Stocks to Watch:IREDA, Atlantaa, Lupin, OilIndia, AdaniTotal, RITES, ManInd, SwanDefence, SKFIndia, AdaniEnterprises, NewgenSoftware, RateGainTravel, SAIL, BOB, JindalSteel, HindustanZinc, HeroMotoCorp

અમદાવાદ, 1 ઓક્ટોબરઃ નિફ્ટીએ 24600 પોઇન્ટની નિર્ણાયક સપાટી નજીક બંધ આપીને ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સને અવઢવમાં રાખ્યા છે. જિયો ઇકો ઇવેન્ટ્સ ઉપરાંત ઘરઆંગણે આરબીઆઇ દ્વારા વ્યાજદર મુદ્દે કેવાં નિર્ણયો લેવાય છે તેની ઉપર બજારની નજર રહી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 20 દિવસીય એસએમએ નીચે બંધ આપ્યું છે. જે તેજીવાળાઓની ઘીરે ઘીરે ઘટી રહેલી ગેરહાજરીનો સંકેત આપે છે. આરએસઆ 38 આસપાસ બેરિશ મોમેન્ટમ સાથે છે. જ્યારે રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટી 24800 સુધી આગળ વધી શકે છે. તેના માટે 24400 પોઇન્ટની સપાટી ટકાવી રાખવી જરૂરી છે.

ટેકનિકલ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સમાં નબળાઈ વચ્ચે પણ નિફ્ટી ત્રીજા સત્રમાં 24,600 ની ઉપર બંધ થવામાં સફળ રહ્યો હતો. જો નિફ્ટી તેની ઉપર રહેવામાં સફળ રહે, તો નિફ્ટી 24,700–24,900 તરફ આગળ વધવાની શક્યતા ઊંચી છે, પરંતુ તેની નીચે નિર્ણાયક રીતે બંધ થવાથી 24,500 માટેનો દરવાજો ખુલી શકે છે, જે એક મહત્વપૂર્ણ સપોર્ટ છે. દરમિયાન, બેંક નિફ્ટીને 55,000–55,100 તરફ ઉપરની સફર માટે 54,800ની ઉપર બંધ થવાની જરૂર છે, પરંતુ તેની નીચે ટકી રહેવાથી, બેન્ક નિફ્ટી 54,200ને સપોર્ટ તરીકે કોન્સોલિડેટેડ કરી શકે તેવી શક્યતા છે.

30 સપ્ટેમ્બરના રોજ, નિફ્ટી 24 પોઈન્ટ ઘટીને 24,611 પર બંધ થયો, જ્યારે બેંક નિફ્ટી 175 પોઈન્ટ વધીને 54,636 પર બંધ થયો હતો. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે NSE પર 1,242 શેર્સ વધ્યા હતા તેની સરખામણીમાં લગભગ 1,522 શેર્સ ઘટ્યા હતા.