માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24710-24586, રેઝિસ્ટન્સ 24925-25016, નિફ્ટી 25000 ક્રોસ થવાનો પ્રબળ આશાવાદ
આગામી શેસનમાં, નિફ્ટી માટે 24,700–24,650 ઝોન મહત્વપૂર્ણ રહેવાની ધારણા છે, કારણ કે આ લેવલથી નીચે બ્રેક નિફ્ટીને 24,450 તરફ ખેંચી શકે છે. જોકે, તેનાથી ઉપર રહેવાથી નિફ્ટી 25,000ના લેવલ તરફ જઈ શકે છે.
Stocks to Watch: | BajajAuto, Ipca, Mazagon, LemonTree, Suzlon, NBCC, Ola, Sobha, AmaraRaja, GujaratPipavav, ICRA, SJVN, NLC, HarshaEngi, IFBAgro, INDIGO |
અમદાવાદ, 30 મેઃ લાસ્ટ એક્સપાયરીની સરખામણીમાં નિફ્ટીએ 2.5 ટકાનો સુધારો નોંધાવ્યો છે. તે જોતાં 24650નું લેવલ રોક બોટમ અર્થાત્ મજબૂત સપોર્ટનું જણાય છે. ઉપરમાં 25000ના લેવલનો આશાવાદ અકબંધ બન્યો છે. તે ક્રોસ થાય તો 25200- 25500 પોઇન્ટના લેવલ સુધીના સુધારાની શક્યતા નકારી શકાય નહિં. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ પણ સૂચવે છે કે, મોમેન્ટમ સાથે પોઝિટિવ સંકેત માર્કેટમાં સુધારાની શક્યતા દર્શાવે છે. અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ પોઝિટિવ હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવે છે.

30મેના રોજ બેન્ચમાર્ક ઇન્ડાઇસિસ સારી શરૂઆત માટે તૈયાર છે, જેમાં GIFT નિફ્ટી શરૂઆતના સુધારાનો સંકેત આપે છે. નિફ્ટી 0.44 ટકા વધીને 24,940ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જેનાથી આશા જાગી છે કે નિફ્ટી આજના સત્રમાં 25,000ના લેવલને ફરીથી પ્રાપ્ત કરી શકે છે. મન્થલી F&O એક્સપાયરી સાથે જોડાયેલી અસ્થિરતાને કારણે ફ્રન્ટલાઇન ઇન્ડાઇસિસ ઇન્ટ્રાડે નીચા લેવલથી ફરી ઊંચા બંધ થયા. આગામી શેસનમાં, નિફ્ટી માટે 24,700–24,650 ઝોન મહત્વપૂર્ણ રહેવાની ધારણા છે, કારણ કે આ લેવલથી નીચે બ્રેક નિફ્ટીને 24,450 તરફ ખેંચી શકે છે. જોકે, તેનાથી ઉપર રહેવાથી નિફ્ટી 25,000ના લેવલ તરફ જઈ શકે છે.


ફન્ડ ફ્લો એક્શનઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 884 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 4,286 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. અત્યાર સુધીના વર્ષમાં, FIએ I 1,14,964 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે, જ્યારે DII એ 2,66,169 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.
ઇન્ડિયા VIX 8.87 ટકા ઘટીને 16.42 ના સ્તરે પહોંચ્યો હતો, જેનાથી તેજીવાળાઓને રાહત મળી હતી. હકીકતમાં, ઇન્ડેક્સ તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે આવી ગયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)