દુબઇના રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ ઉપર એવરેજ 8-9 ટકા રિટર્ન મળી શકે તે માટે કંપનીએ 6-7 ડેવલોપર્સ સાથે ટાઇઅપ પણ કર્યું છે

અમદાવાદ, ભારત, 17 નવેમ્બરઃ ફીનિક્સ બિઝનેસ એડવાઇઝરી, ભારતની નં.1 બિઝનેસ માઇગ્રેશન કંપનીએ પોતાના પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય રિયલ એસ્ટેટ વર્ટીકલ — PHX Prime Propertiesના લોન્ચની જાહેરાત કરી છે. જે વૈશ્વિક રોકાણકર્તાઓ અને ઉદ્યોગપતિઓને સશક્ત બનાવવાની તેઓના સફરમાં આ એક વધુ મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.

લૉન્ચના અવસર પર Phoenix Business Advisory ના CEO Mr. MP Singghએ જણાવ્યું :“PHX Prime Properties માત્ર લક્ઝરી રિયલ એસ્ટેટ સુધી સીમિત નથી — તે અમારા ક્લાઈન્ટ્સ માટે વૈશ્વિક લાઇફસ્ટાઇલના નવા અવસરો ઉભા કરે છે. અમારો હેતુ છે ક્રોસ-બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને સરળ બનાવવો અને વિશ્વના ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળોએ સુરક્ષિત, પારદર્શક અને ઉચ્ચ-મૂલ્યવાળી પ્રોપર્ટી ડીલ્સ પ્રદાન કરવાનો છે.” બિઝનેસ માઇગ્રેશન અને ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સીમાં પોતાની વિશ્વસનીયતા અને સફળતાની વારસાગત કોર મૂલ્યો સાથે, PHX Prime Properties હવે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને યુએઈના લક્ઝરી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં વિશિષ્ટ ઍક્સેસ પ્રદાન કરશે, જેથી રોકાણકારોને લાઇફસ્ટાઇલ વેલ્યૂ સાથે દીર્ઘકાલીન રિટર્ન પણ મળી રહે.

કંપનીએ દુબઇમાં રિયલ એસ્ટેટ વર્ટીકલ — PHX Prime Properties માટે લાયસન્સ મેળવ્યું છેટૂંક સમયમાં કંપની ગુજરાત, પંજાબ માટે પણ રેરા લાયસન્સ મેળવવાની તૈયારીમાં છે.
કંપની પાસે 3 લાખ લોકોનો ડેટાબેઝ છે. તેમાંથી 17- 18 હજાર મિલિયોનર્સ છેદુબઇમાં એવરેજ રૂ. 2 કરોડની મૂડીરોકાણ ટિકિટ સાઇઝ, ગોલ્ડન વિઝા સાથે

આ વિસ્તરણ ફીનિક્સના વિશાળ દૃષ્ટિ સાથે સંકદાયલુ છે. જેમાં કંપની બિઝનેસ માઇગ્રેશન અને ઈન્વેસ્ટમેન્ટ વીઝાથી લઈ આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી માલિકી સુધી સેવાઓ એક જ વિશ્વસનીય પ્લેટફોર્મ હેઠળ એન્ડ-ટુ-એન્ડ ગ્લોબલ સોલ્યુશન્સ પુરી પડવાનો છે.

PHX Prime Properties સાથે, ક્લાઈન્ટ્સ હવે:

વિશ્વભરના સરકારી મંજૂર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી શકશેફીનિક્સ નિષ્ણાતો દ્વારા ચકાસેલ એક્સક્લૂસિવ લિસ્ટિંગ્સ મેળવી શકશેપર્સનલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી અને પોસ્ટ પરચેઝ સપોર્ટ મેળવી શકશે

આ લોન્ચ ફીનિક્સની નવીનતા, પારદર્શિતા અને પોતાના ક્લાઈન્ટ્સની સફળતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. BUSINESSGUJARAT.IN સાથે ખાસ મુલાકાત દરમિયાન સિંઘે જણાવ્યું કે, દુબઇ માટે કંપનીને રોજની 100-150 ઇન્કવાયરી મળી રહી છે. તેનો કન્વર્ઝન રેશિયો આશરે 0.003 ટકા આસપાસ રહ્યો છે. તે ઉપરાંત ન્યૂઝીલેન્ડ ખાતે 300 બિઝનેસ વિઝા પેન્ડિંગ હોવાનું અનુમાન છે. તેમણે જણાવ્યું કે, આશરે 20 હજાર બિઝનેસ ઓનર રૂ. 10 લાખ સુધીનું રોકાણ કરવા તૈયાર હોય છે તેમાંથી આશરે 50 ટકા ભારતીય મૂળના રોકાણકારો હોવાનું અનુમાન છે. તેમાંથી મોટાભાગના રોકાણકારો પ્રોપર્ટીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર હોવાથી કંપની તેમને મદદરૂપ થવા માટે નવું  વર્ટિકલ શરૂ કરી રહી છે.

યુએસમાં એવરેજ 700થી વધુ એપ્લિકેશન થતી હોવાનું અનુમાનદુબઇ ઇન્સ્ટમેન્ટ માટેનું હોટ ડેસ્ટિનેશન
સિંઘે જણાવ્યું કે, બિઝનેસ માઇગ્રેશન અને પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ મુદ્દે યુએસમાં 2025 સુધીમાં 100થી વધુ ફાઇલ થતી હોય છે તેની સામે આ વર્ષે 700થી વધુ એપ્લિકેશન થઇ હોવાનું અનુમાન છે. જે પૈકી Phoenix Business Advisory મારફત થયેલી એપ્લિકેશન્સની સંખ્યા 60-70 આસપાસ ગણાવી શકાય.દુબઇમાં એવરેજ રૂ. 1000 કરોડનું મૂડીરોકાણ થતું હોય તો તેમાંથી આશરે રૂ. 500 કરોડનું રોકાણ માત્ર ભારતીયો દ્વારા એટલેકે, 50 ટકા હિસ્સો ભારતીય રોકાણકારોનો હોવાનું સિંઘે જણાવ્યું હતું.

દુબઇ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ માટે કંપની દ્વારા તૈયાર કરાયેલી ડોક્યુમેન્ટરી રોકાણકારોના માત્ર માર્ગદર્શન માટે અત્રે રજૂ કરી છે….