કોર્પોરેટ ઈન્ડિયાએ જોખમની ક્ષમતા મજબૂત બનાવી
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ CIRI 2024 દર્શાવે છે કે એઆઈ અને સ્થિતિસ્થાપકતા આગેકૂચ કરે છે | CIRI 2024 નો સ્કોર વધીને 65 થયો, નવ ક્ષેત્રોએ વધુ સારી રીતે જોખમ હેન્ડલ કર્યા, ભારતીય કંપનીઓ માટે એઆઈ તક અને જોખમો બંને લાવ્યું |
મુંબઈ, 10 મે: ભારતીય કંપનીઓ ન કેવળ અસ્થિરતાની અસરથી બચી રહી છે પરંતુ તેઓ તેમાં ટકી રહેવા માચે સિસ્ટમ્સ પણ ઊભી કરી રહી છે. કોર્પોરેટ ઈન્ડિયાએ 2024માં તેના 65ના CIRI સ્કોર સાથે જોખમ પ્રત્યેનો તેનો અભિગમ સુધાર્યો છે જે તમામ સેક્ટર્સમાં ઓપ્ટિમાઇઝ્ડ રિસ્ક હેન્ડલિંગનો સંકેત આપે છે. 2023માં આ આંક 64 પર હતો. આ સુધારો રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલાની સ્થિતિ સહિત ભૂરાજકીય અસ્થિરતા, આર્થિક વિકાસની ધીમી પડેલી ગતિ, એઆઈ વિક્ષેપ અને સ્થાનિક અનિશ્ચિતતા સામે વ્યવસાયો જે પ્રકારે પ્રતિક્રિયા આપે છે તેમાં વ્યાપક પરિવર્તન દર્શાવે છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ચીફ કોર્પોરેટ સોલ્યુશન્સ, ઇન્ટરનેશનલ, બેન્કેશ્યોરન્સ સંદીપ ગોરડિયાએ જણાવ્યું હતું કે આ વર્ષના સંશોધનો સ્પષ્ટપણે બતાવે છે કે ભારતીય કંપનીઓ જોખમ સામે પ્રતિક્રિયા આપતી નથી, તે તેમના જોખમોને વધુ સારી રીતે મેનેજ કરે છે. આ પ્રગતિ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઇન્ડેક્સ દ્વારા દર્શાવવામાં આવેલા સુધારામાં જણાઈ આવે છે. વધી રહેલા પડકારો છતાં આ પ્રગતિ તરફી વલણ મજબૂત રિસ્ક મિટિગેશન ફ્રેમવર્ક તરફનો સક્રિય બદલાવ દર્શાવે છે. અમે લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતા તરફ પરિવર્તન જોઈ રહ્યા છીએ જ્યાં એઆઈ, ટકાઉપણું અને ડિજિટલ ચપળતા હવે કોર્પોરેટ વ્યૂહરચનામાં પાયાના સ્તરે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે અમે માનીએ છીએ કે અસરકારક રિસ્ક ગવર્નન્સ એ માત્ર અનુપાલનની કવાયત જ નથી, પરંતુ તે ટકાઉ વિકાસની સક્ષમકર્તા છે.
ફ્રોસ્ટ એન્ડ સુલિવન સાથેની ભાગીદારીમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા તૈયાર કરાયેલા કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઇન્ડેક્સ (CIRI) 2024ની પાંચમી એડિશનમાં જણાવાયું હતું કે આ પરિવર્તનને અનુરૂપ 2024માં ભારતીય કોર્પોરેટ્સે ફક્ત અનુકૂલન જ નહીં, પરંતુ તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હતી જેમાં નવ ઉદ્યોગોએ ‘સુપિરિયર રિસ્ક ઇન્ડેક્સ’નો દરજ્જો મેળવ્યો હતો. ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર, બીએફએસઆઈ, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની કંપનીઓએ તેમની મુખ્ય વ્યૂહરચનાઓમાં સ્થિતિસ્થાપકતાનો સમાવેશ કર્યો તથા અસ્થિરતાને પરિવર્તનની તકમાં ફેરવી હતી. એઆઈ અપનાવવા, સાયબર સુરક્ષા મજબૂતીકરણ અને ટકાઉપણાની પહેલ જોખમ પ્રાથમિકતાઓને આકાર આપતા મુખ્ય પરિબળો તરીકે ઊભરી આવ્યા હતા. રાષ્ટ્રીય ચૂંટણીઓથી લઈને ભૂરાજકીય અશાંતિ, ટેરિફ વોર, વૈશ્વિક તેલની અસ્થિરતા, વધેલા એક્સપોઝર સ્તર સુધીના બાહ્ય દબાણો છતાં કોર્પોરેટ ભારતે વધુ પૂર્વાનુમાનિત, શિસ્તબદ્ધ અને ભવિષ્ય-કેન્દ્રિત રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ સાથે પ્રતિક્રિયા આપી હતી જેના કારણે એકંદર સ્થિતિસ્થાપકતામાં માપી શકાય તેવો સુધારો થયો.
Indicator | 2024 | 2023 |
Corporate India Risk Index | 65 | 64 |
Risk Management Index | 68 | 67 |
Risk Exposure Index | 65 | 64 |
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ 2024ના સૌથી નિર્ણાયક વલણ તરીકે ઊભરી આવ્યું હતું. બીએફએસઆઇ અને ઉત્પાદનમાં પ્રિડિક્ટિવ એનાલિટિક્સથી લઈને હેલ્થકેરમાં એઆઈ-સંચાલિત ડાયગ્નોસ્ટિક્સ અને ઓટોમોટિવમાં ઓટોનોમસ સિસ્ટમ્સ સુધી કંપનીઓએ કાર્યક્ષમતા અને દૂરંદેશી વધારવા માટે એઆઈનો ઉપયોગ કર્યો હતો. છતાં તેને અપનાવવાના વલણે ડેટા પ્રાઇવસી, સાયબર સિક્યોરિટી અને નૈતિક શાસન અંગેની નવી નબળાઈઓ પણ રજૂ કરી હતી. ઘણા ક્ષેત્રોએ સક્રિયપણે પ્રતિભાવ આપ્યો હતો, અનુપાલન માળખાને મજબૂત બનાવ્યું હતું અને એઆઈ-સંબંધિત જોખમ ઘટાડામાં રોકાણ કર્યું હતું.
ફ્રોસ્ટ અને સુલિવનના ગ્લોબલ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ પાર્ટનર અરૂપ ઝુત્શીએ જણાવ્યું હતું કે ભારતના રિસ્ક કલ્ચરનો વિકાસ સ્પષ્ટ દેખાય તો છે જ, ઉપરાંત તે પરિવર્તનશીલ છે. અમે રિએક્ટિવ રિસ્ક મેનેજમેન્ટથી પ્રોએક્ટિવ રિસ્ક ઇન્ટેલિજન્સ તરફ નિર્ણાયક પરિવર્તન જોઈ રહ્યા છીએ, જ્યાં અપેક્ષા, ચપળતા અને વ્યૂહાત્મક દૂરંદેશી હવે વ્યવસાયિક સ્થિતિસ્થાપકતાનો મુખ્ય ભાગ છે. ફાર્માસ્યુટિકલ્સ, બીએફએસઆઈ અને ઉત્પાદન જેવા ક્ષેત્રો આ સંક્રમણનું નેતૃત્વ કરી રહ્યા છે, બોર્ડરૂમ સ્તરે જોખમ અંગેની વિચારસરણીને સમાવિષ્ટ કરી રહ્યા છે અને કોર્પોરેટ ઈન્ડિયા માટે સ્પર્ધાત્મક લાભના સ્ત્રોત તરીકે સ્થિતિસ્થાપકતાને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે.
CIRI 2024 ભારતીય કંપનીઓ જોખમ પ્રત્યે કેવું વલણ અપનાવે છે તેમાં એક મોટો ફેરફાર દર્શાવે છે. તે ફાયરફાઇટિંગથી આગળ વધીને દૂરંદેશીભર્યા વલણ તરફ આગળ વધે છે. કટોકટીનો સામનો કરવામાં સંતોષ ન માનીને કંપનીઓ હવે જોખમની અપેક્ષાને તેમના વ્યૂહાત્મક પ્રક્રિયાના કેન્દ્રમાં સમાવી રહી છે. રિસ્ક મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં સતત વધારો બોર્ડ-સ્તરના ઊંડા જોડાણ, પ્રશાસન માળખાને મજબૂત બનાવવા અને પરિસ્થિતિ-આધારિત આયોજન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યા હોવાનું દર્શાવે છે. આ પ્રગતિ સતત વૃદ્ધિ અને લાંબા ગાળાની સ્પર્ધાત્મકતાના ચાલકબળ તરીકે સ્થિતિસ્થાપકતાની ઇરાદાપૂર્વકની, વ્યૂહાત્મક પુનઃકલ્પના દર્શાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)