અમદાવાદ, 21 જાન્યુઆરી: રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સ લિમિટેડ (rsgbl)એ કર્ણાટકના દાવણગેરેમાં કારગિલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (સીઆઇપીએલ)ના સ્ટાર્ચ અને સ્વીટનર્સ કારોબારની અસ્કયામતોને હસ્તગત કરવા માટે અસ્કયામત ખરીદ કરાર (એપીએ) પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદામાં એપીએના નિયમો અને શરતો તથા આવશ્યક મંજૂરી પ્રાપ્ત કર્યા પછી જમીન, ઉત્પાદન સુવિધાઓ, વેરહાઉસ અને કોર્ન વેટ મિલિંગ ઓપરેશનને ટેકો આપવા માટે સંકલિત સંગ્રહ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતા કોર્ન સિલોસનાં હસ્તાંતરણનો સમાવેશ થાય છે, જે એપીએના નિયમો અને શરતો તથા આવશ્યક મંજૂરીઓને આધિન છે.

વર્ષ 2016થી કાર્યરત 52 એકરની આ સુવિધામાં વાર્ષિક 300,000 એમટીની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે અને માલ્ટોડેક્સ્ટ્રિન, લિગ્વિડ ગ્લુકોઝ અને સહ-ઉત્પાદો જેવી કે કોર્ન જર્મ, કોર્ન ગ્લુટન અને કોર્ન ફાઇબરનું ઉત્પાદન કરે છે.

એપીએ અંગે આરએસજીબીએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સિદ્ધાર્થ ચૌધરીએ જણાવ્યું હતું કેઃ “અમે કારગિલ ઈન્ડિયાની દાવણગેરે કોર્ન વેટ મિલિંગ અસ્કયામત, જેમાં જમીન, વેરહાઉસ અને કોર્ન સિલો સામેલ છે, તેને ખરીદવા માટે એપીએ સાઇન કરીને આનંદ અનુભવીએ છીએ. આ હસ્તાંતરણ આરએસજીબીએલનાં લાંબા ગાળાના વિઝનની સાથે સંપૂર્ણપણે સંરેખિત થાય છે, જેનાથી ખાધ્ય અને ફાર્માશ્યુટિકલ સેગમેન્ટમાં અમારી ઉપસ્થિતિ વધશે, જેથી ગ્રાહકોની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકાશે. સુવિધાના કર્ણાટકમાં વ્યુહાત્મક લોકેશન સ્થાનિક અને નિકાસ બજારમાં અમારી સ્પર્ધાત્મક સેવાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત, પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરીને સુવિધાને ચલાવવાનો અમારો ઇરાદો સ્વચ્છ ઊર્જા અને ટકાઉ ઉત્પાદન પ્રત્યેની અમારી લાંબા ગાળાની વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે. સ્ટાર્ચ અને સ્ટાર્ચ ડેરિવેટિવ્ઝમાં ત્રણ દાયકાથી પણ વધુના અનુભવની સાથે આ પગલું આરએસજીબીએલની ભારતના સ્ટાર્ચ ઉદ્યોગમાં વધેલી ફૂટપ્રિન્ટ અને નવીનીકણ મારફતે તેના નેતૃત્ત્વને મજબૂત બનાવે છે.

આ સોદા અંગે કારગિલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ફૂડ સાઉથ એશિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર ધીરજ તલરેજાએ જણાવ્યું હતું કે “અમે આરએસજીબીએલને સફળતાની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને અમને વિશ્વાસ છે કે આ અસ્કયામત સ્ટાર્ચ ઉદ્યોગમાં પોતાની ઉપસ્થિતિને વધારવાની સાથે સાથે તેમની વૃદ્ધિમાં સહાય કરશે.”. ભારતમાં કારગિલ વર્ષ 1987થી કાર્ય કરી રહી છે અને હાલમાં ભારતભરમાં રિફાઇન્ડ ઓઇલ, ખાદ્ય ઘટકો, ઔદ્યોગિક વિશેષતાઓ, અનાજ અને તેલીબિયાં, કપાસ, પશુ પોષણ અને વેપાર તથા મૂડી બજારોની સાથે ઉપસ્થિતિ ધરાવે છે.