અમદાવાદ, 20 ઓક્ટોબરઃ પરીણામો પર ટિપ્પણી કરતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું: “O2C, જિયો અને રિટેલ બિઝનેસના મજબૂત યોગદાનને કારણે રિલાયન્સે 2QFY26 દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું. એકીકૃત EBITDA (કન્સોલિડેટેડ ઈબીઆઈટીડીએ)માં વાર્ષિક ધોરણે 14.6% વૃદ્ધિ નોંધાઈ, જે ચપળ બિઝનેસ કામગીરી, સ્થાનિક કેન્દ્રીત પોર્ટફોલિયો અને ભારતીય અર્થતંત્રમાં માળખાગત વિકાસને પ્રતિબિંબિત કરે છે. જિયોના નેટવર્ક અને ટેક્નોલોજીના નેતૃત્વને લીધે ઘરો અને મોબિલિટી સેવાઓમાં સબ્સ્ક્રાઇબરના ઉમેરામાં સકારાત્મક ગતિ સાથે ડિજિટલ સેવાઓનો બિઝનેસ સતત વધી રહ્યો છે. જિયોના નવીન રેડિયો સોલ્યુશન્સ અને સર્વવ્યાપી સ્ટેન્ડ-અલોન 5G નેટવર્કે તેને સમગ્ર ભારતમાં ઘરોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવા સક્ષમ બનાવ્યા છે. અમે તમામ ભારતીયો માટે સતત વિકસતા ટેક્નોલોજીના લેન્ડસ્કેપના લાભો સુનિશ્ચિત કરવા માટે અગ્રણી સિસ્ટમ્સ અને પ્લેટફોર્મ્સ સાથે અમારી ક્ષમતાઓમાં વધારો કરવાનું ચાલુ રાખીએ છીએ. અમારા રિટેલ બિઝનેસના ગ્રોથ મોમેન્ટમને હાઇલાઇટ કરવાનો મને આનંદ છે. તમામ ફોર્મેટે વધુ વોલ્યુમ નોંધાવ્યું, જેણે આવક અને EBITDA બંનેમાં મજબૂત વૃદ્ધિને વેગ આપ્યો. અમારી ક્વિક હાઇપરલોકલ ડિલિવરી મોડેલમાં પણ સતત ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા જીએસટી (GST) શાસનના પ્રગતિશીલ સુધારાઓથી વપરાશ આધારિત વૃદ્ધિને વધુ પ્રોત્સાહન મળે છે. એનર્જી માર્કેટ્સમાં સતત અસ્થિરતા હોવા છતાં, O2C બિઝનેસે વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ આપી. મિડલ ડિસ્ટિલેટ ક્રેક્સને કારણે પાછલા વર્ષની સરખામણીમાં ઇંધણ માર્જિન પુનઃપ્રાપ્ત થયા છે. ડાઉનસ્ટ્રીમ રસાયણો પર ઓવરકેપેસિટીની અસર ચાલુ છે. ઉદ્યોગજગતના સ્ટેકહોલ્ડર્સ દ્વારા લેવામાં આવેલા સુધારાત્મક પગલાં મધ્યમ ગાળામાં વૈશ્વિક ડાઉનસ્ટ્રીમ માર્કેટ્સને સંતુલિત કરવામાં મદદ કરશે. રિલાયન્સની ઓપરેશનલ ડિલિવરીને સંકલિત અસ્કયામતો, યુએસ (US) તરફથી વર્ચ્યુઅલ ઇથેન પાઇપલાઇન સહિત લાઇટ-ફીડ ક્રેકિંગનું ઉચ્ચ મિશ્રણ અને સ્થાનિક બજારો પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાની સહાય પ્રાપ્ત થઈ છે. હું અમારા નવા ગ્રોથ એન્જિન્સ – ન્યૂ એનર્જી, મીડિયા અને કન્ઝ્યુમર બ્રાન્ડ્સમાં અમે જે પ્રગતિ કરી રહ્યા છીએ તેનાથી ખુશ છું. હું માનું છું કે આ વ્યવસાયો રિલાયન્સના ઉદ્યોગ અગ્રણીઓ બનાવવાની વિરાસતને આગળ વધારશે, જે ભારતીય ગ્રાહકોને યોગ્ય કિંમતે યોગ્ય ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે ટેક્નોલોજી અને ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે. આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં અમારી પહેલ એ સુનિશ્ચિત કરશે કે રિલાયન્સ વિકસતી ટેક્નોલોજીના મોખરે રહે અને ભારત અને ભારતીયોના હિત માટે આ ક્ષમતાઓનો લાભ ઉઠાવે.”

રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું: “જિયોએ ગર્વભેર ૫૦૦ મિલિયનથી વધુ ગ્રાહકોને તેમની રોજિંદી જિંદગીની અનેક ડિજિટલ જરૂરિયાતોને પૂર્ણ કરવાની સેવા આપી છે. આ જિયોની ડીપ-ટેક (Deep-Tech) પહેલોને કારણે શક્ય બન્યું છે, જેણે ભારતમાં ટેક્નોલોજીકલ ક્રાંતિ જગાવી છે અને તે આપણા વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા મિશનની કરોડરજ્જુ બની છે. જિયો સતત નવી યુગની ટેક્નોલોજી લાવવાનું અને દરેક ભારતીય નાગરિકના જીવનને ઉન્નત બનાવવાનું ચાલુ રાખશે. જિયોએ ભારતભરમાં સફળતાપૂર્વક તેની સ્વદેશી ટેક્નોલોજી સ્ટેક (indigenous technology stack) પહોંચાડી છે અને હવે તે આપણી સ્થાનિક ટેક્નોલોજીને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે સજ્જ છે.”

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઈશા એમ. અંબાણીએ જણાવ્યું: “રિલાયન્સ રિટેલે ઉત્કૃષ્ટ પરિચાલન પર અમારું સતત ધ્યાન, સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સમાં રોકાણ અને તમામ વપરાશ બાસ્કેટમાં તહેવારોની ખરીદીને કારણે આ ત્રિમાસિક ગાળા દરમિયાન મજબૂત પ્રદર્શન કર્યું. જીએસટી (GST) દરમાં થયેલા ફેરફારોને કારણે ગ્રાહકોને ઓછી કિંમતોનો લાભ મળતાં વપરાશની વૃદ્ધિને વધુ વેગ મળશે. અમારી સફળતા અમારા ગ્રાહકોની ઊંડી સમજણનો પુરાવો છે. અમે નવીન કલેક્શન્સ તૈયાર કરવાથી લઈને આજના ભારતીય ગ્રાહકો સાથે જોડાણ સાધે તેવાં કેમ્પેઇન્સનું સર્જન કરીને સતત નવીનતા લાવતા રહીએ છીએ, અને અમારું ધ્યાન એવી બ્રાન્ડ્સ બનાવવાનું છે જે સમગ્ર ભારતને પ્રેરણા આપે અને પ્રતિબિંબિત થાય.”