પુણે, તા. 6 ફેબ્રુઆરી, 2026:  ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની બજાજ લાઈફ ઈન્સ્યોરન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર (આઈએફએસસી) ઈન્સ્યોરન્સ ઓફિસ (આઈઆઈઓ) અને પેન્શન ફંડ મેનેજમેન્ટ કંપની સ્થાપિત કરવા મંજૂરી આપી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ કંપનીની વ્યાપક નાણાકીય ઉકેલો પ્રદાન કરવાની ક્ષમતામાં વધારો કરશે, જે ખાસ કરીને ભારતમાં રિટાયરમેન્ટનો તફાવત દૂર કરવા અને વૈશ્વિક સ્તરે ભારતીયો માટે ઈન્સ્યોરન્સ એવેન્યુ પ્રદાન કરવા પર ફોકસનો ભાગ છે.

ફંડ મેનેજમેન્ટમાં 20થી વધુ વર્ષની નિપુણતા અને રૂ. 1.3 લાખ કરોડની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) સાથે બજાજ લાઈફ ઈન્સ્યોરન્સ પેટા કંપની મારફત એનપીએસ સબ્સ્ક્રાઈબર્સ માટે પેન્શન ફંડ મેનેજમેન્ટ સર્વિસિઝ શરૂ કરવા જરૂરી નિયમનકારી મંજૂરીઓ લેશે. આ મંજૂરી સુનિશ્ચિત કરી કંપની તેની પ્રીમિયર એન્યુએટી પ્રોવાઈડરમાંથી એન્ડ-ટુ-એન્ડ રિટાયરમેન્ટ સોલ્યુશન્સ આર્કિટેકમાં પરિવર્તન પામશે. જે તમામ સામાજિક અને આર્થિક સ્તરના નાગરિકો માટે સુલભ ઈનોવેટિવ પેન્શન પ્રોડક્ટ્સ પૂરા પાડવાની ખાતરી આપશે.

તેની સાથે કંપની ગિફ્ટ સિટીમાં હાજરી સ્થાપિત કરવા માટે આગળ વધી રહી છે. જેના  માટે બજાજ લાઈફ ઈન્સ્યોરન્સ જરૂરી મંજૂરીઓ મેળવવા માટે ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA), ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) અને ગિફ્ટ SEZ સાથે જોડાણ કરશે. આ પહેલ વિશ્વના નાગરિકો અને એનઆરઆઈને લાઈફ ઈન્સ્યોરન્સ જરૂરિયાતો સાથે સંપત્તિ સર્જન કરવાની વૈશ્વિક તક પૂરી પાડશે. ગિફ્ટ સિટી  ગ્રાહકોને વિવિધ જરૂરિયાતોમાં તેમના જીવન લક્ષ્યોને પૂર્ણ કરવા માટે વિદેશી ચલણમાં મૂલ્યાંકિત લાઈફ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવા સક્ષમ બનાવશે.

બજાજ લાઈફ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ તરૂણ ચુઘે જણાવ્યું હતું કે, “PFRDA, IFSCA, IRDAI અને ગિફ્ટ SEZ પાસેથી મંજૂરી મેળવવા માટે બોર્ડની મંજૂરી એ ‘જીવન લક્ષ્યો’ને વધુ સંપૂર્ણ રીતે સક્ષમ બનાવવાની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતમાં સમર્પિત પેન્શન સોલ્યુશન્સની તાતી જરૂરિયાત છે. પીએફએમ કંપની અમને એનપીએસ અને રિટાયરમેન્ટ પ્રોડક્ટ્સનો સંપૂર્ણ સ્યૂટ ઓફર કરવાની મંજૂરી આપશે. વધુમાં, ગિફ્ટ સિટી અમારા માટે બજાજ લાઇફને વ્યાખ્યાયિત કરતા વિશ્વાસ અને ઈનોવેશન સાથે વૈશ્વિક સ્તરે ભારતીય સમુદાયની સેવા કરવાની એક મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે. અમે આ વિશિષ્ટ ક્ષમતાઓને અમારા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે નિયમનકારો સાથે નજીકથી કામ કરવા ઉત્સુક છીએ.”