અમદાવાદ, 25 માર્ચ: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ તમામ નાગરિકોને ખાતરી આપી છે કે તેના વિશાળ નેટવર્કમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને ઘરેલુ LPG પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગુજરાતમાં BPCLના તમામ ફ્યુઅલ સ્ટેશનો અને ઘરેલુ LPG વિતરણ કેન્દ્રો સુચારૂ રીતે કાર્યરત છે અને ગ્રાહકોની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.

કોઈપણ પ્રકારની ચિંતા કે ઘબરાટમાં ખરીદી કરવાની જરૂર નથી. અમારી સપ્લાય ચેઇન વ્યવસ્થા મજબૂત અને કાર્યક્ષમ છે, જે સતત પુરવઠો સુનિશ્ચિત કરે છે. અમે તમામ ગ્રાહકોને શાંતિ જાળવવા વિનંતી કરીએ છીએ. BPCL ઊર્જાની ઉપલબ્ધતા અને વિશ્વસનીયતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પર અડગ છે.