અમદાવાદ, 7 જુલાઇઃ લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર શેડોફેક્સ ટેક્નોલોજીસ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા માટે સેબીમાં કોન્ફિડેન્શિયલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. આઇપીઓનું અંદાજિક કદ રૂ. 2,000-રૂ. 2,500 કરોડ વચ્ચે હોઇ શકે છે, જેમાં ફ્રેશ ઇશ્યૂ અને વર્તમાન શેરહોલ્ડર્સ દ્વારા ઓફર ફોર સેલ (ઓએફએસ)નું મિશ્રણ રહેશે. કંપનીનું અંદાજિત વેલ્યુએશન આશરે રૂ. 8,500 કરોડની આસપાસ રહેશે.

ફેબ્રુઆરી 2025માં કંપનીએ અંદાજિત રૂ. 6,000 કરોડના વેલ્યુએશન ઉપર પ્રાઇમરી અને સેકન્ડરી કેપિટલ મેળવી હતી. કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ ક્ષમતામાં વધારો કરવા, વૃદ્ધિને વેગ આપવા તથા કંપનીના નેટવર્ક બિઝનેસમાં વધુ રોકાણ માટેની યોજના ધરાવે છે. કંપનીની આવકમાં ઇ-કોમર્સ સેગમેન્ટનું યોગદાન આશરે 75 ટકા સાથે સૌથી વધુ છે. બાકીની આવક ક્વિક કોમર્સ અને હાયપરલોકલ ડિલિવરીમાંથી મળે છે.

શેડોફેક્સ ફ્લિપકાર્ટ, ટીપીજી, એઇટ રોડ વેન્ચર્સ, મિરે એસેટ વેન્ચર્સ અને નોકિયા ગ્રોથ ફંડ્સ જેવાં પ્રમુખ રોકાણકારો દ્વારા સમર્થિત છે. શેડોફેક્સ ઇ-કોમર્સ એક્સપ્રેસ પાર્સલ અને મૂલ્ય-વર્ધિત સેવાઓ માટે ભારતના અગ્રણી લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર છે. 2,200થી વધુ શહેરો અને 14,300 પીનકોડને આવરી લેતાં મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સાથે શેડોફેક્સે લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં માર્કેટ લીડર તરીકે પોતાને સ્થાપિત કર્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)