IPO ખૂલશેતા. 28 મે
IPO બંધ થશેતા. 30 મે
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ. 130-140
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ28 મે
લોટ સાઇઝ100 શેર્સ
IPO સાઇઝરૂ. 220 કરોડ
IPO સાઇઝ1,57,14,286 શેર્સ
લિસ્ટિંગBSE, NSE

અમદાવાદ, 25 મે: સ્કોડા ટ્યૂબ્સ લિમિટેડ ((SCODA TUBES) STL) તા. 28 મે ના રોજ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને શેરદીઠ રૂ. 130-140ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આઇપીઓ તા. 30 મે ના રોજ બંધ થસે એન્કર ઇન્વેસ્ટર બીડ તા. 27 મેએ ખુલશે. બિડ્સ લઘુતમ 100 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 100 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. રૂ. 2,200 મિલિયન (રૂ. 220 કરોડ) સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઇશ્યૂ સાઇઝમાં ઇક્વિટી શેર્સના માત્ર ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપની શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

આઇપીઓ યોજવા માટેના મુખ્ય હેતુઓ એક નજરે

કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો નીચે મુજબ ઉપયોગ કરવાની યોજના ધરાવે છે (1) રૂ. 769.90 મિલિયન (રૂ. 76.99 કરોડ)ના મૂલ્યની સીમલેસ તથા વેલ્ડેડ ટ્યૂબ્સ અને પાઇપ્સની ઉત્પાદન ક્ષમતા વિસ્તારવા માટે મૂડી ખર્ચ માટે (2) રૂ. 1,100 મિલિયન (રૂ. 110 કરોડ)ના અંદાજિત મૂલ્ય પર કંપનીની કેટલીક વધતી કાર્યશીલ મૂડી જરૂરિયાતોને ભંડોળ આપવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

લીડ મેનેજર્સઃ મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

2008માં સ્થપાયેલીસ્કોડા ટ્યુબ્સ લિમિટેડ સ્ટેનલેસ-સ્ટીલ ટ્યુબ અને પાઈપોનું ઉત્પાદક છે. કંપનીના ઉત્પાદનોને વ્યાપક રીતે બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે: (i) સીમલેસ ટ્યુબ/પાઈપો અને (ii) વેલ્ડેડ ટ્યુબ/પાઈપો. આને પાંચ ઉત્પાદન લાઇનમાં વધુ વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાં સ્ટેનલેસ સ્ટીલ સીમલેસ પાઇપ, સ્ટેનલેસ સ્ટીલ સીમલેસ ટ્યુબ, સ્ટેનલેસ સ્ટીલ સીમલેસ “યુ” ટ્યુબ, સ્ટેનલેસ સ્ટીલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્યુબ, સ્ટેનલેસ સ્ટીલ વેલ્ડેડ ટ્યુબ અને યુ ટ્યુબ.

ઉત્પાદન સુવિધા: અમદાવાદ-મહેસાણા હાઇવે પર રાજપુર, કડી, મહેસાણા, ગુજરાત.

કંપનીના ટોચના ગ્રાહકોઃ કંપની “સ્કોડા ટ્યુબ્સ લિમિટેડ” બ્રાન્ડ નામ હેઠળ તેના ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. ગ્રાહકોમાં એન્જિનિયરિંગ કંપનીઓ, EPC (એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ) કંપનીઓ અને તેલ અને ગેસ, રસાયણો, ખાતરો, વીજળી, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોટિવ, રેલ્વે અને પરિવહન જેવા ક્ષેત્રોમાં ઔદ્યોગિક કંપનીઓનો સમાવેશ થાય છે. કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં 49 સ્ટોકિસ્ટ્સને ઉત્પાદનો પૂરા પાડી રહી છે. તે ઉપરાંત 16 દેશોમાં નિકાસ કરતી હોવાનો દાવો કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)