અમદાવાદ, 12 ઓક્ટોબરઃ બુધવારે સેન્સેક્સે 393 પોઇન્ટના સુધારા સાથે 66473 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ 121 પોઇન્ટની આગેકૂચ સાથે 19811 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સવારે નિફ્ટી-50એ ગેપઅપ ઓપનિંગ સાથે દિવસ દરમિયાન 19800 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે રિલાયન્સ અને એચડીએફસી બેન્કની આગેવાની હેઠળ એકવાર સુધારો હાંસલ કર્યા બાદ માર્કેટને રેન્જબાઉન્ડ રાખ્યું હતું.

સ્ટોક્સબોક્સના ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ અનુસાર નિફ્ટી 50 ઇએમએ ઉપર સતત બીજાં દિવસે પણ બંધ રહ્યો છે. જે સૂચવે છે કે, માર્કેટમાં સેન્ટિમેન્ટ વોલેટાઇલની સાથે સાથે વેલ્યૂ બાઇંગનું પણ બની રહ્યું છે. નિફટી જો શરૂઆતમાં ખૂલ્યા બાદ 19839 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે તેની ઉપર બંધ રહે તો અને તો જ તેજીવાળાઓએ હાથ નાંખવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે. જો દિવસ દરમિયાન નિફ્ટી 19784 પોઇન્ટની નીચે રહે તો માર્કેટમાં હજી કોન્સોલિડેશન બાકી છે એમ સમજી સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની પણ સલાહ મળી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)