સેમ્કો મ્યુચ્યુઅલ ફંડે એક્ટિવલી મેનેજ્ડ મોમેન્ટમ આધારિત મીડ-કેપ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 21 જાન્યુઆરી: સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે આજે સેમ્કો મીડ કેપ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. આ ભારતના પ્રથમ એક્ટિવલી મેનેજ્ડ મોમેન્ટમ-આધારિત મીડ-કેપ ફંડ છે, જે મજબૂત આવક, કમાણી અને ભાવની ગતિ દર્શાવતા ઉભરતા વ્યવસાયોને ઓળખવા અને તેમાં રોકાણ કરવા માંગે છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 21 જાન્યુઆરી 2026થી 04 ફેબ્રુઆરી 2026 સુધી સબ્સ્ક્રીપ્શન માટે ખુલશે.
સેમકો મીડ કેપ ફંડ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે મુખ્યત્વે માર્કેટ કેપિટલાઈઝેશન દ્વારા 101થી 250મા ક્રમની મીડ-કેપ કંપનીઓમાં રોકાણ કરશે, જેનો ઉદ્દેશ્ય શિસ્તબદ્ધ રોકાણ માળખામાં વૃદ્ધિ અને સ્થિરતાને મિશ્રિત કરવાનો છે. આ ફંડ સેમકોની માલિકીની C.A.R.E. મોમેન્ટમ સ્ટ્રેટેજી – Cross-sectional, Absolute, Revenue and Earnings Momentum – દ્વારા સંચાલિત છે જે શ્રેષ્ઠ કિંમત અને વ્યવસાયની ગતિ દર્શાવતી કંપનીઓને ઓળખવા માટે ક્વોન્ટિટેટિવ મોડલ્સ અને મૂળભૂત વિશ્લેષણને જોડે છે.
સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ વિરાજ ગાંધીએ જણાવ્યું હતું કે “મીડ-કેપ કંપનીઓ ભારતની વૃદ્ધિ વાર્તાના સૌથી આકર્ષક ભાગોમાંની એક છે અને તે સ્થાપિત વ્યવસાયોની સંભવિત સ્થિરતા સાથે સ્મોલ કેપ્સની સ્કેલેબિલિટી પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. અમારા મોમેન્ટમ-આધારિત અભિગમ દ્વારા, અમે રોકાણકારોને કમાણી, આવક અને સ્ટોક પ્રદર્શનમાં પહેલેથી જ નેતૃત્વ દર્શાવતી કંપનીઓને ઓળખીને આ સંભવિત તકમાં ભાગ લેવામાં મદદ કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ.”
આ ફંડ નિફ્ટી મીડ કેપ 150 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI) ની સામે બેન્ચમાર્ક થયેલું છે અને તેનું સંચાલન સીઆઈઓ ઉમેશકુમાર મહેતાના નેતૃત્વ હેઠળની અનુભવી રોકાણ ટીમ દ્વારા કરવામાં આવશે, જેઓ ફંડામેન્ટલ અને મોમેન્ટમ સંચાલિત રોકાણ બંનેમાં ઊંડી કુશળતા ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
