એવરો ઈન્ડિયા પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ સાથે કચરામાંથી સંપત્તિ તરફની આગેકૂચનું નેતૃત્વ કરશે
અમદાવાદ, 9 જાન્યુઆરી: પ્લાસ્ટિક-મૉલ્ડેડ ફર્નિચર બનાવતી અગ્રણી ઉત્પાદક કંપની એવરો ઈંન્ડિયા ગાઝિયાબાદમાં પોતાની અત્યાધુનિક ગ્રીનફિલ્ડ રિસાયકલિંગ સુવિધા સ્થાપિત કરીને ભારતની સૌથી જટિલ પર્યાવરણલક્ષી સમસ્યા એટલે કે રિસાયકલિંગ કરવા માટે મુશ્કેલ પ્લાસ્ટિકના કચરાનું સમાધાન કરશે.
એવરો ઈંન્ડિયાની 100 ટકા કે સંપૂર્ણ માલિકીની પેટાકંપની એવરો રિસાયક્લીંગ અંતર્ગત કાર્યરત આ સુવિધા ભારતનો સૌથી મોટો લવચિક પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્લાન્ટ છે, જેની હાલ પ્રોસેસિંગ ક્ષમતા દર મહિને 500 મેટ્રિક ટન (MTPM) છે. નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળામાં આ ક્ષમતા વધીને 1,000 MTPM થઈ જશે.

અત્યાર સુધી રિસાયકલિંગ પ્લાન્ટમાં મૂડીગત ખર્ચનું રોકાણ ₹25 કરોડ થયું છે તથા નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં વધુ ₹30 કરોડનું રોકાણ કરવાની યોજના છે. પોતાનાં લાંબા ગાળાનાં પર્યાવરણલક્ષી વિઝનના ભાગરૂપે કંપની ભવિષ્યમાં ગ્રીનફિલ્ડ રિયાકલિંગ પ્રોજેક્ટ મારફતે અખિલ ભારતીય સ્તરે કામગીરીનું વિસ્તરણ કરવાની યોજના પણ ધરાવે છે.
વર્ષ 2002માં સ્થાપિત એવરો ઈંન્ડિયા સતત ટકાઉ, ઉચ્ચ-ગુણવત્તાયુક્ત અને વાજબી પ્લાસ્ટિક-મૉલ્ડેડ ફર્નિચર પ્રદાન કરે છે, જેનો વપરાશ ભારતમાં ઘર, વ્યવસાય અને સંસ્થાઓમાં થાય છે. હાલ કંપની રાષ્ટ્રીય સ્તરે હાજરી ધરાવે છે તથા NSE અને BSE એમ બંને પર લિસ્ટેડ છે.
Avroએ ભારતનું સૌથી મોટું વિતરણ નેટવર્ક પૈકીનું એક ઊભું કર્યું છે, જેમાં 30,000થી વધારે રિટેલર સામેલ છે, જેમને 24 રાજ્યોમાં 300થી વધારે વિતરકોનું પીઠબળ છે.
કંપની ભારતમાં પેદા થતા કચરામાંથી આશરે દર વર્ષે 1 મિલિયન મેટ્રિક ટન (MTPA)નું જવાબદારી સાથે પ્રોસેસિંગ કરવા સક્ષમ છે. ભારત સરકારે કડક પ્લાસ્ટિકમાં ઓછામાં ઓછા 30 ટકા રિસાયકલ કરેલી પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ ફરજિયાત બનાવતા એક્ષ્ટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી (EPR)નો અમલ કરવાની સાથે બ્રાન્ડના માલિકો ઉચ્ચ ગુણવત્તાયુક્ત કાચી સામગ્રીના પુરવઠાની ખેંચનો સામનો કરી રહ્યાં છે. આ પડકારનું સમાધાન કરવા એવરો ઈંન્ડિયા લવચિક પ્લાસ્ટિક રિસાયકલિંગ ક્ષેત્રમાં સૌથી મોટી અને ભરોસાપાત્ર સંગઠિત કંપની તરીકે બહાર આવી છે, જે ઔદ્યોગિક સ્તરે સતત વોલ્યુમ પૂરું પાડે છે.
આ અંગે એવરો ઈંન્ડિયાના ચેરમેન અને હોલ-ટાઇમ ડાયરેક્ટર સુશીલ કુમાર અગ્રવાલે કહ્યું હતું :“ભારતના પ્લાસ્ટિક પડકારનું સમાધાન વિખંડિત કે અલગ-અલગ પ્રયાસોથી ન થઈ શકે. આ માટે મોટા પાયે કામગીરી, ટેકનૉલોજી અને ઈરાદાની જરૂર છે. Avroમાં અમે પ્લાસ્ટિકને કિંમતી કાચા માલમાં પરિવર્તિત કરે એવી વ્યવસ્થા ઊભી કરવા સંશોધનમાં વર્ષોથી કામ કરી રહ્યાં છીએ. અમારું વિઝન રિસાયકલિંગથી પર જવાનું છે – અમે રાષ્ટ્રવ્યાપી ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યાં છાએ, જે કચરાને કિંમતી ચીજવસ્તુઓમાં પરિવર્તિત કરે અને સાથે સાથે આપણા ગ્રહનું રક્ષણ કરે.”
ભવિષ્યમાં એવરો ઈંન્ડિયા ‘મધર એન્ડ બેબી’ રિસાયકલિંગ પ્લાન્ટનું નેટવર્ક અખિલ ભારતીય સ્તરે વિકસાવી રહી છે, જેનો ઉદ્દેશ કચરાનાં પ્રોસેસિંગનું વિકેન્દ્રીકરણ કરવાનો અને સતત ફરતાં અર્થતંત્રમાં ભારતની આગેકૂચને વેગ આપવાનો છે. નવીનતા, મોટા પાયે કામગીરી અને જોડાણ મારફતે કંપનીનો ઉદ્દેશ પર્યાવરણને અનુકૂળ પ્લાસ્ટિકનું વ્યવસ્થાપન કરવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી તરીકે ભારતને સ્થાપન અપનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવવાનો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
