ઇન્ડિગોનો ચોખ્ખો નફો 62% વધી રૂ. 3,068 કરોડ

અમદાવાદ, 21 મેઃ એરલાઇન ઇન્ડિગો ચલાવતી ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 3,067.5 કરોડનો નફો નોંધાવ્યો હતો. એરલાઇને એક વર્ષ પહેલાના સમયગાળામાં રૂ. 1894.8 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની કામગીરીમાંથી આવક ગયા નાણાકીય વર્ષમાં રૂ. 17,825.3 કરોડથી 24 ટકા વધીને રૂ. 22,151.9 કરોડ થઈ છે, જે રૂ. 22,500 કરોડના અંદાજથી થોડી ઓછી છે. ઇન્ડિગોએ કંપનીના શેરધારકોની મંજૂરીને આધીન પ્રતિ ઇક્વિટી શેર રૂ. ૧૦ ના ડિવિડન્ડની ભલામણ પણ કરી છે.
EBITDAR (વ્યાજ, કર, ઘસારો, ઋણમુક્તિ અને ભાડા પહેલાંની કમાણી) વધીને રૂ. 6,948.2 કરોડ થઈ ગઈ છે જે એક વર્ષ પહેલા રૂ. 4,412.3 કરોડ હતી, જ્યારે તેનું માર્જિન 24.8 ટકાથી વધીને 31.4 ટકા થયું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
