અમદાવાદ, 25 માર્ચ: બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન કંપની એરિસ લાઇફસાયન્સિસ લિમિટેડે (“Eris Lifesciences” or the “Company”) (BSE: 540596; NSE: ERIS) આજે વેલબાયોમ પ્રોબાયોટિક્સ પ્રા. લિ. (“Velbiom”) ના પ્રિસ્ક્રિપ્શન પ્રોબાયોટિક્સ બિઝનેસને રૂ. 50 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક પગલાથી એરિસના મેટાબોલિક વેલનેસ અને મહિલા આરોગ્ય ક્ષેત્રમાં તેની મજબૂત હાજરીને વધુ બળ મળશે.

વેલબાયોમ એક વિજ્ઞાન આધારિત બાયો-થેરાપ્યુટિક્સ કંપની છે, જે ભારત માટે વિશિષ્ટ માઇક્રોબાયોમ આધારિત સારવાર અને સંશોધનને આગળ વધારવા પ્રતિબદ્ધ છે. તે ભારતની પ્રથમ એવી વિશિષ્ટ પ્રોબાયોટિક કંપની છે, જે વિવિધ રોગો માટે, ખાસ સ્ટ્રેન માટે અને સાઇટ-સ્પેસિફિક પ્રોબાયોટિક ફોર્મ્યુલેશન્સની વિશાળ શ્રેણી રજૂ કરે છે.

આ સોદા હેઠળ મેળવાયેલી મુખ્ય બ્રાન્ડ્સ:

• Lactogut – મલ્ટી-સ્ટ્રેન ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ હેલ્થ ફોર્મ્યુલેશન• Lactogut UG – મહિલાઓમાં વારંવાર થતી યુટીઆઈ/યુરોજેનિટલ વેલનેસ• Lactovit – દૈનિક ગટ હેલ્થ અને ઇમ્યુનિટી સપોર્ટ માટે

આ સોદા અંગે એરિસ લાઇફસાયન્સિસ લિમિટેડના સીએમડી અમિત બક્ષીએ જણાવ્યું હતું કે, “પ્રિબાયોટિક્સ/પ્રોબાયોટિક્સ અમારા મુખ્ય ડાયાબિટીસ અને કાર્ડિયો-મેટાબોલિક બિઝનેસ માટે ઝડપી વિકસતું અને ઊંચી સંભાવના ધરાવતું ક્ષેત્ર છે. GLP-1 સારવાર અને ગટ માઇક્રોબાયોમ આરોગ્ય વચ્ચેનો ક્લિનિકલ સંબંધ એરિસ માટે તેના ડિસીઝ મેનેજમેન્ટને બધાથી અલગ તારવવા માટે નવી તકો ઊભી કરે છે.”