મેઇનબોર્ડ IPOમાં ફરી ઉછાળો: ભારતના બજારોમાં સ્થિતિસ્થાપકતાના સંકેત
અમદાવાદ, 8 જુલાઇઃ બે મહિનાના વિરામ પછી મેઇનબોર્ડ IPO ફરી આવ્યાં: મે મહિનામાં પ્રાઈમરી માર્કેટમાં 9 પ્રારંભિક જાહેર ભરણાએ (IPO) ફક્ત રૂપિયા 5,600 કરોડ જેટલી રકમ એકત્ર કરતા બજારમાં સામાન્ય ગતિ જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે, બે મહિના સુધી કોઈ પણ મેઈનબોર્ડ IPO ન આવતા, ત્રણ કંપનીઓએ આશરે રૂપિયા 1,750 કરોડના સરેરાશ ઇશ્યૂ કદ સાથે બજારમાં પગ મૂક્યો હતો- જે વ્યાપક પુનઃસક્રિયતાના પ્રારંભિક સંકેત આપે છે, કેમ કે ઘણી કંપનીઓ ઇક્વિટી બજારોમાં પ્રવેશ કરવાનું વિચારી રહી છે. ફુગાવામાં ઘટાડો થવાના પ્રારંભિક સંકેત, મધ્યસ્થ બેંક તરફથી રેકોર્ડ સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર, યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) તેમજ યુએસ અને EU સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટો સહિતની સકારાત્મક સંભાવનાઓ વચ્ચે મેક્રોઇકોનોમિક સ્થિરતામાં સુધારાનો તેને ટેકો મળ્યો હતો. જો કે, પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય તણાવમાં તાજેતરમાં થયેલો વધારો આ ગતિ પર ઓછાયો પાડી શકે છે, સંભવિત રીતે કોમોડિટીના ભાવ અને વૈશ્વિક વેપાર પ્રવાહને ડામાડોળ કરી શકે છે, જે નજીકના ગાળામાં ઇશ્યૂ લાવનારના સેન્ટિમેન્ટને પ્રભાવિત કરી શકે છે.
IPOમાં આ વધારા છતા, મે મહિનામાં ઇક્વિટી ઇશ્યૂ તીવ્ર ઘટાડા સાથે રૂપિયા 3,750 કરોડ નોંધાયા છે, જે એપ્રિલમાં એકત્ર કરવામાં આવેલા રૂપિયા 49,000 કરોડની સરખામણીમાં ભારે ઘટાડો દર્શાવે છે. ડેટ માર્કેટ્સે આ નબળા વલણને પ્રતિબિંબિત કર્યું છે, જેમાં એકત્ર કરવામાં આવેલું કુલ ભંડોળ રૂપિયા 1.3 લાખ કરોડ રહ્યું છે. તેમાં પણ કોમર્શિયલ પેપર્સ (CPs) આ ઇશ્યૂનો 54% હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીના 46% ખાનગી પ્લેસમેન્ટના માધ્યમથી નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) તરફથી આવ્યા હતા.
નોંધનીય છે કે, મે મહિનામાં ત્રણેય મેઈનબોર્ડ આઈપીઓ કન્ઝ્યુમર આધારિત સેક્ટરના હતા – જે નાણાકીય વર્ષ 2025માં જોવા મળેલા પ્રબળ વલણનું સાતત્ય હતું, જ્યારે આ સેક્ટરે મેઈનબોર્ડ આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલા રૂપિયા 1.6 લાખ કરોડનો 40% હિસ્સો મેળવ્યો હતો. સંસ્થાકીય ભાગીદારી મજબૂત રહી, જેમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs)ને ફાળવણીનો 67% હિસ્સો મળ્યો, ત્યારબાદ રિટેલ ઈન્ડિવિડ્યુઅલ ઈન્વેસ્ટર્સને (RIIs) 21% અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સને (NIIs) 12% હસ્સો મળ્યો, જે મેઈનબોર્ડ આઈપીઓ માટે ગયા વર્ષની પેટર્ન સાથે વ્યાપકપણે સુસંગત છે. જો કે, SME ઇમર્જ પ્લેટફોર્મ પર, વિતરણ RIIs (37%) તરફ વધુ ઝુક્યું છે, કેમ કે QIB અને NIIને છેલ્લા બે મહિનામાં અનુક્રમે 34% અને 24% ફાળવણી મળી છે.



મહિનામાં નવા IPO
મેઇનબોર્ડ IPO મજબૂત લિસ્ટિંગ સાથે ચમક્યા: મે મહિનામાં લિસ્ટેડ થયેલા ત્રણ મેઇનબોર્ડ IPOમાં તમામનું વધારા તરફી લિસ્ટિંગ થયું હતું. એક મુખ્ય બાબત નવા ઇશ્યુનું વર્ચસ્વ હતું, જે કુલ ઇશ્યુ કદના 93% જેટલું હતું – જે પાછલા સમગ્ર નાણાકીય વર્ષમાં જોવા મળેલા 35% નવા મૂડી ભાગ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. સંયુક્ત રીતે, આ ત્રણ કંપનીઓએ મે મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસ સુધીમાં બજાર મૂડીકરણમાં રૂપિયા 20,000 કરોડથી વધુનો ઉમેરો કર્યો હતો. SMEના મોરચે, NSE ઇમર્જ પ્લેટફોર્મ પર મિશ્ર પ્રદર્શન સાથે છ કંપનીઓ લિસ્ટેડ થઈ: જેમાંથી ત્રણ કંપનીઓએ પ્રવેશ સમયે 1% થી 27% સુધીનો વધારો નોંધાવ્યો, જ્યારે બાકીની ત્રણ કંપનીઓએ પ્રવેશ સમયે 10% થી 48% ડિસ્કાઉન્ટ નોંધાવ્યું. નોંધનીય છે કે, મે મહિનાના છેલ્લા કાર્યકારી દિવસ સુધીમાં ઇમર્જ પર લિસ્ટેડ 619 કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ રૂપિયા 2 લાખ કરોડના આંકને પાર કરી ગયું હતું, જેમાં મેઈન બોર્ડ તરફ વળેલી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. મહિના દરમિયાન, આ SME કંપનીઓએ બજાર મૂલ્યમાં રૂપિયા 12,000 કરોડથી વધુનો ઉમેરો કર્યો, જેમાંથી આશરે રૂપિયા 779 કરોડ મે મહિનામાં નવી લિસ્ટેડ કંપનીઓ તરફથી આવ્યા હતા.





(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
