નવી દિલ્હી, 14 જૂનઃ ટાટા પાવર કંપની લિમિટેડ (ટાટા પાવર)ની ઉત્પાદન કરતી કંપની અને ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઈએલ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટીપી સોલર લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે તેણે તેના તમિળનાડુ પ્લાન્ટ ખાતે 4 ગિગાવોટ સોલર મોડ્યુલ ઉત્પાદનનો આંક વટાવ્યો છે. આ પ્લાન્ટે 31 મે, 2025 સુધીમાં કુલ મળીને 4,049 મેગાવોટ સોલર મોડ્યુલ્સ અને 1,441 મેગાવોટ સોલર સેલનું ઉત્પાદન કર્યું છે.

ઉત્પાદન વધારવા પર વ્યૂહાત્મક ધ્યાન કેન્દ્રિત કરીને કંપની નાણાંકીય વર્ષ 2026માં 3.725 ગિગાવોટ મોડ્યુલ ઉત્પાદન અને 3.7 ગિગાવોટ સોલર સેલ ઉત્પાદનનું લક્ષ્યાંક રાખી રહી છે.

ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયર્મેન્ટ (ડીસીઆર) નિયમનો સાથે અનુપાલન કરવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત આ પ્લાન્ટ અત્યાધુનિક ઓટોમેટેડ અને એઆઈ સંચાલિત ટેક્નોલોજીઓનો ઉપયોગ કરીને આવતી પેઢીના Mono PERC (Passivated Emitter and Rear Cell) અને આધુનિક TopCon (Tunnel Oxide Passivated Contact) નું ઉત્પાદન કરવા માટે સજ્જ છે.  વધારો આયાત પરની નિર્ભરતા ઘટાડીને અને વિશ્વભરમાં સ્વચ્છ ઊર્જા પ્રોજેક્ટ્સને ઝડપથી લાગુ કરીને ભારતની સોલર સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતાને વધુ મજબૂત બનાવવાના ટાટા પાવરના લક્ષ્યાંક સાથે સંલગ્ન છે.

તેની 4.3 ગિગાવોટની રેટેડ કેપેસિટી નાણાંકીય વર્ષ 2026માં સંપૂર્ણપણે હાંસલ થવાની સંભાવના સાથે આ પ્લાન્ટ 2030 સુધીમાં 500 ગિગાવોટની નોન-ફોસિલ ફ્યુઅલ કેપિસિટી હાંસલ કરવાના દેશના લક્ષ્યાંકને ટેકો આપવાનું ચાલુ રાખશે.

ટીપીઆરઈએલ પાસે બેંગાલુરુ ખાતે 682 મેગાવોટ સોલર મોડ્યુલ અને 530 મેગાવોટ સોલર સેલ પ્લાન્ટ પણ છે, જે ડીસીઆર સેલ અને મોડ્યુલ ઉત્પાદનને ટેકો આપવા માટે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે.