અમદાવાદ, 19 ઓગસ્ટઃ સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“SPL”) દ્વારા પોતાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ક., USA (“SPI”)ના માધ્યમથી, આજે ટેવા ફાર્માસ્યુટિકલ્સ USA, ઇન્ક પાસેથી USFDA દ્વારા માન્ય એબ્રેવિએટેડ ન્યૂ ડ્રગ એપ્લિકેશન્સ (“ANDA”)નાં બે ઉત્પાદનોનું અધિગ્રહણ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. USAમાં અધિગ્રહણ કરાયેલા ANDAની સંભવિત તક IQVIA મુજબ, ~USD 38 મિલિયન (MAT ડિસેમ્બર 2024)* અને સ્પેશિયાલિટી ડેટા એગ્રીગેટર સિમ્ફની મુજબ ~USD 120 મિલિયન (MAT જૂન 2025)# છે.

આ અધિગ્રહણ માટે SPL દ્વારા એકત્ર કરાયેલી ઇનિશિયલ પબ્લિક ઓફર (“IPO”)ની રકમ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સમાં ઉલ્લેખ કરેલા IPOના ઉદ્દેશ્યોને અનુરૂપ આપ ભંડોળ આપવામાં આવી રહ્યું છે.