વારી એનર્જીસે પીવી મોડ્યુલ ઇન્ડેક્સ રિપોર્ટમાં Overall Highest Achiever તરીકેનું સન્માન મેળવ્યું
મુંબઈ, 12 જૂનઃ ક્લીન એનર્જી ટ્રાન્ઝિશન કંપની વારી એનર્જીસ લિમિટેડે રિન્યૂએબલ એનર્જી ટેસ્ટ સેન્ટર (આરઈટીસી) દ્વારા 2025 પીવી મોડ્યુલ ઇન્ડેક્સ રિપોર્ટમાં Overall Highest Achiever તરીકેનું સન્માન મેળવ્યું છે. વારી એનર્જીસ આ વૈશ્વિક સ્તરનું સન્માન મેળવનારી એકમાત્ર ભારતીય સોલર પેનલ ઉત્પાદક છે. આ સન્માન ગુણવત્તા, વિશ્વસનીયતા અને સૌર નવીનતામાં તેના નેતૃત્વનો પુનરોચ્ચાર કરે છે.

સૌથી શ્રેષ્ઠ પ્રોડક્ટ પસંદ કરવા માટે આરઈટીસીએ ગુણવત્તા, કામગીરી અને વિશ્વસનીયતા એમ ત્રણ મહત્વના પરિબળો પર એકંદરે ડેટા ડિસ્ટ્રીબ્યુશનનું વિશ્લેષણ કર્યું હતું અને તમામ ટેસ્ટના પરિમાણો પર સાતત્યતાના આધારે ટોચનું પર્ફોર્મન્સ કરનારી કંપનીઓને રેન્કિંગ આપ્યા હતા. તમામ કેટેગરીમાં વારીની મજબૂત કામગીરીએ તેને 2025ના રિપોર્ટમાં ગ્લોબલ લીડર તરીકે સ્થાન અપાવ્યું હતું.
આરઈટીસીના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચેરીફ કેદિરે જણાવ્યું હતું કે વારી એનર્જીઝે સૌર વિશ્વસનીયતા અને કામગીરીમાં સૌથી વધુ માંગવાળા વૈશ્વિક માપદંડોને પૂર્ણ કર્યા છે અથવા તેને વટાવી દીધા છે.
વારી એનર્જીઝ લિમિટેડના પૂર્ણ-સમયના ડિરેક્ટર અને સીઈઓ ડો. અમિત પૈઠણકરે જણાવ્યું હતું કે ભારત સ્વચ્છ ઊર્જા ભવિષ્યનું નેતૃત્વ કરવા તૈયાર છે અને તે પણ ટેક્નોલોજીકલ રીતે,ટકાઉ રીતે અને વિશ્વસનીય રીતે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)