તે તૂટે તો 20 દિવસીય એસએમએ સૂચવે છે કે, મિડિયમ ટર્મ ટ્રેન્ડ નેગેટિવ રહી શકે છે. ટૂંકમાં ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સ અને સ્પેક્યુલેટર્સ માટે સ્ટોપલોસ અને માર્કેટ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો તરફથી મળી રહી છે.
મોમેન્ટમ ઇન્ડિકેટર્સએ વેચાણના સંકેતો જાળવી રાખ્યા છે, જ્યારે 50 અને 200-દિવસના EMA વચ્ચેના સંકુચિત અંતરે ડેથ ક્રોસ તરફ આગળ વધવાની શક્યતા વધારી છે જે મંદીવાળાઓનો હાથ ઉપર હોવાનો સંકેત આપે છે. NIFTYએ તેના પાછલા દિવસના તમામ સુધારાથી વિપરીત ચાલ નોંધાવી હતી અને 11 માર્ચે ગ્લોબલ ઇક્વિટી માર્કેટ્સમાં નબળાઈ વચ્ચે 1.6 ટકા ઘટ્યો છે. જે યુએસ-ઈરાન સંકટ અને ઓઇલના ભાવમાં વધારના પ્રેશરના કારણે હોવાનું દર્શાવે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સએ વેચાણના સંકેતો જાળવી રાખ્યા છે, જ્યારે 50 અને 200-દિવસના EMA વચ્ચેના સંકુચિત અંતરે ડેથ ક્રોસ તરફ આગળ વધવાની શક્યતા વધારી છે જે મંદીવાળાઓનો હાથ ઉપર હોવાનો સંકેત આપે છે.
જો NIFTY નિર્ણાયક રીતે 23,700 તોડે, તો સોમવારનું લોઅર, 23,500–23,400 તરફનો ઘટાડો નકારી શકાય નહીં. જોકે, 24,300થી ઉપરની ચાલ NIFTYને 24,500–24,700 તરફ દોરી શકે છે. જોકે, નિષ્ણાતોના મતે, 24,300 તાત્કાલિક નિર્ણાયક રેઝિસ્ટન્સ રહે છે.
બેન્ચમાર્ક NIFTY ટૂંકા ગાળામાં 23,700-24,300ની રેન્જમાં રહેવાની અપેક્ષા છે, જેમાં ટ્રેડર્સ અમેરીકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વધેલો VIX તેજીવાળાઓને જોખમમાં રાખે છે. જો NIFTY નિર્ણાયક રીતે 23,700 તોડે છે, તો સોમવારનું બોટમ, 23,500-23,400 તરફનો ઘટાડો નકારી શકાય નહીં.
બેન્ક NIFTY માટે 55300 (સોમવારના બોટમની નજીક) મહત્વપૂર્ણ રહેવાની ધારણા છે, કારણ કે તેનાથી નીચે 54500-54200 ધ્યાનમાં રાખવાના લેવલ્સ છે. જોકે, ઉપરની બાજુએ, 56000-56300 રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

11 માર્ચે, NIFTY 395 પોઈન્ટ ઘટીને 23867 પોઇન્ટની સપાટી પર પહોંચી ગયો હતો, જ્યારે બેંક NIFTY 1215 પોઈન્ટ ઘટીને 55736 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે NSE પર સુધરેલા 1197 શેરની સરખામણીમાં લગભગ 1740 શેર ઘટ્યા હતા.
INDIA VIX: એલિવેટેડ ઝોનમાં રહ્યો અને 19 ટકાના ઘટાડા પછી 11.4 ટકા વધીને 21.06 પર પહોંચ્યો, જે તેજીવાળાઓ માટે સતત જોખમનો સંકેત આપે છે.
| SME Listing | ElfinAgro |
| New Listing | ArtemisElectricals |
| Stocks Trade Ex-Dividend | IOC |
| R Systems International | SunTV |
| Stocks Trade Ex-Date for Rights | MarutiInterior, SupraPacific, VertexSecurities |
| Stocks in F&O ban | SAIL, SammaanCapital |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
