શેખર પટેલ દ્વારા રિયલ એસ્ટેટ સેક્ટર પર પ્રિ-બજેટ ટીપ્પણી

અમદાવાદ, 27 જાન્યુઆરીઃ ભારતનું 2026નું કેન્દ્રીય બજેટ થોડા દિવસોમાં રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્ર મજબૂત માંગ અને બજારની પરિપક્વતામાં સુધારો થવાની સ્થિતિમાંથી નીતિગત ચર્ચામાં પ્રવેશી રહ્યું છે. આ વર્ષે મુખ્ય ધ્યાન ટિયર 2 શહેરોની વધતી જતી સંભાવના પર છે, જે વધુને વધુ ભારતના આર્થિક અને વાણિજ્યિક વિકાસના આગામી એન્જિન તરીકે ઉભરી રહ્યા છે. અમદાવાદ અને જયપુર જેવા બજારોમાં ઝડપી પ્રગતિ જોવા મળી રહી છે, કારણ કે વ્યવસાય અને વાણિજ્યની કામગીરીનું કેન્દ્ર ગણાતા જિલ્લા અને ટેકનોલોજી સંચાલિત ઇકોસિસ્ટમ્સ વીજળીની ગતિએ વિસ્તરી રહ્યા છે, જેને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોર્પોરેટ જગતના વધી રહેલા રસ દ્વારા ટેકો મળી રહ્યો છે.
GCCના વિસ્તરણમાં વેગ જોવાઈ રહ્યો છે અને AI-સંચાલિત વ્યવસાયો તથા ડેટા સેન્ટર્સ જેવા નવા યુગના સેગમેન્ટ્સ વેગ પકડી રહ્યા છે ત્યારે અમે પાવર વિશ્વસનીયતા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારી અને ટકાઉ બાંધકામ પ્રોત્સાહનો પર કેન્દ્રિત હોય તેવા નીતિ નિર્દેશની પણ અપેક્ષા રાખીએ છીએ.
આ પગલાં ટિયર 2 શહેરોને વૈશ્વિક ટેકનોલોજી અને નવીનતાના કેન્દ્ર બનવા તરફની ભારતની સફરમાં મુખ્ય ભૂમિકા ભજવવામાં મદદ કરી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
