MARKET LENS: NIFTY માટે સપોર્ટ 25582- 25499, રેઝિસ્ટન્સ 25770- 25875

નિષ્ણાતોના મતે, NIFTY જો 25,450 (તાત્કાલિક મુખ્ય સપોર્ટ)ને જાળવવા સાથે જો 25900 પોઇન્ટની સપાટી ક્રોસ કરે તો 25,600 અથવા 26,000 તરફની સફર માટે 25,900 ક્રોસ કરવાની જરૂર છે. જો તે ક્રોસ થઇ જાય તો ઉપરમાં 26,200–26,300 ઝોન સંભવિત લક્ષ્ય હોઈ શકે છે.
| Stocks to Watch: | Infosys, ICICIPruAMC, HDBFina, NuvocoVistas, AngelOne, 360ONE, SIBnk, SwarajEngines, Biocon, RailTel, HindustanZinc, PNB, TataSteel, MCX, LaurusLabs |
અમદાવાદ, 16 જાન્યુઆરીઃ નિફ્ટીએ બુધવારના રોજ 25500 પોઇન્ટની મહત્વની સપોર્ટને જાળવવા સાથે 20 દિવસીય એસએમએ (26000)ની નીચે બંધ આપ્યું છે. આરએસઆઇ પણ 39 આસપાસ બેરિશ મોમેન્ટમનો સંકેત આપે છે. જો નિફ્ટી 25500ની સપાટી જાળવી શકે છે તો સુધારાની ચાલમાં 15800 પોઇન્ટ જોવા મળી શકે. ઉપરમાં 26000 પોઇન્ટની રેઝિસ્ટન્સ અને નીચામાં 25400 પોઇન્ટના સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી સલાહ ટેકનિકલ નિષ્ણાતો તરફથી મળી રહી છે.

NIFTYએ છેલ્લા ચાર સત્રો માટે બંધ ધોરણે 300 પોઈન્ટની ચુસ્ત રેન્જમાં વેપાર કરવાનું ચાલુ રાખ્યું છે. જેમાં ટેકનિકલ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ તરફથી મિક્સ ટૂ બેર ટ્રેન્ડ સંકેતો હતા. નિષ્ણાતોના મતે, NIFTYએ 25,450 (તાત્કાલિક મુખ્ય સપોર્ટ) તરફ ઘટાડા માટે 25,600 (100-દિવસના EMAની આસપાસ) તોડવાની જરૂર છે અથવા 26,000 તરફ ઉપરની સફર માટે 25,900 (50-દિવસના EMA) ક્રોસ કરવાની જરૂર છે, તેની ઉપર 26,200-26,300 ઝોન સંભવિત લક્ષ્ય હોઈ શકે છે.

દરમિયાન, જ્યાં સુધી બેંક નિફ્ટી બંધ ધોરણે 59,500 ધરાવે છે, ત્યાં સુધી 59,800-60,000થી આગળ વધવાની શક્યતાઓ ઊંચી છે; જોકે, તેની નીચે, 59,300-59,000 લેવલ્સ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
14 જાન્યુઆરીના રોજ, NIFTY 67 પોઈન્ટ ઘટીને 25,666 પર પહોંચ્યો, જ્યારે બેંક નિફ્ટી 1.35 પોઈન્ટ વધીને 59,580 પર પહોંચ્યો હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે NSE પર કુલ 1498 શેર ઘટ્યા હતા, જ્યારે 1385 શેર સુધર્યા હતા.
| Stocks Trade Ex-Dividend | TCS, HCL Tech, Jaro Institute, TAAL Tech |
| Stock Trades Ex-Date for Split, Bonus | Best Agrolife |
| Stocks in F&O ban | Sammaan Capital, SAIL |
INDIA VIX: ઊંચા સ્તરે રહ્યો, તેના 20-, 50- અને 100-દિવસના EMAs થી ઉપર રહ્યો, અને 11.32 પર સમાપ્ત થતાં પહેલાં ઇન્ટ્રાડે 11.50 ઝોનની નજીક ચઢ્યો, જે 1.09 ટકા વધ્યો હતો. આ સૂચવે છે કે VIX નિર્ણાયક રીતે 10 ઝોનથી નીચે ન આવે ત્યાં સુધી તેજીવાળાઓ માટે સતત સાવચેતી રાખવી પડશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
