સુરત, 21 જાન્યુઆરી: બિગબ્લોક્સ કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી કન્સોલિડેટેડ રેવન્યુ રૂ. 72.81 કરોડ નોંધાવી છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 56.82 કરોડની સરખામણીમાં વાર્ષિક 28.1% વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 8.06 કરોડ (એબિટા માર્જીન 11.06%) નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 6.11 કરોડ (એબિટા માર્જીન 10.75%) ની સરખામણીમાં 31.79%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક માટે કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 48.91 લાખ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025માં રૂ. 15.28 લાખની સરખામણીમાં વાર્ષિક 220% વૃદ્ધિ દર્શાવે છે.

કંપનીનાં પર્ફોર્મન્સ અંગે વાત કરતા બિગબેલોક કન્સ્ટ્રક્શનલિમિટેડનાં ચેરમેન નારાયણ સાબૂએ કહ્યું કે, “કંપનીની કામગીરીમાં સુધારો એ મજબૂત એક્ઝિક્યુશન અને બિઝનેસ રેઝિલિયન્સને દર્શાવે છે. સ્ટારબિગબ્લોક બિલ્ડીંગ મટિરીયલ અને બિગબ્લોક બિલ્ડીંગ એલિમેન્ટ્સનું મર્જર પ્રપોઝલ સ્કેલ, સ્પર્ધાત્મકતા તથા ભવિષ્ય માટે તૈયાર હોવાનું સુચવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કન્સોલિડેટેડ કેપેસિટી યુટીલાઇઝેશન આશરે 67% રહ્યું છે. સ્ટારબિગબ્લોક બિલ્ડીંગ મટિરીયલ લિમિટેડ અને બિગબ્લોક બિલ્ડીંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ માટે કેપેસિટી યુટીલાઇઝેશન અનુક્રમે 90% તથા 63% રહ્યું છે, જ્યારે સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ માટે 51% નોંધાયું છે.  

કન્સોલિડેટેડ ફાઇનાન્સિયલ હાઇલાઇટ્સ

Particulars  Q3 FY26Q3 FY25% Change
Revenue 72.8156.8228.13%
EBITDA8.066.1131.79%
EBITDA Margin (%)11.0610.7531 bps
PAT0.490.15220.10 %
       (Fig. In Rs Crore)

ડિસેમ્બર 2025માં પૂરા થતા નવ મહિના માટે કંપનીએ કામગીરીમાંથી રેવન્યુ રૂ. 196.48 કરોડ નોંધાવી છે, જે ગત વર્ષે રૂ. 160.05 કરોડની તુલનામાં વાર્ષિક 22.8%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં નવ મહિના માટે એબિટા રૂ. 11.24 કરોડ નોંધાયો છે.

કંપનીએ ઇએસજી વર્લ્ડ પર તેની એન્વાયર્મેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ (ESG) પ્રોફાઇલ લોન્ચ કરી છે, જે ગ્લોબલ સસ્ટેલેબિલિટી બેન્ચમાર્ક્સ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઇએસજી પ્રોફાઇલ હવે કંપનીની વેબસાઇટ પર સસ્ટેનેબિલિટી સેક્શન હેઠળ મળી રહેશે, જે ઇન્વેસ્ટર્સ, એનાલિસ્ટ્સ, ESG રેટિંગ એજન્સીઓ અને નાણાકીય સંસ્થાઓને ગ્લોબલ ફ્રેમવર્ક સાથે સંરેખિત મુખ્ય ESG મેટ્રિક્સમાં પ્રોગ્રેસને કાર્યક્ષમ રીતે ટ્રેક કરવા સક્ષમ બનાવે છે.