મુંબઈ, 3 જૂન: ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યાની જાહેરાત કરી હતી. આ નવી પેસિવ ઓફરિંગ દેશના જીડીપી કરતાં વધુ ઝડપથી વિકસવાની સંભાવના ધરાવતી મીડ સાઇઝ ભારતીય કંપનીઓમાં એક્સપોઝર મેળવવાની રોકાણકારોને તક આપે છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 2 જૂન, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 16 જૂન, 2025ના રોજ બંધ થશે.

નિફ્ટી મીડકેપ 150 ટીઆરઆઈએ 1 વર્ષમાં 21.89 ટકાનું વળતર આપ્યું છે જેની સામે નિફ્ટી 50 ટીઆરઆઈનું વળતર 16.37 ટકા હતું. છેલ્લા 3 વર્ષના રોલિંગ પિરિયડમાં મીડકેપ્સે 15.8 ટકાનું વળતર આપ્યું છે અને આ જ સમયગાળામાં 12.38 ટકાનું વળતર આપનાર લાર્જ કેપ્સને આઉટપર્ફોર્મ કર્યા છે (સ્ત્રોતઃ એનએસઈ, ઇકરા-એમએફઆઈ, ડેટા 1 એપ્રિલ 2005થી 30 એપ્રિલ 2025 સુધીનો છે).

ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વરદરાજને જણાવ્યું હતું કે નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સમાં 20 સેક્ટર્સ અને 74 મૂળભૂત ઉદ્યોગો (સ્ત્રોત: એએમએફઆઈ) ની કંપનીઓનો સમાવેશ થાય છે,જે કેમિકલ્સ, ઓઇલ, ગેસ અને કન્ઝ્યુમેબલ ફ્યુઅલ્સ, કેપિટલ ગુડ્સ, ઓટોમોબાઇલ્સ અને ઓટો કમ્પોનેન્ટ્સ, રિયલ્ટી, ફાઇનાન્શિયલ સર્વિસીઝ, ઇન્ફોર્મેશન  ટેકનોલોજી વગેરે જેવા સંભવિત વૃદ્ધિ ક્ષેત્રોમાં રોકાણ પ્રદાન કરે છે. નોંધનીય છે કે મીડકેપ ક્ષેત્રમાં હાજર પરંતુ લાર્જ કેપ ક્ષેત્રમાં ગેરહાજર 39 ઉદ્યોગો ઇન્ડેક્સના કુલ વેઇટેજના 40 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે,જે સેગમેન્ટ દ્વારા આપવામાં આવતા અનન્ય ડાયવર્સિફિકેશન લાભને દર્શાવે છે (સ્ત્રોત: એનેસઈ, 30 એપ્રિલ 2025ના રોજનો ડેટા. નિફ્ટી 100ને લાર્જ કેપ્સ માટે યુનિવર્સ માનવામાં આવે છે અને નિફ્ટી મીડકેપ 150 ને મીડ-કેપ્સ માટે યુનિવર્સ માનવામાં આવે છે). છેલ્લા પાંચ વર્ષમાં મીડકેપ સેગમેન્ટમાંથી 17 કંપનીઓ લાર્જ કેપ્સમાં પરિવર્તિત થઈ છે,જે સંપત્તિ સર્જન માટે સેગમેન્ટની ક્ષમતા દર્શાવે છે.

પેસિવ ઇન્વેસ્ટિંગ દ્વારા નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સને ટ્રેક કરીને,રોકાણકારો સ્ટોક-સંબંધિત જોખમો ટાળે છે અને શિસ્તબદ્ધ તથા કિફાયતી રોકાણ વ્યૂહરચનાનો લાભ મેળવે છે. ઐતિહાસિક રીતેમીડકેપ્સે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)માં લાર્જ કેપ્સ અને સ્મોલ કેપ્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે અનેછેલ્લા 20 વર્ષમાં અનુક્રમે આશરે 4 ટકા અને 2 ટકા સીએજીઆરથી આલ્ફા આપ્યો છે (સ્ત્રોત: ઇકરા-એમએફઆઈ). અમારું માનવું છે કે તે તેમને લાંબા ગાળાના રોકાણકારો માટે યોગ્ય પસંદગીઓમાંથી એક બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)