અમદાવાદ, 6 જાન્યુઆરીઃ હિન્દુસ્તાન લેબોરેટરીઝ લિમિટેડે તેના પ્રસ્તાવિત આઇપીઓ માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું છે. કંપની બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ (બી2જી) ફ્રેમવર્ક હેઠળ સરકારી સંસ્થાઓ માટે મોટાપાયે જિનેરિક દવાઓનું ઉત્પાદન અને સપ્લાયની કામગીરી સાથે જોડાયેલી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની છે.

કંપનીના પ્રમોટર રાજેશ વસંતરાય દોશી, કુંજલ સી. દેઢિયા અને ક્રિશિવ રાજેશ દોશી છે. પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 14,100,000 ઇક્વિટી શેર્સના કુલ ઇશ્યૂ સાઇઝમાં 5,000,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને 9,100,000 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે. કંપની એકત્રિત કરાયેલા ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.

હિન્દુસ્તાન લેબોરેટરીઝ લિમિટેડ બિઝનેસ ટુ-ગવર્નમેન્ટ (બી2જી) ફ્રેમવર્ક હેઠળ સરકારી સંસ્થાઓ માટે જિનેરિક દવાઓના મોટાપાયે ઉત્પાદન અને સપ્લાયની કામગીરી સાથે સંકળાયેલી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની છે. તેની પ્રોડક્ટ્સ મુખ્યત્વે જિનેરિક ફોર્મ્યુલેશન્સ છે. આ એવી દવાઓ છે કે જેની પેટન્ટ્સ સમાપ્ત થઇ ગઇ છે તેમજ બીજી મોંઘી બ્રાન્ડેડ દવાઓના વિકલ્પ તરીકે તેનો ઉપયોગ થાય છે. કંપની ભારત સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સ તેમજ રાજ્ય સરકારની એજન્સીઓ અથવા સંસ્થાઓ માટે પ્રોક્યોરમેન્ટ કોન્ટ્રાક્ટ્સ હેઠળ તેની પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે.

30 સપ્ટેમ્બર, 2025 સુધીના છ મહિના કંપની તેની પ્રોડક્ટસ ભારતના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સપ્લાય કરે છે તેમજ નાણાકીય વર્ષ 2025માં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સપ્લાય કરે છે.

તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એક્યુટ અને ક્રોનિક બંન્ને પ્રકારની હેલ્થકેર જરૂરિયાતોને પૂર્ણ કરતા વિવિધ પ્રકારના થેરાપ્યુટિક સેગમેન્ટ્સનો સમાવેશ થાય છે. તેમાં એન્ટિ-એલર્જિક, એન્ટિ-ડાયાબિટીક, એન્ટિ-ઇન્ફેક્શન, એન્ટિ-મેલેરિયલ, એન્ટિપેરાસાઇટિક, બ્લડ સંબંધિત, કાર્ડિયાક, ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ, કેરાટોલિટીકનો સમાવેશ થાય છે. ન્યુટ્રિશનલ અને મિનરલ સપ્લીમેન્ટ્સ, પેઇન અને પીડાનાશક, રેસ્પિટેરી અને વિટામિન સપ્લીમેન્ટ્સનો સમાવેશ થાય છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાતા ઇક્વિટી શેર્સ બીએસઇ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનએસઇ) ઉપર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ચોઇસ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.