2023માં સેન્સેક્સ 15.8 ટકા સુધર્યો વર્સસ રિલાયન્સ 3.78 ટકા ઘટ્યો

DetailsOpenHighLow14DECdiff.diff.
RIL2557285521802465-93-3.8%
SENSEX60871706035708570514964315.8%

કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન સેન્સેક્સમાં 15.8 ટકાનો સુધારો નોંધાવ્યો છે. તેની સામે રિલાયન્સે 3.78 ટકાનો ઘટાડો (રિલાયન્સ જિયોને બાદ કરતાં સાયકોલોજિકિલ ઇફેક્ટ ગણીને ચાલીએ તો…) નોંધાવ્યો છે. જે દર્શાવે છે કે, સેન્સેક્સ પેકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ 2020 પછીની જે રીતે આઇટીસી દશા અને સુધારાની મહાદશા જોવા મળી હતી. તેવો ઘાટ સર્જાય તો નવાઇ નહિં… માટે જે રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કરવા ઇચ્છતા હોય તેમણે રિલાયન્સ (આ અંગ્રેજી શબ્દનો અર્થ થાય છે વિશ્વાસ) ઉપર રિલાયન્સ રાખીને ખરીદવા જેવો શેર બની રહે તેવી શક્યતા છે. કારણકે એક તરફ ફેડ રિઝર્વે વ્યાજદરમાં ઘટાડાની વાતો કરી છે અને બીજી તરફ એફઆઇઆઇ પણ ભારતના મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ સાથે ખરીદીમાં જોડાય તો આ શેરમાં તેજીનો રોકેટ રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે.

નિફ્ટી સપોર્ટ 21101-21020, રેઝિસ્ટન્સ 21238- 21292, ઇન્ટ્રા-ડે વોચઃ ચોલા ફાઇનાન્સ, આઇડીએફસી, ઇરેડા

અમદાવાદ, 15 ડિસેમ્બરઃ સ્ટ્રોંગ પોઝિટિવ મોમેન્ટમ સાથે હાયર સાઇડ બ્રેક કરવા સાથે નિફ્ટી-50એ 21300- 21500 તરફથી ઉર્ધ્વગતિ જારી રાખી છે. અવરલી એવરેજ સપોર્ટ હવે વધીને 20950 પોઇન્ટનો થઇ ગયો છે. ત્યારબાદ 20700 પોઇન્ટની રોક બોટમ ધ્યાનમાં રાખવી. આરએસઆઇ અને અન્ય ઇન્ડિકેટકર્સ સૂચવે છે કે માર્કેટમાં તમામ સપોર્ટ લેવલ્સ તેમની એવરેજ લાઇન ક્રોસ કરી ચૂક્યા છે. નિપ્ટી માટે સપોર્ટ લેવલ્સ 21101-21020 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ 21238- 21292 પોઇન્ટ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, અદાણી એનર્જી, આઇટીસી, પેટીએમ, એસબીએફસી, એસજેવીએન, ટાર્ક, વીપ્રો.

બેન્ક નિફટીએ પુલબેક રેલીમાં 47943 પોઇન્ટની ટોચની આસપાસ ઓપનિંગ કર્યા બાદ સાધારણ પ્રોફીટ બુકિંગ પ્રેશર અનુભવ્યું હતું. સપોર્ટ તરીકે 47200 અને ઉપરમાં 48000 પોઇન્ટની સપાટી રેઝિસ્ટન્સ તરીકે ધ્યાનમાં રાખીને ટ્રેડીંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)