માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25949- 25864, રેઝિસ્ટન્સ 26108- 26183

જ્યાં સુધી નિફ્ટી 25,900 ને સપોર્ટ તરીકે બચાવે છે, ત્યાં સુધી આગામી સત્રોમાં કોન્સોલિડેશન વચ્ચે 26,100–26,300 તરફ ઉપરની ચાલ શક્ય છે. જોકે, નિષ્ણાતોના મતે, આ લેવલથી નીચેનો નિર્ણાયક ઘટાડો 25,840 માટે દરવાજો ખોલી શકે છે, જે એક મહત્વપૂર્ણ સપોર્ટ છે.
| Stocks to watch: | KirloskarFerrous, Semaec, GreenlamIndustries, RailTel, Siemens, TorrentPharma, InfoEdge, Mphasis, MaxFina |
અમદાવાદ, 5 ડિસેમ્બરઃ નિફ્ટીએ 26033 પોઇન્ટના લેવલે સાધારણ સુધારો નોંધાવ્યો છે. આરએસઆઇ 55ના લેવલે નેચરલ મોમેન્ટમ સાથે કોઇ ઓવરબોટ કે ઓવલસોલ્ડ કન્ડિશન દર્શાવતા નથી. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ દર્શાવે છે કે, નિફ્ટી માટે રેઝિસ્ટન્સ 26500 આસપાસ જોવા મળી શકે છે. તેની ઉપરની ચાલ વધુ સુધારા માટે બ્રેકઆઉટ આપી શકે છે.

નિફ્ટી સતત પાંચ સત્રોમાં પ્રથમ વખત ફરીથી ઉછળ્યો હતો. જો આગામી સત્રોમાં નિફ્ટી સાયકોલોજિકલ 26,000 લેવલથી ઉપર રહે, તો 26,100–26,200 ઝોન જોવાનું લેવલ હશે, પરંતુ તેનાથી નીચે આવવાથી 25,900–25,800 ઝોન માટે દરવાજા ખુલી શકે છે. દરમિયાન, બેંક નિફ્ટીએ સતત 59,000 પોઇન્ટનો બચાવ કર્યો અને બીજા સત્ર માટે 20 DEMA થી ઉપર રહ્યો.

RBI પોલિસીના દિવસે બેંકિંગ ઇન્ડેક્સ 59,500 ફરીથી મેળવી શકે છે, અને તેનાથી ઉપર રહેવાથી બેન્ક ઇન્ડેક્સ 60,000–60,100 તરફ આગળ વધી શકે છે, જ્યારે તેનાથી નીચે આવવાથી 59,000–58,900 ઝોન પર સપોર્ટ સાથે વધુ કોન્સોલિડેશન થઈ શકે તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
4 ડિસેમ્બરના રોજ, નિફ્ટી 48 પોઈન્ટ વધીને 26,034 પર બંધ રહ્યો હતો. જ્યારે બેંક નિફ્ટી 60 પોઈન્ટ ઘટીને 59,289 પર પહોંચ્યો હતો. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે NSE પર લગભગ 1637 શેરમાં વેચાણનું દબાણ જોવા મળ્યું, જ્યારે 1206 શેરમાં ખરીદીનો રસ જોવા મળ્યો હતો.
| Stocks in F&O ban: | Bandhan Bank, Sammaan Capital |
INDIA VIX: 3.52 ટકા ઘટીને 10.82 પર પહોંચ્યો, જે 15 ઓક્ટોબર પછીનો સૌથી નીચો બંધ સ્તર છે, અને તે તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઘણો નીચે રહ્યો. આ તેજીવાળાઓ માટે આરામ અને બજારમાં અનિશ્ચિતતામાં ઘટાડો દર્શાવે છે. તે જ સમયે, આવા નીચા વોલેટિલિટી સ્તરો બંને દિશામાં તીવ્ર ચાલની શક્યતા પણ સૂચવી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
