અમદાવાદ, 29 ડિસેમ્બરઃ નિફ્ટી-50 ધીરે ધીરે 22000 પોઇન્ટની સર્વાધિક સપાટી ભણી સરકી રહ્યો છે. ગુરુવારે સ્ટ્રોંગ મૂવ સાથે તમામ સેક્ટોરલ્સને સાથે રાખીને નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી નજીક દોજી કેન્ડલ દર્શાવી છે. ઉપરમાં 22000 પોઇન્ટની સપાટી રેઝિસ્ટન્સ રહેશે. 22 હજારની સપાટીએ રાઉન્ડ નંબરની સાથે સાથે સાયકોલોજિકલ સપાટી પણ બની રહે છે. તે ધ્યાનમાં લેતાં કામચલાઉ નેગેટિવલ સેન્ટિમેન્ટ અને પ્રોફીટબુકિંગ જોવા મળી શકે છે. પરંતુ મોટાભાગના કાઉન્ટર્સમાં ખરીદીનો પ્રવાહ જારી રહ્યો છે. તે જોતાં શુક્રવારે નિફ્ટી માટે સપોર્ટ 21704- 21629 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 21827- 21876 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવા રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ સલાહ આપે છે.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2620 મહત્વની રેઝ્સ્ટન્સ સપાટી રહેશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે રૂ. 2620ની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ટેકનિકલી જોવા મળી રહી છે. તે ક્રોસ થતાં (એક્સ જિયો ફાઇનાન્સ)ની સર્વોચ્ચ સપાટી પણ ક્રોસ કરવા સક્ષમ હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે. આ કાઉન્ટરમાં સેન્સેક્સ પેકની અન્ય સ્ક્રીપ્સની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હોવાથી 2024ના વર્ષ માટેના વોચ લિસ્ટમાં રાખવાની રોકાણકારોને સલાહ મળી રહી છે. તે ઉપરાંત અન્ય ઇન્ટ્રા-ડે વોચ લિસ્ટમાં જિયો ફાઇનાન્સ, ઇરેડા, હુડકો, ઇપકા લેબ્સ, આઇટીસી, અદાણી પોર્ટ, અદાણી ગ્રીન, અંબિકા કોટન, લૌરસ લેબ્સ, સિરકા પેઇન્ટ્સ, એસજેવીએન, વીપ્રો

બેન્ક નિફ્ટીઃ 48636 પોઇન્ટની 52 વીકની નવી ટોચની સપાટીએ સ્પર્શી ગયેલો બેન્ક નિફ્ટી દિવસની હાઇ રેન્જ નજીક 48100 પોઇન્ટની સપાટી આસપાસ દોજી કેન્ડલ દર્શાવે છે. અવરલી સપોર્ટીંગ ચાર્ટ પણ દર્શાવે છે કે, 47600 પોઇન્ટના રિવર્સલ પોઇન્ટને બાદ કરતાં સુધારાની ચાલમાં આગેકૂચ જોવા મળી શકે છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)