અમદાવાદ, 7 નવેમ્બર: પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મર્ચિસન ક્ષેત્રમાં ફ્લેગશિપ કેરાવેલ કોપર પ્રકલ્પમાટે વ્યૂહાત્મક સહયોગનો માર્ગ મોકળો કરવાના ધ્યેય સાથે કેરાવેલ મિનરલ્સ લિમિટેડ (ASX: CVV) એ અદાણી એન્ટરપ્રાઇઝીસ  લિ.ની પેટાકંપની કચ્છ કોપર લિ. (KCL) સાથે એક સીમાચિહ્નસમા બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે.

આ કરારના ભાગરુપે કંપનીઓ 2026માં અંતિમ રોકાણના નિર્ણય (FID) તરફ પ્રોજેક્ટના વિકાસને વેગ આપવા માટે રોકાણ અને ઉપાડની તકો શોધશે, જેમાં કેરાવેલના વિશ્વ-સ્તરીય સંસાધનને અદાણીની સ્મેલ્ટિંગ, પ્રોસેસિંગ અને લોજિસ્ટિક્સની પુરવાર થયેલી ક્ષમતાઓને આવરી લેવામાં આવશે.

કેરાવેલના કોપર કોન્સન્ટ્રેટ આઉટપુટના 100% સુધી આવરી લેતા લાઇફ-ઓફ-માઇન ઓફ ટેક કરારની વાટાઘાટો માટે એક વિશિષ્ટ માળખું પણ સ્થાપિત કરતી આ ભાગીદારી હેઠળ શરૂઆતના વર્ષોમાં વાર્ષિક 62,000 થી 71,000 ટન પેયેબલ કોપર હોવાની અપેક્ષા છે. આ કોન્સન્ટ્રેટ સીધા KCLના  અત્યાધુનિક USD માં ફીડ કરશે. ગુજરાતના કચ્છમાં એક જ સ્થળે 1.2 બિલિયન (AUD 1.8 બિલિયન)ના રોકાણથી સ્થપાયેલી કચ્છ કોપર સ્મેલ્ટર  વિશ્વની સૌથી મોટી કોપર સુવિધા છે.

કેરાવેલ મિનરલ્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડોન હાયમાએ જણાવ્યું કે પ્રકલ્પની  ઓલ-ઇન-સસ્ટેનિંગ કોસ્ટ (AISC) પ્રતિ પાઉન્ડ USD 2.07 હોવાનો અંદાજ તેને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ખર્ચવાળા ઉત્પાદકોમાં સ્થાન આપે છે.

પર્થથી લગભગ 150 કિમી ઉત્તરપૂર્વમાં સ્થિત કેરાવેલનો કેરાવેલ કોપર પ્રકલ્પ ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો અવિકસિત તાંબાનો સ્ત્રોત છે જેની ખાણ 25 વર્ષથી વધુની સંભવિત આયુષ્ય ધરાવે છે અને અંદાજે 1.3 મિલિયન ટન પેયેબલ તાંબુ છે.

કરાર અંતર્ગતકચ્છ કોપર લિ. ને કરારના સમયગાળા દરમિયાન સીધી ઇક્વિટી અથવા પ્રકલ્પ-સ્તરના રોકાણો મેળવવા માટે પ્રથમ અધિકારો આપવામાં આવ્યા છે.AUD 1.7 બિલિયનના પ્રારંભિક મૂડીખર્ચ સાથે સંરેખિત આ પ્રકલ્પ તબક્કાવાર વિકાસને ટેકો આપવા માટે રચાયેલ છે.

વીજળીકરણ અને નવીનીકરણીય-ઊર્જાના વિસ્તરણ વચ્ચે 2040 સુધીમાં તાંબાની વૈશ્વિક માંગમાં 50% વધારો થવાનો અંદાજ છે. બંને રાષ્ટ્રો માટે ટકાઉ આર્થિક વિકાસના દરવાજાઓને ખુલ્લાં મૂકતી વખતે મહત્વપૂર્ણ-ખનિજ પુરવઠા શ્રેણીઓમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે કેરાવેલ-કચ્છ કોપર સહયોગ તૈયાર છે.

બંને કંપનીઓએ જવાબદાર ખાણકામ અને ટકાઉ સપ્લાય શ્રેણીઓ પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતી  અનુકરણીય ESG કામગીરી પણ નોંધાવી છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)