અમેરીકા, ઓસ્ટ્રેલિયા, જ્યોર્જિયા સહિતના 17 દેશોમાં પોતાની ઓફીસ ખોલવા તૈયારીયુએસએ ઉપરાંત યુકે, દુબઇ, અબુધાબી, ડલાસ, જ્યોર્જિયામાં પણ ખોલશે ઓફીસ
રૂ. 2.5થી 3 કરોડ ટર્નઓવર ધરાવતાં બિઝનેસ ઓનર્સ માટે L1-A વીઝા માટે માર્ગદર્શનહાલ દિવસની 300 લીડ ધરાવતી કંપની જુલાઇ સુધીમાં 1000 લીડ્સનો ટાર્ગેટ ધરાવે છે

નવી દિલ્હી, 18 મેઃ ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી અમેરિકામાં પોતાના ધંધાનું વિસ્તરણ કરવા ઇચ્છતા ભારતીય ઉદ્યોગપતિઓ માટે L1-A વીઝા દ્વારા કાનૂની અને ઝડપી માર્ગ દર્શાવવા માટે ભારતના મહત્વના શહેરો ઉપરાંત અમેરીકા, ઓસ્ટ્રેલિયા, જ્યોર્જિયા સહિતના 17 દેશોમાં પોતાની ઓફીસ ખોલવા તૈયારી કરી રહી છે.

ફિનિક્સે ગુજરાત સહિત સમગ્ર ભારતના અનેક ઉદ્યોગપતિઓને રેકોર્ડ ટાઈમમાં અમેરિકા માટેનો વિઝા મેળવી આપ્યો છે. ખાસ કરીને, ફિનિક્સ દ્વારા માત્ર 25 દિવસમાં L1-A વીસા મંજૂરી મેળવવાનો એક અત્યંત નોંધપાત્ર માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે, જે ફિનિક્સના અદ્વિતીય દક્ષતા અને અનુભવી અભિગમને દર્શાવે છે.

ફિનિક્સના ઘણા ક્લાઈન્ટ્સને માત્ર 36, 40 અને 60 દિવસમાં પણ L1-A વીસા મળી ચૂક્યા છે – જે સામાન્ય પ્રક્રિયાની સરખામણીમાં ઘણી ઝડપી છે. આ સફળતાની પાછળ છે ફિનિક્સની બિનતોડી દસ્તાવેજ પ્રક્રિયા, વ્યૂહાત્મક આયોજન અને ક્લાઈન્ટને ઈન્ટરવ્યૂ માટે પૂરતી તૈયારી કરાવવાની પદ્ધતિ.

અમારું મિશન – 100% પરિણામ અને ક્લાઈન્ટ માટે શૂન્ય જોખમ

“ફિનિક્સમાં અમારું મિશન સાદું છે – 100% પરિણામ અને ક્લાઈન્ટ માટે શૂન્ય જોખમ,” એમ જણાવે છે “અમારી No Approval, No Fee’ પૉલિસી ખાતરી આપે છે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ક્લાઈન્ટને નાણાકીય અને કાનૂની રીતે સંપૂર્ણ સુરક્ષા મળે. ઘણાં લોકોને ખબર જ નથી હોતી કે, ભારતમાં જે વ્યવસાય તેઓ કરી રહ્યા છે તે અમેરીકા જેવાં દેશોમાં પણ ખોલી શકાય છે. કંપની 2025માં અત્યારસુધીમાં 150થી વધુ ક્લાયન્ટ્સ ધરાવે છે. ખાસ કરીને જ્વેલરી, બિલ્ડર્સ, પ્લાસ્ટીક્સ, મારબલ્સ સહિતના ઉદ્યોગોમાંથી વીઝા માટે ઇન્ક્વાયરી આવતી હોવાનું જોવા મળ્યું છે. “- એમ.પી.સિંહ, CEO, ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી

ઉદ્યોગપતિઓ શા માટે પસંદ કરે છે Phoenix Business Advisory: ઝડપી L1-A વીસા મંજૂરી – જેમાં એક માત્ર 25 દિવસમાં મળ્યો છે

ગુજરાત અને સમગ્ર ભારતમાંથી સેંકડો સફળ કેસઅમેરિકામાં ધંધાના વિસ્તરણ માટે સંપૂર્ણ કાનૂની અને બિઝનેસ સપોર્ટ
ઈન્ટરવ્યૂ તૈયારી અને દસ્તાવેજીકરણ માટે વ્યક્તિગત માર્ગદર્શનNo Approval, No Fee -ક્લાઈન્ટ માટે નાણાકીય જોખમ શૂન્ય

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી વિશ્વભરમાં ભારતીય ઉદ્યોગપતિઓને કાયદેસર રીતે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે નિરંતર પ્રેરણા આપી રહી છે.

L1-A વીસા માટે જરૂરી લાયકાતઃ બે વર્ષ જૂનો બિઝનેસ અને 2.5થી 3 કરોડનું ટર્નઓવર તથા 3થી 4 કરોડની પર્સનલ નેટવર્થ ધરાવતાં ઉદ્યોગ સાહસિકો અન્ય જરૂરી વિગતો સાથે ફિનિક્સનો સંપર્ક સાધીને L1-A વીસા સહેલાઇથી મેળવી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)