અમદાવાદ, 8 માર્ચ: એક્સિસ બેંકે આજે જાહેરાત કરી કે તે ટેસ્લાની પસંદગીની ફાયનાન્સર બની છે. આ ભાગીદારી હેઠળ એક્સિસ બેંક ટેસ્લાના ગ્રાહકો માટે ખાસ તૈયાર કરેલા ફાયનાન્સિંગ સોલ્યુશન્સ અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ ઉપલબ્ધ બનાવશે. આ જોડાણ, સાતત્યપૂર્ણ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપે તેવા સંશોધનાત્મક અને ગ્રાહક કેન્દ્રીત ધિરાણ ઉકેલો દ્વારા ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની એક્સિસ બેંકની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ ભાગીદારી સમગ્ર ભારતમાં અમલી બનાવવામાં આવશે, જેનાથી મુખ્ય મેટ્રો શહેરો અને ઇલેક્ટ્રિક વાહનોના નવા હબ બની રહેલા વિસ્તારોના ગ્રાહકોને ટેસ્લાના વૈશ્વિક સ્તરના અનુભવ સાથે સુસંગત એવી ડિજિટલ ફાયનાન્સિંગ સુવિધાઓ સરળતાથી મળી રહેશે. આ પહેલનો હેતુ ટેસ્લા ખરીદવાની પ્રક્રિયામાં આવતા અવરોધોને દૂર કરી તેને સરળ બનાવવાનો છે, જેથી ગ્રાહકો માટે ગાડી ખરીદવાનો અનુભવ એકદમ સરળ અને અનુકૂળ બની રહે.

એક્સિસ બેંક પ્રીમિયમ ઈવી ગ્રાહકો માટે ખાસ તૈયાર કરેલી ઓટો-લોન ઓફર્સ રજૂ કરશે. જેમાં નીચેની બાબતો સામેલ હશે:

  • ગ્રાહકની વ્યક્તિગત આવક મુજબની કસ્ટમાઈઝ્ડ રિપેમેન્ટ સ્કીમ્સ
  • 10 વર્ષ સુધીની લાંબી મુદત
  • ઝડપી લોન મંજૂરી માટે સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા  

એક્સિસબેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરમુનીશ શારદાએ જણાવ્યું કે, ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે આ પરિવર્તનને વધુ ઝડપી બનાવવા માટે ટેસ્લા સાથે જોડાણ કરીનેત એક્સિસ બેંક ગૌરવ અનુભવે છે. આ ભાગીદારી દ્વારા અમે વિશ્વસ્તરીય ઇલેક્ટ્રિક વાહનો અને નવા જમાનાના ખાસ તૈયાર કરેલા ફાયનાન્સિંગ સોલ્યુશન્સને એકસાથે રજૂ કરી રહ્યા છીએ. તેનાથી ગ્રાહકો માટે પોતાની સુવિધા કે પસંદગી સાથે કોઈ પણ બાંધછોડ કર્યા વિના પર્યાવરણને અનુકૂળ વાહનો અપનાવવાનું સરળ બનશે. આ પહેલ જવાબદાર બેંકિંગ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ઉકેલો પરના અમારા સતત ફોકસને દર્શાવે છે.