અમદાવાદ, 2 ડિસેમ્બરઃ ભારતની અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે ગુજરાતમાં મકાન ખરીદવા માટેની આકાંક્ષાઓને ટેકો આપવા માટેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે. કંપની પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY)નો ગ્રાહકો લાભ લઈ શકે તેના પર સતત ધ્યાન આપી રહી છે. PMAY-U 2.0 પર તેના વ્યૂહાત્મક ધ્યાનના ભાગરૂપે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ પરિવારો, ખાસ કરીને પહેલી વખત ઘર ખરીદનારાઓને તેમની મકાન ખરીદવાની પ્રક્રિયા સરળ બને તે માટે મદદ કરી રહી છે તથા સૌના માટે ઘરના સરકારના વ્યાપક વિઝનને ટેકો આપી રહી છે. કંપનીએ અમદાવાદમાં એક મીડિયા કોન્ફરન્સને સંબોધિત કરી હતી જ્યાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જતુલ આનંદ અને ચીફ સેલ્સ ઓફિસર શ્રી મુકેશ અગ્રવાલ હાજર રહ્યા હતા, જેમણે પીએમએવાય-યુ 2.0 ના રોડમેપ અને કમિટમેન્ટ પર સમજ આપી હતી.

પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાતમાં PMAY-U 2.0 હેઠળ માર્ચ-27 સુધીમાં રૂ.500 કરોડ ફાળવશે

પીએનબી હાઉસિંગનું એફોર્ડેબલ હાઉસિંગ સોલ્યુશનરોશની હોમ લોન્સ,દેશના અર્ધ-શહેરી વિસ્તારોમાં,ખાસ કરીને પોતાના ઘરની માલિકી મેળવવાની સમગ્ર પ્રક્રિયા શરૂ કરવા માંગતા ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને સેવાઓ પૂરી પાડે છે. 14 સમર્પિત રોશની બ્રાન્ચ સહિત 36 બ્રાન્ચ સાથે કંપની માટે ગુજરાત વિકાસનું એક મુખ્ય ક્ષેત્ર રહ્યું છેજે રાજ્યમાં ગહન પ્રસાર અને ગ્રાહકો માટે વધુ સારી સુલભતા સુનિશ્ચિત કરે છે. કંપની તેના પોસાય તેવા દરના મકાનો અને ઉભરતા બજારોમાં ધિરાણના સોલ્યુશન્સ દ્વારા અનૌપચારિક અને સ્વ-રોજગાર ધરાવતા વર્ગો માટે અનુરૂપ ઉકેલો પણ પ્રદાન કરે છે. આ રીતે કંપની પરંપરાગત આવકના દસ્તાવેજોની પ્રક્રિયાથી આગળ વધીને મકાન માટે ધિરાણની પહોંચને વિસ્તારે છે.

જતુલ આનંદ, ED, PNB HOUSING

કંપનીની પહેલ અંગે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જતુલ આનંદે જણાવ્યું હતું કે “અમે સરકારની PMAY-U 2.0 જેવી દૂરંદેશી પહેલની સરાહના કરીએ છીએ,જેણે હાઉસિંગના ક્ષેત્રને સમૂળગું બદલી નાંખ્યું છે અને લોકોને તેમનું પોતાનું ઘર ખરીદવાના સ્વપ્નની નજીક લઈ ગઈ છે. ગુજરાત અમારા સૌથી આશાસ્પદ બજારોમાંના એક તરીકે ઉભરી આવ્યું છેઅને ગ્રાહકો માટે હોમ લોનની પહોંચને સરળ બનાવવાના મિશનને ટેકો આપવાનો અમને ગર્વ છે. અમે PMAY-U 2.0 યોજના વિશે નાગરિકોમાં જાગૃતિ લાવીને અને વ્યાજ સબસિડી લાભો પૂરા પાડીને નાણાંકીય સમાવેશકતાને આગળ વધારવા પ્રતિબદ્ધ છીએ. આ રીતે અમે રાષ્ટ્ર નિર્માણ અને વિકસિત ભારતના બહોળા લક્ષ્યાંકમાં યોગદાન આપીએ છીએ.”

10,000થી વધુ લાયક ઠરેલા લાભાર્થીઓને રૂ. 1,530 કરોડ મંજૂર કર્યાPMAY-U 2.0 એજન્ડા અને સૌના માટે ઘરની સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે
વિવિધ પ્રકારની પ્રોડક્ટ ઓફરિંગ્સ નાગરિકોને પોતાનું મકાન ખરીદવા માટે સક્ષમ બનાવે છે3 લાખ લોન કસ્ટમર્સ અને 1.40 લાખ ડિપોઝિટ કસ્ટમર બેઝ સાથે ત્રીજું સ્થાન ધરાવતી કંપની
માર્ચ-27 સુધીમાં રૂ. 1 લાખ કરોડની લોન બુકનો ટાર્ગેટતેમાં ગુજરાતનો હિસ્સો આશરે રૂ. 10000 કરોડનો રહી શકે તેવી શક્યતા
ગુજરાતમાં 30000થી વધુ કસ્ટમર બેઝ ધરાવતી કંપની 26 બ્રાન્ચ સાથે કાર્યરતઆગામી વર્ષે બેન્ક તેની બ્રાન્ચ સંખ્યા વધારી 500ની કરશે

PMAY-U 2.0 ને અપનાવવા અને જાગૃતિ વધારવા માટે,પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ સમગ્ર ગુજરાતમાં મોટાપાયે આઉટરીચ કેમ્પેઇન હાથ ધરશે, જેમાં અર્ધ-શહેરી જિલ્લામાં ઇન્ટરેક્ટિવ સેશન્સ અને નિર્ધારિત લાભાર્થીઓ માટે ટાર્ગેટેડ પ્રોગ્રામ્સ યોજવામાં આવશે. આ પહેલ ઘર ખરીદવાની મહત્વાકાંક્ષા ધરાવતા લોકોને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ જેવા વિશ્વસનીય ધિરાણ ભાગીદારો દ્વારા PMAY સાથે જોડાયેલી લોન મેળવવા માટે તેમની પાત્રતા,વ્યાજ સબસિડી લાભો અને શરૂઆતથી અંત સુધીની સમગ્ર પ્રક્રિયા સમજવામાં મદદ કરશે.

કંપનીએ તેની ડિજિટલ પરિવર્તન યાત્રા ચાલુ રાખી છે અનેઅત્યાધુનિક ટેક સ્ટેક અને ઓમ્ની-ચેનલ હાજરી દ્વારા ગ્રાહકને સરળ અનુભવ પ્રદાન કરે છે. તાજેતરમાં ઈન્ડિયા રેટિંગ્સે તેનું રેટિંગ ‘IND AA+’ થી અપગ્રેડ કરીને ‘IND AAA’ કર્યું છે,જે સતત નાણાંકીય મજબૂતાઈ અને એસેટ ક્વોલિટીમાં થયેલો સુધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2027 સુધીમાં રૂ. 1 લાખ કરોડની લોન બુક હાંસલ કરવાની યોજના અને સમગ્ર ભારતમાં 500થી વધુ શાખાઓના નેટવર્ક સાથે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ હાઉસિંગ-સંચાલિત વિકાસને આગળ વધારવા પર ધ્યાન આપી રહી છે.