ક્રૂડ તેલમાં રૂ.1475નો કડાકોબુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36353 પોઇન્ટના સ્તરે
કોમોડિટી વાયદાઓમાં રૂ.224535.06 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1346360.58 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરસોના-ચાંદીના વાયદાઓમાં રૂ.133893.92 કરોડનાં સાપ્તાહિક કામકાજ

મુંબઈ, 11 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 6થી 9 એપ્રિલના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.1570899.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.224535.06 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1346360.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36353 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં સાપ્તાહિક ધોરણે કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.42437.41 કરોડનું થયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.133893.92 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.148847ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.154934 અને નીચામાં રૂ.148298ના સ્તરને સ્પર્શી, રૂ.149680ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3754ના ઉછાળા સાથે રૂ.153434ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.3107ની તેજી સાથે રૂ.122419 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.397 ઊછળી રૂ.15332 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.3932ની વૃદ્ધિ સાથે રૂ.152072ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.147797ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.153697 અને નીચામાં રૂ.147137ના સ્તરને સ્પર્શી, રૂ.148539ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3827ની તેજી સાથે રૂ.152366ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.230716ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.246660 અને નીચામાં રૂ.224621ના મથાળે અથડાઈ, રૂ.232495ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.11273ના ઉછાળા સાથે રૂ.243768ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.10291ની તેજી સાથે રૂ.245936 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.10103 ઊછળી રૂ.245862ના ભાવે બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.14376.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.37.85 વધી રૂ.1192.95ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.7.65 વધી રૂ.330.85ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 10 પૈસા ઘટી રૂ.354.25ના ભાવે બોલાયો હતો. સીસું એપ્રિલ વાયદો 75 પૈસા ઘટી રૂ.194.5ના સ્તરે પહોંચ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.76189.16 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4961ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5100 અને નીચામાં રૂ.4571ના મથાળે અથડાઈ, રૂ.263 ઘટી રૂ.5000ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.10350ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.10990 અને નીચામાં રૂ.8535ના મથાળે અથડાઈ, રૂ.10408ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1475ના ભાવઘટાડા સાથે રૂ.8933 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.1469 ઘટી રૂ.8934ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.13.4 ઘટી રૂ.250.6ના ભાવે બંધ થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.13.4 ઘટી રૂ.250.6 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.1050ના ભાવે ખૂલી, રૂ.30.8 ઘટી રૂ.998.6ના સ્તરે પહોંચ્યો હતો. કોટન એપ્રિલ વાયદો રૂ.1050ની તેજી સાથે રૂ.28400ના ભાવે બંધ થયો હતો. એલચી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2550ના ભાવે ખૂલી, રૂ.150 વધી રૂ.2661 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.87291.33 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.46602.59 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.9989.66 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.2315.57 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.111.15 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.1960.07 કરોડનાં કામકાજ થયાં હતાં.

સપ્તાહ દરમિયાન ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.191.95 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.60593.85 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.15403.36 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.2.16 કરોડનાં કામ થયાં હતાં.

સપ્તાહના અંતે ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 7385 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 32157 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 13880 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 179241 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 31116 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 5704 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 14541 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 54308 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1186 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 8361 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 40164 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 36002 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 36813 પોઇન્ટના સ્તર અને નીચામાં 35687 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 528 પોઇન્ટ વધી 36353 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)