નવી દિલ્હી, 12 માર્ચ 2026: કન્ટેન્ટ ઈન્ડિયા 2026 ભારતીય મનોરંજન ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ મંચ બનવા જઈ રહ્યું છે. ડિશ ટીવી અને C21Mediaના સહયોગથી આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમ 16 થી 18 માર્ચ દરમિયાન તાજ લેન્ડ્સ એન્ડ (Taj Lands’ End), મુંબઈ ખાતે યોજાશે. આ સમિટમાં ભારત અને વિશ્વભરના ઉદ્યોગના અગ્રણી નેતાઓ ભાગ લેશે, જ્યાં તેઓ મનોરંજન ઉદ્યોગના ટ્રેન્ડ્સ, ભાગીદારીઓ અને ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરશે. આ કાર્યક્રમ બ્રોડકાસ્ટર્સ, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ, સ્ટુડિયોઝ, પ્રોડક્શન હાઉસિસ અને ડિજિટલ કંપનીઓ માટે સહયોગ અને ભાગીદારીની ઉત્તમ તક પ્રદાન કરશે.

ઉદ્યોગમાં પરિવર્તન માટે મહત્વપૂર્ણ મંચ ડિશ ટીવી ઇન્ડિયાના સીઇઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ દોભાલે ભારતીય કન્ટેન્ટની વધતી વૈશ્વિક ઓળખ પર ભાર મૂકતા જણાવ્યું: કન્ટેન્ટ ઈન્ડિયા 2026નો હેતુ પણ એ જ છે કે ઉદ્યોગની તમામ મુખ્ય અવાજોને એક મંચ પર લાવવામાં આવે, જેથી ભારતીય મનોરંજન ઉદ્યોગના આગામી વિકાસના તબક્કાની દિશા નક્કી કરી શકાય.” ત્રણ દિવસ ચાલનારા આ કાર્યક્રમ દરમિયાન કમિશનિંગ, પ્રોડક્શન, મોનેટાઈઝેશન, આંતરરાષ્ટ્રીય સહકાર, ટેકનોલોજી અને IP જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થશે.

કાર્યક્રમની મુખ્ય ઝલક

  1. સ્ટેટ ઑફ ધ ઇન્ડિયન એન્ટરટેઇનમેન્ટ નેશનઃ આ સત્રમાં ભારતના કન્ટેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા ટ્રેન્ડ્સ, પડકારો અને તકો અંગે ચર્ચા થશે.
  2. કન્ટેન્ટ ઈન્ડિયા કો-પ્રો પિચઃ આ સત્રમાં પ્રારંભિક તબક્કાના સ્ક્રિપ્ટેડ અને અનસ્ક્રિપ્ટેડ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે, જે વૈશ્વિક ભાગીદારીની શોધમાં છે. બે વિજેતા પ્રોજેક્ટ્સ (એક સ્ક્રિપ્ટેડ અને એક અનસ્ક્રિપ્ટેડ) ને £10,000નું માર્કેટિંગ પુરસ્કાર આપવામાં આવશે..
  3. કન્ટેન્ટ સ્ટ્રેટેજીઝ: ભારતીય કમિશનર્સ અને બાયર્સ શું શોધી રહ્યા છેઃ  આ સત્રમાં કન્ટેન્ટ કમિશનિંગની પ્રાથમિકતાઓ, નવી કન્ટેન્ટ સ્ટ્રેટેજીઝ અને કો-પ્રોડક્શનની તકો અંગે ચર્ચા કરવામાં આવશે.
  4. ભારતીય પ્રોડક્શનમાં વર્તમાન ટ્રેન્ડ્સ: તમારા શોને ઑન-એર સુધી કેવી રીતે પહોંચાડવુઃ આ સત્રમાં કન્ટેન્ટ ડેવલપમેન્ટની સ્ટ્રેટેજીઓ, ફંડિંગ મોડલ્સ અને આંતરરાષ્ટ્રીય સહકારના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે.
  5. નવી કન્ટેન્ટ અર્થવ્યવસ્થામાં AIની મદદથી તમારા શોને વધુ પ્રભાવશાળી બનાવવુઃ આ સત્રમાં ચર્ચા કરવામાં આવશે કે જનરેટિવ AI કેવી રીતે પ્રોડક્શન પ્રક્રિયાને વધુ ઝડપી, અસરકારક અને સર્જનાત્મક બનાવી રહ્યું છે. જેમાં ભારતીય સ્ટોરીટેલિંગ, બૌદ્ધિક સંપત્તિ (IP) અને AI આધારિત કન્ટેન્ટ નિર્માણ અંગે ચર્ચા થશે.