અમદાવાદ, 17 જાન્યુઆરીઃ દેશની ટોચની ખાનગી બેન્ક એચડીએફસીએ ગઈકાલે ત્રિમાસિક પરિણામો જારી કર્યા બાદ આજે શેરમાં 7 ટકાથી વધુનો કડાકો નોંધાયો હતો. BSE પર HDFC બેન્કના શેરની કિંમત 6.53% તૂટી 1596ના ઈન્ટ્રા ડે તળિયે પહોંચી હતી. જે 11.25 વાગ્યે 6.47 ટકા ઘટાડે 1570.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Q3 પરિણામો પછી HDFC બેન્કના યુએસ-લિસ્ટેડ શેર NYSE પર 6.71 ટકા ઘટ્યા હતા. HDFC બેન્કે ડિસેમ્બર ત્રિમાસિકમાં નફો અને આવકોમાં વૃદ્ધિ નોંધાવી હોવા છતાં શેરમાં ઘટાડા પાછળનું કારણ એનપીએમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.

તેનો ચોખ્ખા નફો FY24ના Q3માં ₹16,372 કરોડ સાથે 33 ટકા વધ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં ₹12,259 કરોડ હતો. નેટ ઈનકમ વધી રૂ. 28471 કરોડ થઈ હતી. કોર નેટ ઈન્ટરેસ્ટ માર્જિન સ્થિર રહ્યા હતા. જો કે, કુલ સંપત્તિ પર 3.4 ટકા અને કમાણી પર નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 3.6 ટકા વધ્યા હતા.

એચડીએફસી બેન્કની ગ્રોસ એનપીએ 0.3 ટકા વધી 1.26 ટકા થઈ છે. જે ગતવર્ષે 1.23 ટકા હતી. નેટ એનપીએ ગતવર્ષે 0.33 ટકા સામે નજીવી ઘટી આ વર્ષે 0.31 ટકા થઈ છે. વિશ્લેષકોએ ધ્યાન દોર્યું હતું કે રોકાણકારો Q3 માર્જિન વિશે ચિંતિત દેખાય છે જે મોટાભાગે ફ્લેટ રહ્યા હતા.

બેન્કે ફ્લોટિંગ + આકસ્મિક જોગવાઈઓનું 0.6 ટકા બફર જાળવવાનું ચાલુ રાખ્યું છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે મેનેજમેન્ટે સૂચવ્યું હતું કે NIMs આગામી વર્ષોમાં ધીમે ધીમે સુધરશે, સાથે ઓપરેટિંગ લિવરેજમાં સુધારો બેન્કને સ્વસ્થ રિટર્ન રેશિયો આપવા સક્ષમ બનાવશે.

મોતિલાલ ઓસ્વાલે જણાવ્યું હતું કે, “અમારું અનુમાન છે કે HDFC બેન્ક 19 ટકા CAGR પર ઝડપી ડિપોઝિટ ગ્રોથ નોંધાવશે, જ્યારે FY24-26માં લોન વૃદ્ધિ 17 ટકા CAGR પર ટકી રહેશે. અમે આ રીતે HDFC બેન્ક FY26E RoA (રિટર્ન ઓન એસેટ્સ) અને RoE (રિટર્ન ઓન ઈક્વિટી) અનુક્રમે 1.9 ટકા અને 16.7 ટકા નોંધાવાનો અંદાજ આપીએ છીએ.”

નિર્મલ બેંગ દ્વારા એચડીએફસીના શેરનો ટાર્ગેટ પ્રાઈસ રૂ. 1994 નિર્ધારિત કરવામાં આવ્યો છે.

સારી મૂડીની સ્થિતિ, આવક અને HDFC મર્જરથી ઉદ્ભવતી કોસ્ટ સિનર્જી અને શ્રેષ્ઠ-ઇન-ક્લાસ એસેટ ક્વોલિટીને કારણે તેની ઊંચી વૃદ્ધિની સંભાવનાને કારણે નિર્મલ બેંગ HDFC બેન્ક પર લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં હકારાત્મક છે.

જો કે, બ્રોકરેજ ફર્મે ઉમેર્યું હતું કે નજીકના ગાળામાં સફળ મર્જર ટ્રાન્ઝિશન, સતત વિસ્તરણ અને માર્જિન ટ્રેજેક્ટરીને કારણે એલિવેટેડ ઓપરેટિંગ ખર્ચ મુખ્ય મોનિટરેબલ હશે.

કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે પણ એચડીએફસી બેન્કના શેર પર બાય રેટિંગ જાળવી રાખતાં ટાર્ગેટ રૂ. 1800થી વધારી 1860 કર્યો છે. એચડીએફસી બેન્કની પરિણામો અપેક્ષા કરતાં નબળા રહ્યા છે.  HDFC બેન્કને એક એવી બેન્ક તરીકે જોઈએ છીએ જે સ્થિર કમાણીમાં વૃદ્ધિની સંભાવના ધરાવે છે અને આ સમયે મૂલ્યાંકન આકર્ષક છે.”

નુવામા વેલ્થ મેનેજમેન્ટે સ્ટૉકને ડાઉનગ્રેડ કરીને ‘હોલ્ડ’ પર મૂક્યો છે, જેમાં મલ્ટીપલમાં 5 ટકાનો ઘટાડો કરીને એક વર્ષ આગળની BV (બુક વેલ્યુ) 2.4 ગણો થયો છે. બ્રોકરેજ ફર્મે ટાર્ગેટ પણ ₹1,770થી ઘટાડી ₹1,730 કર્યો છે.

એચડીએફસી બેન્ક અમારી દૃષ્ટિએ ભારતમાં સૌથી મજબૂત બેન્કિંગ ફ્રેન્ચાઇઝી છે, પરંતુ કમાણીમાં બેન્કનું પર્ફોર્મન્સ મધ્યમ ગાળામાં નબળુ રહેશે.”