કુલ ધિરાણનો 83% હિસ્સો આઠ મુખ્ય પ્રોડક્ટ્સમાં કેન્દ્રિત છે, જેમાં 30% સાથે કોમર્શિયલ લોન સૌથી મોટો હિસ્સો ધરાવે છે.પોર્ટફોલિયોમાં વૃદ્ધિ રિટેલ અને નાના વ્યવસાયોની વધતી પ્રવૃત્તિ દર્શાવે છે, જ્યારે એસેટ ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળ્યો છે.

અમદાવાદ, 13 ફેબ્રુઆરી 2026 – બેલેન્સમાં થઈ રહેલી સતત વૃદ્ધિ, એસેટ ક્વોલિટીમાં થઈ રહેલો સુધારો તથા રિટેલ તેમજ નાના વ્યવસાય એમ બંને ક્ષેત્રોમાં વધતી માંગના સમર્થનને પગલે ભારતના ધિરાણ માળખામાં અર્બન કો-ઓપરેટિવ બેંકો (UCBs) પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે. 

નેશનલ અર્બન કો-ઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NUCFDC) અને ભારતની અગ્રણી ઈન્ફોર્મેશન અને ઈનસાઈટ કંપની ટ્રાન્સયુનિયન સિબિલના સંયુક્ત અહેવાલ ‘સહકાર ટ્રેન્ડ્સ’ મુજબ, સપ્ટેમ્બર 2025 સુધીમાં UCBsનું કુલ બાકી ધિરાણ ₹3.4 લાખ કરોડ હતું, જે છેલ્લા પાંચ વર્ષમાં 1.9 ગણું વધ્યું છે.

ઉદ્યોગના એકંદર ધિરાણમાં UCBs આશરે 1.8% જેટલો મર્યાદિત હિસ્સો ધરાવે છે, જોકે, આંકડા દર્શાવે છે કે ઋણ લેનારાઓની બદલાતી પ્રોફાઇલ, સ્પર્ધાના નવા પરિમાણો અને નિયમનકારી અપેક્ષાઓ સાથે અનુકૂલન સાધવા સાથે આ સિસ્ટમનું કદ વિસ્તરી રહ્યું છે.

ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઈઓ ભાવેશ જૈને જણાવ્યું હતું કે, “UCBs મોટા શહેરી કેન્દ્રોથી આગળ વધીને અર્ધ-શહેરી અને ઉભરતા પ્રદેશોમાં પરિવારો અને નાના વ્યવસાયો સુધી ઔપચારિક ધિરાણ પહોંચાડીને ‘ભારત’માં વધુ વ્યાપકપણે વિસ્તરી રહી છે. સ્થાનિક સમુદાયો સાથેની તેમની નિકટતા તેમને એવા દેવાદારોને સેવા આપવા માટે સક્ષમ બનાવે છે જ્યાં સ્થાનિક સંદર્ભ અને સંબંધો મહત્વના હોય છે, જે ભારતના વધુ હિસ્સાને ઔપચારિક ધિરાણ પ્રણાલીમાં લાવવામાં મદદ કરે છે. રિટેલ અને નાના-વ્યવસાયિક ધિરાણમાં તેમની પહોંચને વિસ્તૃત કરતી વખતે ધિરાણની ગુણવત્તા ટકાવવી, વધુ સંતુલિત અને સમાવિષ્ટ આર્થિક ભાગીદારીને ટેકો આપવા માટે આ બેંકોની ભૂમિકા કેન્દ્રસ્થાને રહેશે.

NUCFDC ના CEO પ્રભાત ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “ ધિરાણમાં થઈ રહેલો સતત વ્યાપક વધારો એ ઋણ લેનારાઓના મજબૂત વિશ્વાસને દર્શાવે છે, ખાસ કરીને અર્ધ-શહેરી અને ઉભરતા વિસ્તારોમાં જ્યાં ઔપચારિક ધિરાણની પહોંચ અત્યંત મહત્વની છે. જેમ જેમ આ બેંકોનું કદ વધી રહ્યું છે, તેમ સંસ્થાકીય ક્ષમતાને મજબૂત કરવા, કાર્યક્ષમતામાં સુધારો કરવા અને મજબૂત ગવર્નન્સ માળખું ઊભું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જ જોઈએ. આ પરિવર્તન દરમિયાન UCBsને ટેકો આપવો એ સુનિશ્ચિત કરવા માટે આવશ્યક છે કે તેમની વૃદ્ધિ અર્થપૂર્ણ નાણાકીય સહભાગિતા અને લાંબા ગાળાની આર્થિક સ્થિરતામાં પરિણામે.”

UCBનું ધિરાણ આઠ મુખ્ય પ્રોડક્ટ્સમાં કેન્દ્રિત રહ્યું છે

કોમર્શિયલ લોન, હાઉસિંગ લોન, રિટેલ બિઝનેસ લોન, મિલકત સામે લોન (LAP), ગોલ્ડ લોન, પર્સનલ લોન, ઓટો લોન અને બેંક ડિપોઝિટ સામેની લોન UCBની બેલેન્સ શીટમાં મુખ્ય છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં, આ પ્રોડક્ટ્સ મળીને UCBના કુલ બાકી ધિરાણનો લગભગ 83% હિસ્સો ધરાવે છે, જે કોલેટરલ-બેક્ડ (ગીરો આધારિત) રિટેલ ધિરાણ અને નાના સાહસોને અપાતા ધિરાણ પરના સતત ભારને દર્શાવે છે.

UCBs માટે હાઉસિંગ લોનની સરેરાશ ટિકિટ સાઈઝ (લોનની રકમ) આશરે ₹23 લાખ હતી, જેની સરખામણીમાં હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ માટે તે ₹26 લાખ હતી. ગોલ્ડ લોન માટે, UCBsની સરેરાશ ટિકિટ સાઈઝ ₹1.3 લાખ છે, જ્યારે PSU (સરકારી) બેંકો માટે તે ₹2.3 લાખ છે. તેનાથી વિપરીત, UCBs માટે કોમર્શિયલ લોનની સરેરાશ ટિકિટ સાઈઝ અંદાજે ₹50 લાખ હતી, જે સરકારી બેંકોના ₹37 લાખ કરતા વધારે હતી, જ્યારે પર્સનલ લોનની ટિકિટ સાઈઝ સરેરાશ આશરે ₹4.7 લાખ હતી, જે નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (NBFCs)ની ₹2 લાખની સરખામણીમાં વધુ હતી.

ટેબલ1: UCBsની મુખ્ય પ્રોડક્ટ્સમાં વૃદ્ધિ અને હિસ્સો(પાંચ વર્ષનો ટ્રેન્ડ)

પ્રોડક્ટબેલેન્સનો 5 વર્ષનો CAGR (સપ્ટે ’20 થી સપ્ટે ’25)બાકી લેણામાં હિસ્સો (સપ્ટે ’25) %
કોમર્શિયલ લોન*4%30%
હાઉસિંગ લોન19%14%
રિટેલ બિઝનેસ લોન19%12%
મિલકત સામે લોન (LAP)17%10%
પર્સનલ લોન17%6%
ગોલ્ડ લોન49%5%
ઓટો લોન38%4%
બેંક ડિપોઝિટ સામે લોન20%2%

*100 કરોડનું કુલ એક્સપોઝર ધરાવતી એન્ટિટી સાથેની તમામ કોમર્શિયલ ફંડ-આધારિત લોન (વર્કિંગ કેપિટલ-ટર્મ લોન) ધ્યાનમાં લેવામાં આવે છે.

ગોલ્ડ લોન યુસીબી માટે વૃદ્ધિની તક પૂરી પાડે છે

યુસીબીના એકંદર ક્રેડિટ પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોન લગભગ 5 ટકા હિસ્સો ધરાવે છે. જો કે તેઓ PSU બેંકોની સરખામણીમાં આ સેગમેન્ટમાં બીલો-પ્રાઇમ (નબળો ક્રેડિટ સ્કોર ધરાવતા) ઋણ લેનારાઓના પ્રમાણમાં વધુ હિસ્સાને સેવા પૂરી પાડતી હોવા છતાં ક્રેડિટ પરફોર્મન્સમાં સુધારો જોવા મળ્યો છે. 90 દિવસ કે તેથી વધુ સમયથી બાકી લેણાંના આધારે માપવામાં આવતી ચૂકવણીમાં ચૂકના પ્રમાણમાં તાજેતરના સમયમાં સતત ઘટાડો થયો છે.

કોમર્શિયલ લોન UCBs ના પોર્ટફોલિયોમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે

સપ્ટેમ્બર 2025 સુધીમાં, UCBs ના કુલ બાકી લેણાંમાં કોમર્શિયલ લોનનો હિસ્સો સૌથી વધુ છે. સપ્ટેમ્બર 2020 ને આધાર ગણીએ તો, ઇન્ક્વાયરી લેવલનો ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બર 2025 સુધીમાં UCBs માટે કોમર્શિયલ લોનની માંગમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.

જૂન 2025 માં પૂરા થયેલા ત્રણ મહિના દરમિયાન, સરકારી બેંકોની સરખામણીમાં UCBsમાં લોન માટેની પૂછપરછનો લોનમાં રૂપાંતર થવાનો દર ઊંચો રહ્યો હતો, પરંતુ લોન વિતરણની ગતિ ધીમી રહી છે. PSU બેંકોમાં 61% લોન 15 દિવસમાં વિતરિત કરવામાં આવી હતી, જેની સામે UCBs માં 15 દિવસમાં 45% લોન જ વિતરિત થઈ હતી. UCBs એવા એકમોને પણ વધુ ધિરાણ આપે છે જેનું ક્રેડિટ એક્સપોઝર ₹1 કરોડથી વધુ હોય. વળી, તેમની પાસે ઓછા જોખમ ધરાવતા 49% ગ્રાહકો છે, જ્યારે 45% મધ્યમ જોખમ અને 6% ઉંચુ જોખમ1 ધરાવતા ગ્રાહકો છે.

ચાર્ટ 1: કોમર્શિયલ લોન ડિમાન્ડ ઇન્ડેક્સ: યુસીબી વિ પીએસયુ બેંકો

મેટ્રો અને અર્ધશહેરી વિસ્તારોમાં હાઉસિંગ લોનની માંગ વધુ

UCBsના કુલ બાકી લેણાંમાં હાઉસિંગ લોન બીજો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. હાઉસિંગ લોનની માંગ સ્થિર રહી છે અને UCBs એ છેલ્લા પાંચ વર્ષમાં બે ગણી વૃદ્ધિ નોંધાવી છે, જેમાં યુવા ગ્રાહકો, મહિલાઓ અને પ્રથમ વખત લોન લેનારાઓ વધુ આકર્ષાયા છે. વધુમાં, આ વૃદ્ધિ શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં વધુ જોવા મળી છે.

હાઉસિંગ લોન માટે ક્રેડિટ પરફોર્મન્સમાં સુધારો થયો છે, જેમાં સપ્ટેમ્બર 2024માં ’90+ DPD’ ધરાવતી ડિલિક્વન્સી 3.2% હતી, જે ઘટીને સપ્ટેમ્બર 2025 સુધીમાં 2.8% થઈ ગઈ છે.

UCBsમાં પર્સનલ લોન લેનારા ગ્રાહકોની પ્રોફાઇલમાં સુધારો થયો છે

તાજેતરના સમયમાં UCBs માં પર્સનલ લોનની માંગ મજબૂત બની છે. ઓગસ્ટ 2025 માં પૂરા થયેલા ત્રણ મહિના દરમિયાન, NBFCsના 22% ની સરખામણીએ UCBs માં પર્સનલ લોન માટેની પૂછપરછનો લોનમાં રૂપાંતર થવાનો દર 39% નોંધાયો હતો, જોકે આમાંથી માત્ર 42% લોન પાંચ દિવસમાં વિતરિત કરવામાં આવી હતી, જેની સામે NBFCs માં 68% લોન વિતરિત થઈ હતી. આ ઉપરાંત, UCBs માં પર્સનલ લોન માટે ચૂકવણીમાં ડિલિક્વન્સીના પ્રમાણમાં સતત સુધારો થયો છે અને તે તાજેતરના સમયમાં સ્થિર રહ્યો છે. પર્સનલ લોનની ક્ષતિઓ (90+ DPD) સપ્ટેમ્બર 2020 માં આશરે 4.5% હતી, જે ઘટીને સપ્ટેમ્બર 2025 સુધીમાં અંદાજે 2.1% થઈ ગઈ છે.

UCBs માટે ધિરાણનો વ્યાપ વધારવાની તક

આ ડેટા પોર્ટફોલિયોના વિસ્તરણમાં રહેલાં તફાવત તરફ પણ નિર્દેશ કરે છે. માર્ચ 2025 સુધીમાં, UCBs પાસે આશરે 30 લાખ સક્રિય રિટેલ દેવાદારો હતા, જેમાંથી આશરે 1.7 લાખ અથવા લગભગ 6% ગ્રાહકો વ્યાપારી ધિરાણ પણ લેનારા હતા. એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન, આવા લગભગ 3,000 દેવાદારોએ સરકારી બેંકો પાસેથી નવી કોમર્શિયલ લોન મેળવી હતી, જેની કુલ મંજૂર થયેલી રકમ આશરે ₹724 કરોડ હતી. આ રકમમાંથી લગભગ ₹442 કરોડ ઓછા અને મધ્યમ જોખમ ધરાવતા દેવાદારોને આપવામાં આવ્યા હતા.

ચાર્ટ 2: પીએસયુ બેંકો પાસેથી કોમર્શિયલ લોન લેનારા રિટેલ ઋણ લેનારાઓ

એકંદરે, UCBsની સતત વૃદ્ધિ એવા ક્ષેત્રને પ્રતિબિંબિત કરે છે જે તેની કામગીરી અને જોખમ વ્યવસ્થાપન માળખાને આધુનિક બનાવવાના પ્રયાસોને ઝડપી બનાવવાની સાથે પોતાના બેલેન્સ શીટને મજબૂત કરી રહ્યું છે. સુધરતી એસેટ ક્વોલિટી, શિસ્તબદ્ધ ધિરાણ વિસ્તરણ અને ટેકનોલોજી આધારિત પ્રક્રિયાઓના વધતા ઉપયોગને કારણે, UCBs તેમના મુખ્ય ગ્રાહકોને વધુ કાર્યક્ષમતા અને મજબૂતી સાથે સેવા આપવા માટે વધુ બહેતર સ્થિતિમાં છે.

“UCBs તેમની સમુદાય-આધારિત ક્ષમતાઓને ડેટા-આધારિત નિર્ણયો અને નિયમનકારી પાલન સાથે સંતુલિત કરવાનું ચાલુ રાખશે, તેમ તેમ તેઓ ભારતના શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિને ટેકો આપવામાં અને ઔપચારિક ધિરાણની પહોંચ વધારવામાં વધુને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે,” તેમ શ્રી જૈને જણાવ્યું હતું.

MARKETLENS, BUSINESSGUJARAT, GIFTNIFTY, SENSEX, NIFTY, BANKNIFTY, MODI, TRUMP, GOLD, WAR, RUPEE, DOLLAR, NIKKEI, USA, CHINA, MAXICO, CANADA, DUTY, DOWJONES, NASDAQ, MONEYPLANTATION, MAHESHTRIVEDI, EPS,