અમદાવાદ, 29 ડિસેમ્બરઃ SS રિટેઇલ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની ટિયર 2 શહેરો ઉપર કેન્દ્રિત મલ્ટી-બ્રાન્ડ રિટેઇલ ચેઇન છે, જે મોબાઇલ ફોન, ઓડિયો કેટેગરી હેઠળ એક્સેસરિઝ તેમજ ટેલીવિઝન, લેપટોપ અને ટેબલેટ જેવી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ ઓફર કરે છે.

કંપની પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કુલ રૂ. 5000 મિલિયન (રૂ. 500 કરોડ)ના કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 3,000 મિલિયન (રૂ. 300 કરોડ)નો ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 2,000 મિલિયન (રૂ. 200 કરોડ)નો ઓફર-ફોર-સેલ સામેલ છે. કંપની આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ નાણાકીય વર્ષ 2027 અને નાણાકીય વર્ષ 2028માં નવા સ્ટોર્સની શરૂઆત માટે ફિટ આઉટ્સ ખર્ચ માટે (રૂ. 124.53 મિલિયન), કાર્યકારી મૂડીની જરૂરિયાતને પૂર્ણ કરવા (રૂ. 2,389.12 મિલિયન) અને બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કંપનીએ તેની કામગીરીનું વિસ્તરણ કર્યું છે તથા 31 માર્ચ, 2023 સુધીના 89 શહેરોમાં તેના 181 સ્ટોર્સની સંખ્યા 31 માર્ચ, 2025 સુધીમાં 149 શહેરોમાં 347 સ્ટોર્સ કરી છે, જે 38.46 ટકાનો સીએજીઆર સૂચવે છે. આ સાથે કંપની ઝડપથી વિકસતા મોબાઇલ રિટેઇલ ચેઇન પૈકીની એક છે, તેમ નોલેજ કંપની રિપોર્ટમાં જણાવ્યું છે.

30 જૂન, 2025 સુધીમાં કંપની 4 સ્માર્ટફોન કેફેનું પણ સંચાલન કરે છે, જે મહારાષ્ટ્રમાં એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ (ઇબીઓ) છે, જેમાંથી 2 કોલ્હાપૂર અને 2 પૂણે સ્થિત છે અને તે પ્રતિષ્ઠિત મોબાઇલ ફોન રિટેઇલર છે.

કંપનીની મલ્ટી-બ્રાન્ડ રિટેઇલ કામગીરી ચાર રાજ્યો, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ગોવા સ્થિત છે. 30 જૂન, 2025 સુધીમાં 376 સ્ટોર્સ કાર્યરત છે અને નાણાકીય વર્ષ 2027માં 57 સ્ટોર્સ તથા નાણાકીય વર્ષ 2028માં 58 સ્ટોર્સ શરૂ કરવા માટે રૂ. 124.53 મિલિયનનો ઉપયોગ કરવાની દરખાસ્ત છે. આનંદ રાઠી એડવાઇઝર્સ લિમિટેડ, એમ્કે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.