DSP મ્યુચ્યુઅલ ફંડ સર્વે: હવે વધુ મહિલાઓ સ્વતંત્ર રીતે રોકાણના નિર્ણયો લઈ રહી છે

અમદાવાદ, 16 માર્ચ: DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા YouGov સાથે ભાગીદારીમાં, આજે DSP વિનવેસ્ટર પલ્સ 2025–26 રજૂ કરવામાં આવ્યું, જે ભારતના 13 શહેરોમાંના 5,050 શહેરી રોકાણકર્તાઓ સંબંધી રાષ્ટ્રવ્યાપી અભ્યાસ છે, જે ભારતના રોકાણના પરિપ્રેક્ષ્યમાં નિર્ણાયક પરિવર્તન દર્શાવે છે. રોકાણકર્તાઓના વિશ્વાસ અને માળખાગત નાણાકીય આયોજન વચ્ચેનો અંતર વધતો જતો હોવા છતાં મહિલાઓ તેમના નાણાકીય નિર્ણયો સંબંધી જવાબદારી વધુને વધુ પ્રમાણમાં લઈ રહી છે.
મોટાભાગની મહિલાઓ (56%) જણાવે છે કે રોકાણ સંબંધી નિર્ણયો હવે તેઓ સ્વતંત્ર રીતે લે છે, જે 2022માં ઉપલબ્ધ આંકડા 44%થી ઘણા ઉચ્ચ છે, જે અત્યાર સુધીના અભ્યાસમાં નોંધાયેલા આંકડામાં સૌથી વધુ નોંધપાત્ર છે. હજી પણ પુરુષો 68%ના દરે આ વિષયે મોખરે રહે છે, એમ છતાં મહિલાઓમાં જોવા મળતો આ વધારો વધતી ભાગીદારીને બદલે માળખાકીય પરિવર્તનનો સંકેત આપે છે.
જોકે, સ્વતંત્રતાનો અર્થ સલાહથી દૂરી જાળવવી એવો થતો નથી. મહિલાઓ હવે સ્વાયત્તતાની સાથે સાથે પરામર્શ લેવાની શક્યતા પણ વધુ જાળવે છે. લગભગ ચારમાંથી એક મહિલા (2025માં 24% વિરુદ્ધ 2022માં 17%) જણાવે છે કે તેઓ વ્યાવસાયિક સલાહકાર સાથે પરામર્શ કરીને સંપૂર્ણ સ્વતંત્ર રીતે નિર્ણયો લે છે.

મહિલાઓને તેમના જીવનસાથીઓ તરફથી મળતું પ્રોત્સાહન પણ કોઈ મહત્ત્વપૂર્ણ પરિબળ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં મહિલાઓ દ્વારા તેમના રોકાણ સંબંધી યાત્રામાં તેમના જીવનસાથીના પ્રભાવને પણ નોંધપાત્ર તરીકે દર્શાવી રહ્યાં છે. આ સમય દરમિયાન જ, પોતાને સ્વ-શિક્ષિત રોકાણકર્તાઓ તરીકે વર્ણવતી મહિલાઓનું પ્રમાણ 13%થી વધીને 16% જેટલું થયું છે, જે નાણાકીય બાબતો સંબંધી તેમના વધતા જતા આત્મવિશ્વાસ અને સ્વ-શિક્ષણને પ્રતિબિંબિત કરે છે.
છતાં આ અભ્યાસ કોઈ આશ્ચર્યજનક વિરોધાભાસ દર્શાવે છે. જ્યારે કે 84% જેટલા રોકાણકર્તાઓ જણાવે છે કે તેઓ પોતાના રોકાણ સંબંધી નિર્ણયો લેવા માટે આત્મવિશ્વાસ અનુભવે છે, તે પ્રમાણમાં માત્ર 33% મહિલાઓ દ્વારા સ્પષ્ટ નાણાકીય ધ્યેય અને તેને પ્રાપ્ત કરવા માટે જરૂરી કોઈ માળખાગત યોજના – એમ બન્ને ધરાવે છે. લગભગ 50% મહિલાઓ “લાંબા ગાળાના રોકાણ”ને ત્રણ વર્ષ કે તેથી ઓછા સમય તરીકે વ્યાખ્યાયિત કરે છે જ્યારે કે માત્ર 28% જેટલી મહિલાઓ લાંબા ગાળાના રોકાણને સ્પષ્ટપણે પાંચ વર્ષ કે તેથી વધુ સમયનો હોવાનું માને છે. આ વર્તણૂકીય તફાવતને વળતરની અપેક્ષાઓ વધુ ઉજાગર કરે છે. ત્રીસ ટકા મહિલાઓના માનવા મુજબ ફુગાવાને હરાવવું પૂરતું છે, 22% મહિલાઓ માર્કેટથી વધુ રોકાણ મેળવવા ઇચ્છે છે જ્યારે કે 21% મહિલાઓ તેમના મિત્રો અથવા સાથીદારોને મળતા વળતરનો બૅન્ચમાર્ક રાખે છે. તારણો સૂચવે છે કે જ્યારે સશક્તિકરણ અને ઍક્સેસ અગાઉથી બહેતર થયો છે, ત્યારે શિસ્તબદ્ધ આયોજન અને દૂરંદેશમાં હજી પણ સુધારાની તક રહેલી છે.

એવું જણાય છે કે નાણાંનો ભાવનાત્મક અર્થ પોતે જ વિકસિત થઈ રહ્યો હોય. “સ્વતંત્રતા” સાથે નાણાંનો સંબંધ 2022માં 27%થી વધીને 2025માં 35% જેટલો થયો છે, જ્યારે કે “અસ્તિત્વ” અને “જરૂરિયાત” સાથેના સંબંધોમાં ઘટાડો જોવા મળ્યો છે. લગભગ 48% મહિલાઓ હવે કહે છે કે તેઓ હવે રોકાણ મુખ્યત્વે નાણાકીય સ્વતંત્રતા અને સુરક્ષા પ્રાપ્ત કરવા માટે કરે છે, જે 2022માં 44% જેટલું હતું. મહિલાઓમાં નાણાં અને સલામતી તેમજ મહત્ત્વાકાંક્ષી વપરાશ વચ્ચેના જોડાણો મજબૂત થયા છે, જે નાણાકીય એજન્સીના વ્યાપક પુનર્ગઠનને પ્રતિબિંબિત કરે છે.
અસેટની પરંપરાગત માલિકીથી પણ આગળ આકાંક્ષાઓ વધી રહી છે. બહેતર જીવનધોરણ તેમજ નિવૃત્તિ માટે બચત ભલે ટોચના નાણાકીય લક્ષ્યો હોય, પરંતુ બહેતર જીવનશૈલીની પસંદગીઓનો વિસ્તાર થઈ રહ્યો છે. એકતાળીસ ટકા મહિલાઓ – ખાસ કરીને 25-44 વર્ષની ઉંમર ગ્રૂપની મહિલાઓ – ઘર ખરીદવા કરતાં મુસાફરીને વધુ પ્રાધાન્યતા આપે છે. મુખ્ય સ્વપ્ન તરીકે ઘર ખરીદવાનો ઉલ્લેખ 2022માં 36%થી ઘટીને 2025માં 28% જેટલો રહ્યો છે, તે પ્રમાણમાં પુરૂષો હોય કે મહિલાઓ – રજાઓ પર મહાલવાના ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હવે પ્રમાણમાં ઓછા ઉત્તરદાતાઓ ફાજલ રોકડ ન હોવાનું જણાવે છે, જે બહેતર નાણાકીય ઉપલબ્ધતા અને પ્રવાહિતા દર્શાવે છે.
વપરાશકર્તાઓ વ્યાવસાયિક સલાહ પર વધુ વિશ્વાસ રાખે છે. નાણાકીય સલાહકારોની સલાહ લેનારા લગભગ 94% લોકો સંતોષ વ્યક્ત કરે છે. જોકે, મોટાભાગના રોકાણકર્તાઓ હજી પણ સલાહકારોની ઉપયોગિતા વિશે સાશંક રહે છે. બિન-વપરાશકર્તાઓમાં, 39% લોકોને નાણાકીય માહિતી શેર કરવામાં અગવડતા નડે છે, 35% લોકો માને છે કે વૈકલ્પિક માહિતી સૉર્સ પર્યાપ્ત છે તેમજ 32% લોકોને હજી પણ બહારના લોકોની સલાહ માનવામાં મુશ્કેલી પડે છે. આ અવરોધોના મૂળ અસંતોષમાં ઓછા અને ગોપનીયતા સંબંધી ચિંતાઓ તથા કથિત મૂલ્યમાં વધુ રહે છે.
મ્યુચ્યુઅલ ફંડના 62%થી વધુ રોકાણકર્તાઓના કહેવા મુજબ જો માર્કેટમાં ભારે ઘટ થાય, તો પણ તેઓ રોકાણ કરવાનું ચાલુ રાખશે, જે વધતી જતી સ્થિતિસ્થાપકતાનો સંકેત આપે છે. પડતર માર્કેટમાં પુરુષો ફાળવણીમાં વધારો કરે તેવી શક્યતા વધુ રહેલી છે (10% મહિલાઓ વિરુદ્ધ 15% પુરુષો), જ્યારે કે મહિલાઓ ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને ETFમાં ભાગીદારી વધુ પ્રમાણમાં દર્શાવે છે, જે બાબત સાવ અલગ પરંતુ જોખમની પરિપક્વ પસંદગીઓને પ્રતિબિંબિત કરે છે.
પેઢી દર પેઢી પણ આ બાબતે નવા પરિમાણો ઉમેરે છે. 58 ટકા લોકોએ કોઈને કોઈ પ્રકારનો વારસો મેળવ્યો હોવાનું જણાવ્યું છે. નોંધનીય છે કે, 41% પુરુષોની સરખામણીમાં 45% મહિલાઓ નાણાકીય વારસો છોડવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કરે છે. જોકે, હજી પણ ઘણા માતાપિતા દીકરા-દીકરીઓ વચ્ચે રોકાણ સંબંધી સલાહ બાબતે ભેદભાવભર્યું વર્તન રાખે છે, હાલમાં 2022થી આ તફાવત ઘટવા પામ્યો છે, જે નાણાકીય સામાજિકકરણમાં ધીમે ધીમે પરિવર્તન તરફ ઈશારો કરે છે.
ડિજિટલ એન્ગેજમેન્ટ સતત વધી રહ્યું છે, તે પણ ખાસ કરીને મહિલાઓમાં. સ્ટૉક અથવા મ્યુચ્યુઅલ ફંડના રોકાણકર્તાઓમાં, પુરુષો કરતાં મહિલાઓ સોશિયલ મીડિયા પર સ્ટૉક સંબંધિત કન્ટેન્ટ વિશે સક્રિય રીતે શેર કરવા અથવા તેના પર કોઈ કૉમેન્ટ કરવા માટેની સંભાવના નોંધપાત્ર રીતે વધુ ધરાવે છે. આ દરમિયાન, રોકાણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સંડોવણી સાવચેતીભર્યા પગલાંની જરૂરિયાત માગે છે. 46% ઉત્તરદાતાઓ માટે ડેટા ગોપનીયતા ટોચની ચિંતાનો વિષય છે, ત્યારે હમણાં સુધીની સાબિત થયેલી કામગીરી, અલ્ગોરિધમિક પારદર્શિતા અને નિયમનકારી મંજૂરીને વિશ્વાસના મુખ્ય આધારસ્તંભ તરીકે જોવામાં આવે છે.

આ તારણો પર કૉમેન્ટ કરતા, DSP મ્યુચ્યુઅલ ફંડના ચેરપર્સન અદિતિ કોઠારી દેસાઈએ જણાવ્યું હતું કે: “વર્ષોથી, અમે ભારતીય મહિલાઓને તેમની નાણાકીય યાત્રામાં ભાગીદારીથી માલિકી તરફ આગળ વધતા જોયા છે. વિનવેસ્ટર પલ્સના આ વર્ઝનમાં જે બાબત ખાસ નોંધપાત્ર છે તે એ કે મહિલાઓ માત્ર સ્વતંત્ર નિર્ણય લેવામાં જ નહીં, પરંતુ જાણકારીભરી સ્વતંત્રતામાં પણ મોખરે છે. મહિલાઓ હવે જ્ઞાનના સૉર્સ શોધી રહી છે, માર્કેટ સાથે જોડાઈ રહી છે, સલાહકારોની સલાહ લઈ રહી છે અને પોતાની શરતોએ આકાંક્ષાઓને ઓપ આપી રહી છે. DSP ખાતે અમારા માટે, આ વિશ્વાસ, પારદર્શિતા અને લાંબા ગાળાની ભાગીદારીમાં મૂળિયા ધરાવતી ઇકોસિસ્ટમ બનાવવાના મહત્ત્વને વધુ બળવત્તર બનાવે છે.”

મ્યુચ્યુઅલ ફંડના MD & CEO કલ્પેન પારેખે ઉમેર્યું: “દર ત્રણ વર્ષે આવતા વિનવેસ્ટર પલ્સ સર્વે કોઈ અરીસા તરીકે કામ કરે છે – જે અમને પ્રગતિને ટ્રૅક કરવામાં અને વેલ્થ મેનેજર અને રોકાણકર્તાઓના સમુદાયમાં મહિલાઓને તેમના નાણાકીય નિર્ણયોની જવાબદારી લેવા માટે સશક્ત બનાવવા વિશે ઊંડાણપૂર્વકની વાતચીત શરૂ કરવામાં મદદ કરે છે. મેસેજ સરળ છે: જ્યારે મહિલાઓ રોકાણ પૂર્ણ આત્મવિશ્વાસથી કરે છે, ત્યારે પરિવારો વધુ સુરક્ષિત બને છે અને લાંબા ગાળાના પરિણામો બહેતર બને છે. નાણાકીય સ્વતંત્રતા કોઈપણ રીતે વૈકલ્પિક નથી – તે ગૌરવ, સ્થિતિસ્થાપકતા અને સંપત્તિ નિર્માણનો સશક્ત પાયો છે.
આ માત્ર મહિલાઓ પૂરતો એજન્ડા નથી. પતિ, પિતા અને ભાઈઓએ તેમના જીવનમાંની મહિલાઓને શીખવા, ભાગ લેવા અને રોકાણ સંબંધી સ્વતંત્ર નિર્ણયો લેવા માટે પ્રોત્સાહિત અને સક્ષમ બનાવવામાં સમાન ભૂમિકા ભજવવાની છે. મહિલા સશક્તિકરણ એ એક સહિયારી જવાબદારી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
