અદાણી પોર્ટ્સે, NMDC અને વેલે બ્રાઝિલની સાથે આયર્ન ઓર માટે સમજૂતી કરાર કર્યો

અમદાવાદ, ૨2 ફેબ્રુઆરી ૨૦૨૬: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ તેની પેટાકંપની અદાણી ગંગાવરમ પોર્ટ લિવ (AGPL) દ્વારા નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા-બ્રાઝિલ બિઝનેસ ફોરમ શિખરમાં ભારત સરકારના જાહેર સાહસ NMDC લિ. અને બ્રાઝિલના વેલે એસ.એ.સાથે એક વ્યૂહાત્મક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
બ્રાઝિલના ફેડરેટિવ રિપબ્લિકના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં આ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો, જે ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે.
આ કરાર ગંગાવરમ બંદર પર આયર્ન ઓરની બ્લેન્ડિંગ સુવિધા અને સમર્પિત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના વિકાસ માટે એક વ્યૂહાત્મક માળખું નિર્માણ કરશે. આ સહયોગ હેઠળ, હિસ્સેદારો સંયુક્ત રીતે આયર્ન ઓરના બ્લેન્ડિંગ, મૂલ્યવર્ધન અને વ્યાપારીકરણ માટે SEZ આધારિત એક સંકલિત ઇકોસિસ્ટમનો વિકાસ, તેને કાર્યાન્વિત અને સંચાલન કરશે. આ પહેલ ભારતના પૂર્વ કિનારા ઉપર આયર્ન ઓર નિકાસની મૂલ્ય શ્રેણીને મજબૂત બનાવવા માટે કરવામાં આવી છે, જે ખનિજ પ્રક્રિયા અને વેપારમાં કાર્યક્ષમતા, સ્કેલ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. આ વિકાસ સાથે ગંગાવરમ બંદરની ક્ષમતા 75 MMT સુધી વધવા સાથે ભારત અને પ્રદેશ માટે આયર્ન ઓર નિકાસનું કેન્દ્ર બનશે.
અદાણી પોર્ટ્સના પૂર્ણસમયના ડિરેક્ટર અને સી.ઇ.ઓ અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે આ સહયોગ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવતી સ્થિતિસ્થાપક, ભવિષ્ય માટે તૈયાર માળખાગત સુવિધાઓના નિર્માણ કરવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, તેમણે કહ્યું હતું કે ઉચ્ચ-ગુણવત્તાવાળા ખનિજના લોજિસ્ટિક્સને અદ્યતન બંદર ક્ષમતાઓ સાથે સાંકળ લઈને અમે દેશના વ્યાપક આર્થિક વિકાસમાં યોગદાન મારફત ઉદ્યોગની જરૂરિયાતોને ટેકો આપી રહ્યા છીએ. NMDC અને વેલે સાથેની અમારી ભાગીદારી પૂર્વ કિનારા પર આયર્ન ઓરના ક્ષેત્ર માટે આધુનિક, કાર્યક્ષમ અને ટકાઉ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરશે. ગંગાવરમ બંદર ભારતનું પ્રથમ બંદર બનવા માટે સજ્જ છે અને વિશ્વના સૌથી મોટા વેરી લાર્જ ઓર કેરિયર્સ (VLOCs)વેલમેક્સ જહાજોને હેન્ડલ કરવા સક્ષમ છે
આ સહયોગ હેઠળ ગંગાવરમ બંદર ખાતે સમર્પિત SEZમાંની એક સંકલિત આયર્ન ઓર મિશ્રણ અને મૂલ્ય-વર્ધન ઇકોસિસ્ટમનો વિકાસ તેમજ 400,000 MMT સુધીની વહન ક્ષમતાના વેલમેક્સ જહાજોને સમાવવા માટે સક્ષમ સંપૂર્ણપણે યાંત્રિક બર્થિંગ અને કાર્ગો-હેન્ડલિંગ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધારવા માટે એન્ડ-ટુ-એન્ડ યાર્ડ મેનેજમેન્ટ, મિશ્રણ કામગીરી અને જહાજ ડિસ્ચાર્જ અને લોડિંગની વ્યવસ્થા, તથા આયર્ન ઓર અને બંદર-આધારિત ઔદ્યોગિક વિકાસ માટે એકીકૃત નિકાસ કેન્દ્ર તરીકે ગંગાવરમની સ્થિતિને મજબૂત બનાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
સહયોગીઓ સાથે મળીને આ ભાગીદારી મારફત ગંગાવરમ બંદરને વૈશ્વિક આયર્ન ઓર વેપાર માટે એક વ્યૂહાત્મક પ્રવેશદ્વાર તરીકે સ્થાપિત કરશે અને ભારતના સ્પર્ધાત્મક ભવિષ્ય માટે તૈયાર દરિયાઇ હબ તરીકેના ઉદભવને મજબૂત બનાવશે.
