GJEPCએ જેમ્સ અને જ્વેલરી સેક્ટરને મજબૂત કરવા માટે બજેટ પૂર્વે સૂચનો આપ્યાં

મુંબઇ, 16 જાન્યુઆરીઃ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ દેશના નાણાં પ્રધાન માનનિય શ્રીમતી નિર્મલા સીતારામનને સૂચિત બજેટ અગાઉ કેટલાક સૂચન કર્યાં છે. આ સૂચનોમાં ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને વધારવા, વ્યાપાર કરવામાં વધુ સાનુકૂળતા કેળવવા તથા વૈશ્વિક પડકારો વચ્ચે ઉદ્યોગની મજબૂતીને સપોર્ટ કરવા માટે મુખ્ય નીતિ વિષય ઉપાયો અંગે માહિતગાર કરવામાં આવ્યા છે.
નાણાકીય વર્ષ 2024-25માં 28.7 અબજ ડોલરના મૂલ્યના ભારતના જેમ અને જ્વેલરીની નિકાસ, વિદેશી હૂંડિયામણની આવક તથા રોજગારી સર્જન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહેલ છે. જોકે ઉદ્યોગ હજું પણ અનેક પડકારોનો સામનો કરી રહેલ છે-જેમાં ભૂ-રાજકીય અનિશ્ચિતતા, અમેરિકાની ટેરિફ સંબંધિત કાર્યવાહીની અસર અને મુખ્ય બજારોમાં ગ્રાહકલક્ષી માંગમાં ઘટાડાનો સમાવેશ થાય છે.
જેમ-જેમ આ સેક્ટર નિકાસને વૈવિધ્યસભર કરવા અને નવા બજારોને શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે તેમ GJEPCએ સરકાર સમક્ષ લક્ષિત ડ્યુટીને તર્કસંગત કરવા તથા પ્રક્રિયામાં સુધારો કરવા અંગે વિચાર કરવાનો આગ્રહ કર્યો છે, જેથી ભારતીય ઉત્પાદકો ખર્ચની દ્રષ્ટિએ સ્પર્ધાત્મક બની રહી શકે છે. આ ભલામણોનો ઉદ્દેશ એક વધુ સારાં નીતિ-વિષયક માહોલનું સર્જન કરવાનો છે, જે જેમ્સ અને જ્વેલરીને લગતી વેલ્યૂ ચેઈનમાં ટકાઉ વિકાસ, ઈનોવેશન તથા વેલ્યૂ એડિશનને સપોર્ટ કરે.
GJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “જેમ અને જ્વેલરીના વૈશ્વિક વ્યાપાર એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. અમેરિકાના ઊંચા ટેરિફ, ગ્રાહકોની પસંદગીમાં પરિવર્તન તથા વૈશ્વિક સપ્લાઈ ચેઈનની સ્થિતિને જોતા હવે એ બાબત જોવી જરૂરી છે કે ભારત તેની સ્પર્ધાત્મકતાની સ્થિતિને યથાવત રાખે. બજેટ પૂર્વેની અમારી કેટલીક દરખાસ્તો ભારતીય નિકાસોને વધારે ખર્ચ-કાર્યક્ષમ એટલે કે કોસ્ટ-એફિશિએન્ટ બનાવવા, SEZ ઓપરેશનને મજબૂત કરવા અને રોકાણ તથા કૌશલ વિકાસને પ્રોત્સાહન આપનારી પોલિસી ફ્રેમવર્કને વધુ કાર્યક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. ભારતને વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગના હબ તરીકે સ્થાપિત કરવાનો તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ છે,જે વિશ્વના અગ્રેસર કટિંગ અને પોલિશિંગ સેન્ટર તરીકે તેની સ્થિતિને વધારે મજબૂત કરશે. સહાયક સુધારા તથા એક સ્થિર ટ્રેડ ઈકોસિસ્ટમની સાથે ભારત વર્તમાન વૈશ્વિક પડકારોનો સામનો કરી શકે છે તે ઉપરાંત ઈન્ટરનેશનલ જ્વેલરી માર્કેટમાં ગ્રોથના આગામી તબક્કાનું નેતૃત્વ પણ કરી શકે છે.”

GJEPC સૂચિત મહત્વની ભલામણો
1. રફ ડાયમંડ ટ્રેડિંગ માટે કર-વ્યવસ્થા ઉદાર(લિબ્રલાઇઝડ) કરવામાં આવે
ભારત કે જે વિશ્વમાં આશરે 90 ટકા રફ ડાયમંડને કટ અને પોલિશ કરે છે, તેની પાસે એન્ટવર્પ અને દુબઈ જેવા ગ્લોબલ ટ્રેડિંગ હબનો અભાવ છે. આ સમસ્યાને દૂર કરવા માટે GJEPC એ સ્પેશિયલ નોટિફાઈડ ઝોન (SNZs)માં કામ કનાર ફોરેન માઈનિંગ કંપનીઓ (FMCs) પર ઉદાર અને અનુમાનિત ટેક્સ સિસ્ટમ શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે. વર્તમાન 4 ટકા સેફ હાર્બર ટેક્સને ઘણો ઊંચો છે અને તે આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગને લગતી પ્રવૃત્તિમાં અવરોધરૂપ છે. બેલ્જિયમના સફળ “કેરેટ ટેક્સ” મોડલથી પ્રેરણા લઈ જેને એન્ટવર્પમાં ગ્લોબલ ડાયમંડ ટ્રેડિંગને આકર્ષિત કરેલ છે, GJEPC ભારતને ડાયમંડ ટ્રેડિંગ અને વેલ્યૂ ડિસ્કવરી સેન્ટરના સ્વરૂપમાં સ્થાપિત કરવા માટે આ પ્રકારની રીત અપનાવવાની દરખાસ્ત આપે છે. કાઉન્સિલ પ્રતિષ્ઠિત ગ્લોબલ બ્રોકર્સે ભારતમાં કામ કરવાની અનુમતિ પણ જોઈએ છે, જેથી ઘરેલુ બજારમાં પારદર્શક, લિક્વિડિટી અને ઈન્ટરનેશનલ ભાગીદારીમાં સુધારો થશે.
2. કટ અને પોલિશ્ડ સ્ટોન્સ પર ડ્યુટીને તર્કસંગત
GJEPCએ સરકારને કટ તથા પોલિશ્ડ ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોન્સ પર ઈમ્પોર્ટ ડ્યુટીને તર્કસંગત કરવાનો આગ્રહ કર્યો છે,જેથી ભારતીય નિકાસકારો ગ્લોબલ લેવલ પર સ્પર્ધાત્મક બની રહેલ છે. ભારતને માઈનિંગ દેશોની બેનિફિશિએશન પોલિસી, ડિમાન્ડમાં ઘટાડો તથા આફ્રિકા અને સાઉથ-ઈસ્ટ એશિયામાં નવા સ્પર્ધાત્મક સેન્ટર ઉભરી રહેલ હોવાથી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. વર્તમાન નિયમો અંતર્ગત માઈનિંગ દેશોમાંથી આયાત કરવામાં આવેલ સેમી-પ્રોસેસ્ડ ડાયમંડને “કટ અને પોલિશ્ડ”ના સ્વરૂપમાં ક્લાસિફાઈડ કરવામાં આવે છે અને તેના પર 5 ટકા બેસિક કસ્ટમ ડ્યુટી લાગે છે, જેથી ભારતીય નિકાસ ઓછી સ્પર્ધાત્મક થઈ જાય છે.
એવી જ રીતે અનેક રફ જેમસ્ટોનનું ઉત્પાદન કરનારા દેશોએ નિકાસને નિયંત્રિત કરી છે અથવા તો વધારે ડ્યુટી લગાવેલી છે. જેથી ભારતીય જ્વેલર્સે મેન્યુફેક્ચરિંગ માટે ફિનિશ્ડ જેમસ્ટોન્સની આયાત કરવી પડી રહી છે. આ સ્ટોન્સ પર વર્તમાન 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ખર્ચ વધે છે અને થાઈલેન્ડ તથા ચીન જેવા સ્પર્ધાત્મક દેશોની તુલનામાં ભારતની સ્થિતિને નબળી પાડે છે. આ માટે GJEPCએ મેન્યુફેક્ચરિંગ, રોજગારી તથા નિકાસ ગ્રોથને જાળવી રાખવા માટે કટ અને પોલિશ્ડ ડાયમંડ તથા જેમસ્ટોન્સ પર ડ્યુટી ઘટાડીને 2.5 ટકા કરવા તથા રફ જેમસ્ટોન્સ પર ડ્યુટીને નાબૂદ કરવાની ભલામણ કરી છે.
3. સોના અને ચાંદીની જ્વેલરી પર એડ-વેલોરમ ડ્યુટી ડ્રોબેક
મેટલની કિંમતોમાં ભારે વધઘટ વચ્ચે નિકાસકારોની કમાણીને સ્થિર કરવા માટે GJEPCએ વર્તમાન ફિક્સ્ડ-રેટ ડ્યુટી ડ્રોબેક સિસ્ટમને એડ-વેલોરમ (વેલ્યુ-બેસ્ડ) સિસ્ટમથી બદલવાની દરખાસ્ત કરી છે. વર્તમાન ફિક્સ્ડ ડ્રોબેક ફક્ત ચુકવવામાં આવેલ ડ્યુટીના આશરે 75-80 ટકા જ પરત કરે છે, જેથી નિકાસકારોને સતત નુકસાન થઈ રહ્યું છે. જ્યારે સોનાની કિંમતો રૂપિયા 99,000થી રૂપિયા 1,25,000 પ્રતિ 10 ગ્રામ વચ્ચે છે તો ફિક્સ્ડ રિફંડ સિસ્ટમ કોઈ જ કામનું રહેલ નથી. એડ-વેલોરમ સિસ્ટમથી યોગ્ય પ્રમાણમાં રિફંડ મળશે, જેથી જ્વેલરી નિકાસકર્તાઓને યોગ્ય વળતર અને અનુમાન લગાવવામાં સરળતા રહેશે. GJEPCના મતે આ પગલું ભારતની નિકાસોને ગતિ તથા વેલ્યુ ચેઈનમાં આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે.
4. ડ્યુટી ડ્રોબેક યોજનામાં પ્લેટિનિયમ અને ગોલ્ડ આર્ટીકલ્સને સામેલ કરવી
કાઉન્સિલે ડ્યુટી ડ્રોબેક સ્કીમ અંતર્ગત પ્લેટિનિયમ જ્લેવરી અને ગોલ્ડ આર્ટીકલ્સને સામેલ કરવાની માંગ કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાંથી પ્લેટિનિયમ જ્વેલરીની નિકાસ આશરે 17 ગણી વધી છે, જેમાં મોટાભાગે SEZમાંથી છે, જેમાં ડ્યુટીમાં છૂટનો લાભ મળે છે. જોકે, ડોમેસ્ટીક ટેરિફ એરિયા (DTA)ના નિકાસકર્તાઓને એવા પ્રોત્સાહન ન મળવાને લીધે નુકસાન થઈ રહ્યું છે. DTA યુનિટ્સને ડ્યુટી ડ્રોબેકનો ફાયદો આપવાથી સૌને સમાન તક મળશે. ડાઈવર્સિફિકેશનને પ્રોત્સાહન મળશે, અને પ્લેટિનિયમ અને હાઈ-એન્ડ ગોલ્ડ જ્વેલરી ઉત્પાદન માટે ભારતને ગ્લોબલ હબ બનવાની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકાશે.
5. વિદેશી પર્યટકો માટે ટેક્સ રિફંડ સ્કીમ
ભારતને એક પ્રીમિયમ લગ્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવા માટે GJEPCએ વિદેશી પર્યટકો માટે એક સર્વગ્રાહી ટેક્સ રિફંડ સ્કીમ શરૂ કરવાની ભલામણ કરી છે. અત્યારે ભારતમાં જવેલરી ખરીદનાર આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ પર બેઝીક કસ્ટમ્સ ડ્યુટી (BCD), એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC), અને ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) લાગે છે, જોકે ફક્ત GST હિસ્સો જ રિફંડેબલ છે. કાઉન્સિલ એક એવી સિસ્ટમની દરખાસ્ત આપી છે કે જે પર્યટકોને તમામ લાગૂ ટેક્સ પર રિફંડ ક્લેમ કરવાની મંજૂરી આપશે-જેમ કે દુબઈ અને સિંગાપુરમાં થાય છે- જેથી ભારતીય જ્વેલરી વધારે સ્પર્ધાત્મક કિંમતવાળી અને વૈશ્વિક ખરીદદારો માટે વધારે આકર્ષક બનશે. GJEPCનું માનવું છે કે આ પહેલ પર્યટકો સાથે સંકળાયેલ રિટેલને વધારે ઉત્તેજન આપશે અને “બ્રાન્ડ ઈન્ડિયા”ને એક લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન તરીકે મજબૂત કરશે.
6. સાનુકૂળતા અને વિકાસ માટે SEZની ફ્લેક્સિબિલિટી વધારવી
વૈશ્વિક માંગમાં ભારે વધઘટને લીધે નિકાસ પર્ફોમન્સ પર અસર થઈ છે. માટે GJEPCએ બિઝનેસને જાળવી રાખવા અને રોજગારીને બચાવી રાખવા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZs)માં ઓપરેશન ફ્લેક્સિબિલિટીની માંગ કરી છે. કાઉન્સિલે દરખાસ્ત કરી છે કે નિકાસમાં મંદી સમયે SEZ યુનિટ્સને ઘરેલુ ઓર્ડરમાટે “રિવર્સ જોબ વર્ક” કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી ખાલી રહેલી ક્ષમતાનો ઉપયોગ થઈ શકે. આ સાથે એવી પણ ભલામણ કરવામાં આવી છે કે ડ્યુટીની ચુકવણી કર્યાં વગર સ્ટોકને ડોમેસ્ટીક ટેરિફ એરિયા(DTA)માં ક્લિયર કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી વ્યય ઓછો થાય. “બિલ ટુ શિપ ટુ” મિકેનિઝમ મારફતે લોજિસ્ટીક્સને સરળ કરવાથી અનુપાલનને લઈ વધુ સરળતા કેળવી શકાશે તથા કાર્યદક્ષતામાં વધારો થશે. GJEPCનું કહેવું છે કે આ પગલું SEZsને વધુ લાભદાયક બનાવી રાખવા, કુશળ નોકરીઓનું રક્ષણ કરવા અને ભારતને ઉત્પાદનનું કેન્દ્ર તરીકે મજબૂત કરવામાં મદદ મળશે.
7. કસ્ટમ ધારામાં સુધારો અને કસ્ટમ પ્રક્રિયાને સરળ બનાવવી
GJEPCએ કસ્ટમ ધારો 1962માં ફેરફાર કરવાની જરૂરિયાત દર્શાવી છે. જેથી કસ્ટમ્સ પ્રોસેસને ઝડપભેર વધતા, એક્સપોર્ટ આધારિત જેમ્સ અને જ્વેલરી સેક્ટરની જરૂરિયાતો પ્રમાણે બનાવી શકાય. કાઉન્સિલે ઝડપ, પારદર્શિતા અને કોસ્ટ એફિશિએન્સને વધારે યોગ્ય બનાવવા માટે રિસ્ક-બેઝ્ડ કસ્ટમ્સ ક્લીયરન્સ, AI-ઈનેબલ્ડ ડિજિટલ અપ્રેઝલ અને વિશ્વાસપાત્ર નિકાસકારો માટે સેલ્ફ-સર્ટિફિકેશન જેવા સુધારાની ભલામણ કરી છે.
આ ઉપરાંત GJEPCએ તમામ કસ્ટમ પોર્ટ પર તૈયાર માલ-સામાનની નિકાસ તથા કાચા માલ-સામાનની આયાત માટે યુનિફોર્મ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOPs) અને સરળ પ્રક્રિયાની માંગ કરી છે, જેથી પ્રક્રિયામાં જે અવરોધો આવતા હોય છે તેને ઓછા કરી શકાય અને ઉદ્યોગ માટે બિઝનેસ કરવામાં સરળતા રહે.
8. લેબ-ગ્રોન ડાયમંડ માટે સીડ્સ પર ડ્યુટી સંબંધિત છૂટછાટને લંબાવવી
લેબ-ગ્રોન ડાયમંડ (LGD) સેગમેન્ટમાં ભારતની વૈશ્વિક લીડરશિપને જોતા GJEPCએ માર્ચ 2026 બાદ પણ ઈમ્પોર્ટેડ LGD સીડ્સ પર વર્તમાન ડ્યુટી છૂટને જાળવી રાખવાની ભલામણ કરી છે. જોકે ઈન્ડસ્ટ્રી હજુ પણ કન્સિસ્ટેન્સી અને યીલ્ડ માટે હાઈ-ક્વોલિટી ઈમ્પોર્ટેડ સીડ્સ પર આધાર રાખે છે. માટે કોસ્ટ કોમ્પિટીટીવનેસ અને નિકાસ ગ્રોથ જાળવી રાખવા માટે છૂટ વધારવી ઘણી જરૂરી છે. કાઉન્સિલનું માનવું છે કે આ પોલિસીને જાળવી રાખવાથી ઘરેલુ ઉત્પાદન વધશે, રોજગારીની તકો વધશે અને એ બાબત સુનિશ્ચિત થશે કે ભારત ઝડપભેર વૈશ્વિક LGD માર્કેટમાં પોતાની લીડરશિપ પોઝીશન જાળવી રાખે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
