M. DAMODARAN
URVISH KANTHARIA

ઉર્વિશ કંથારીયાના પુસ્તક “નિફ્ટી પેનોરામા” માટે પ્રસ્તાવના લખવાનો મને વિશેષ આનંદ થાય છે. મોટી અને સતત વિકસતી અર્થવ્યવસ્થામાં સિક્યોરિટીઝ માર્કેટનું મહત્વ અતિશય છે. આર્થિક વિકાસ અને વધુમાં વધુ લોકોની આર્થિક વિકાસમાં ભાગીદારી વધતા, સ્ટોક એક્સચેન્જો કેન્દ્રસ્થાને આવી જાય છે. કારણ કે તેઓ ઉત્પાદક ઉદ્દેશ ધરાવતા કોર્પોરેટોને મૂડી એકત્રિત કરવાની તક આપે છે અને સાથે-સાથે નાના રિટેલ રોકાણકારોને સફળ વૃદ્ધિની કહાનીઓનો ભાગ બનવાની તક પણ આપે છે.

પારદર્શિતા, ઝડપ અને તેના પરિણામે ઉભો થતો વિશ્વાસ – આ ત્રણેય સફળ સંસ્થા માટેના મુખ્ય આધારસ્તંભ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના પહેલાં ભારતમાં સમગ્ર દેશમાં હાજરી ધરાવતા સ્ટોક એક્સચેન્જ ઉપરાંત તેની સાથે અનેક પ્રાદેશિક સ્ટોક એક્સચેન્જો પણ હતાં. પરંતુ આ પ્રાદેશિક એક્સચેન્જો પહોંચના અભાવ અને ઓછા પ્રમાણમાં કંપનીઓ તેમની પાસે સ્વૈચ્છિક રીતે લિસ્ટિંગ કરતી હોવાથી નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરતા હતા. આ સમસ્યાને દૂર કરવા માટે કંપનીઓને ઓછામાં ઓછા એક પ્રાદેશિક સ્ટોક એક્સચેન્જમાં ફરજિયાત લિસ્ટિંગ કરવાની શરત મૂકવામાં આવી. છતાં પણ તેમની વ્યવસાય વૃદ્ધિ થઈ શકી નહીં અને સમય જતાં તેઓ વ્યવસ્થામાંથી બહાર થઈ ગયા.

શરૂઆતના સમયમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં માલિકી અને વ્યવસ્થાપન થોડા બ્રોકરોના હાથમાં હતું, જેના કારણે તેમને અસંતુલિત સત્તા અને પ્રભાવ પ્રાપ્ત થયો હતો. ઘણાં સમય પછી ડિમ્યુચ્યુઅલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો. વિશ્વના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જોમાંથી એક ગણાતા બોમ્બે સ્ટોક એક્સચેન્જના લગભગ એકાધિકાર જેવા સ્થાનને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ હતી, જેને દૂર કરવા માટે મોટા સંસ્થાગત પ્રતિસાદની જરૂર હતી. આ જ જરૂરીયાતમાંથી નેશનલ સ્ટોક એક્સચેન્જનો જન્મ થયો.

શરૂઆતથી જ આ એક્સચેન્જ ટેક્નોલોજીના ઉપયોગ પર આધારિત રહી, જેના કારણે કામગીરીમાં ઝડપ આવી અને છેતરપિંડી જેવી સમસ્યાઓની શક્યતા ખૂબ ઘટી ગઈ. તેની માલિકી જાહેર અને ખાનગી બંને પ્રકારની અનેક નાણાકીય સંસ્થાઓ પાસે હોવાથી કોઈ એક વ્યક્તિ અથવા જૂથ સંસ્થાની કામગીરી પર અયોગ્ય પ્રભાવ પાડી શકે તેવી શક્યતા રહી નહીં.

નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના સાથે તથા બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા આધુનિક પદ્ધતિઓ અને ટેક્નોલોજી અપનાવવાથી સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ “સ્ક્રીમ-બેઝ્ડ” પદ્ધતિમાંથી “સ્ક્રીન-બેઝ્ડ” પદ્ધતિ તરફ પરિવર્તિત થયું. સમગ્ર દેશમાં હાજરી ધરાવતા બે એક્સચેન્જ વચ્ચે ઊભી થયેલી સ્પર્ધાએ વ્યવહાર પદ્ધતિઓમાં સુધારો લાવ્યો અને વધુ ઝડપી તથા કાર્યક્ષમ સિસ્ટમો વિકસાવી.

ભારતના સિક્યોરિટીઝ માર્કેટ અને ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસમાં નેશનલ સ્ટોક એક્સચેન્જની ભૂમિકા અંગે ઉર્વિશ કંથારીયાએ ખૂબ જ વિગતવાર રીતે ચર્ચા કરી છે. તેમણે સિક્યોરિટીઝ માર્કેટના વિવિધ પાસાઓને સ્પષ્ટતા સાથે અને વાચકોને સરળતાથી સમજાય તેવી ભાષામાં રજૂ કર્યા છે. ભારતના સિક્યોરિટીઝ માર્કેટના કોઈપણ વિદ્યાર્થી માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી અને વિગતવાર અભ્યાસરૂપ છે.

તેમણે પુસ્તકને ચાર ભાગોમાં વિભાજિત કર્યું છે:

Seeding Phase (પ્રાથમિક અવસ્થા)The Investment Revolution (રોકાણ ક્રાંતિ)
New Pathfinders (નવા માર્ગદર્શકો)Towards Developed Economy (વિકસિત અર્થવ્યવસ્થા તરફ)

પુસ્તકમાં ક્રમબદ્ધ પ્રગતિ સાથે મજબૂત વિચાર પ્રણાલી જોવા મળે છે. આ ચાર ભાગોમાં અનેક મહત્વપૂર્ણ અધ્યાયો સામેલ છે, જેમકે–

Self Employed as New LeverEmerging Micro CapitalSkilling the Ecosystem
Strong Seven of 21st CenturyTechnology to TechniquesBenjamin Graham to Warren Buffett
The Digital LeapGeopolitical RiskThe Energy Imperative
Intrapreneur of 21st CenturyInnovative Buildups and Apt CommercializationTowards Developed Economy
Response System for Volatile VariantsThe Range of OpportunitiesNSE Roadmap

Analytical Review of 2025 અને તેનો સંક્ષિપ્ત સાર

માર્કેટમાં વધતા રોકાણકારોની સંખ્યા માત્ર અર્થવ્યવસ્થાની વૃદ્ધિનું જ નહીં, પરંતુ નેશનલ સ્ટોક એક્સચેન્જ જેવી મહત્વપૂર્ણ સંસ્થાઓના યોગદાનનું પણ સાક્ષ્ય આપે છે. આ પુસ્તક એવા સમયે પ્રકાશિત થઈ રહ્યું છે જ્યારે અહેવાલો મુજબ નેશનલ સ્ટોક એક્સચેન્જ તેના IPO માટે તૈયાર થઈ રહી છે. હું ઉર્વિશ કંથારીયા અને નેશનલ સ્ટોક એક્સચેન્જને આગામી દિવસોમાં શ્રેષ્ઠ સફળતાની શુભેચ્છા પાઠવું છું. એમ. દામોદરન, અધ્યક્ષ – Excellence Enablers, ભૂતપૂર્વ અધ્યક્ષ – SEBI, UTI અને IDBI