ઓમ્નીટેક એન્જિનિયરીંગે ડીઆરએચપી ફાઇલ કર્યું
અમદાવાદ, 27 જૂનઃ પ્રિસિઝન-એન્જિનિયર્ડ કોમ્પોનન્ટ્સના ઉત્પાદક ઓમ્નીટેક એન્જિનિયરીંગે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 850 કરોડ ઊભાં કરવા માટે મૂડીબજાર નિયામક સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
આ આઇપીઓમાં રૂ. 520 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર ઉદયકુમાર અરૂણકુમાર પારેખ દ્વારા રૂ. 330 કરોડના મૂળ્યના ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે, તેમ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી)માં દર્શાવાયું છે.
કંપની રૂ. 104 કરોડના શેર્સના પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટની પણ યોજના ધરાવે છે અને જો પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ પૂર્ણ થાય તો ફ્રેશ ઇશ્યૂનું કદ ઘટાડવામાં આવશે.
ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ દેવાની પુનઃચૂકવણી, બે નવી ઉત્પાદન સુવિધાઓની સ્થાપના કરવા, મૂડી ખર્ચની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.
ઓમ્નીટેક એન્જિનિયરિંગ હાઇ-પ્રિસિઝન એન્જિનિયર્ડ કોમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરે છે તથા એનર્જી, મોશન કંટ્રોલ અને ઓટોમેશન, ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ સિસ્ટમ્સ તેમજ અન્ય વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો જેવા ઉદ્યોગોમાં વૈશ્વિક ગ્રાહકોને પુરવઠો પૂરો પાડે છે.
તેના ક્લાયન્ટ્સમાં હેલિબર્ટન એનર્જી સર્વિસીસ, સુઝલોન, ઓશકોશ એરોટેક, વેધરફોર્ડ, લુફકિન ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલગિયર, ડોનાલ્ડસન કંપની, પુશ ઇન્ડસ્ટ્રીઝ અને ભારત એરોસ્પેસ મેટલ્સનો સમાવેશ થાય છે.
કંપની યુએસ, યુએઇ, જર્મની, બલ્ગેરિયા અને સ્વિડન સહિતના 22 દેશોમાં 220થી વધુ ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ હાઇ-પ્રિસિઝન કોમ્પોનન્ટ્સ સપ્લાય કરે છે.
કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે. ઇક્વિરસ કેપિટલ અને આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ બુક-રનિંગ લીડ મેનેજર્સ તથા એમયુએફજી ઇનટાઇમ ઇન્ડિયા (અગાઉ લિંક ઇનટાઇમ ઇન્ડિયા તરીકે જાણીતા) આઇપીઓના રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
