ઝાયડસ વેલનેસનો ચોખ્ખો નફો 30 ટકા વધ્યો
અમદાવાદ, 20 મેઃ ઝાયડસ વેલનેસ લિમિટેડે નાણાંકીય વર્ષ 2025માં 16.2 ટકાના વધારા સાથે કન્સોલિડેટેડ આધાર પર રૂ. 26,912 મિલિયનનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે. આ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો (અસામાન્ય બાબતો અને એક વખતની ડિફર્ડ ટેક્સ એસેટ્સ સિવાય) 30 ટકા વધીને રૂ. 3,410 મિલિયન રહ્યો હતો. એબિટા 23.2 ટકા વધીને રૂ. 3,797 મિલિયન રહી હતી.
31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે ઝાયડસ વેલનેસે ચોથા ત્રિમાસિક ગાળાના રૂ. 9,106 મિલિયનના ચોખ્ખા વેચાણો નોંધાવ્યા હતા જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 7,780 મિલિયન કરતાં વાર્ષિક ધોરણે 17.0 ટકા વધુ હતા. આ સમયગાળા દરમિયાન એડજસ્ટેડ નેટ પ્રોફિટ રૂ. 1,503 મિલિયન કરતાં 14.4 ટકા વધીને રૂ. 1.719 મિલિયન હતો. ત્રિમાસિક ગાળા દરમિયાન એબિટા રૂ. 1,622 મિલિયનથી 17.1 ટકા વધી રૂ. 1,900 મિલિયન થઈ હતી.
ફૂડ અને ન્યૂટ્રિશન સેગમેન્ટે વિકાસની ગતિ જાળવી રાખી હતી અને ત્રિમાસિક ગાળા માટે 15.4 ટકા અને નાણાંકીય વર્ષ 2025 માટે 13.0 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી.
અગાઉના ત્રિમાસિક ગાળામાં નેચુરલ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના 100 ટકા હસ્તાંતરણ બાદ બિઝનેસ અપેક્ષા મુજબ સારી કામગીરી કરી રહ્યો છે.
સુગર ફ્રી બ્રાન્ડે 95.9 ટકાના બજાર હિસ્સા સાથે સુગર સબ્સ્ટિટ્યૂટ કેટેગરીમાં તેનું નેતૃત્વ જાળવી રાખ્યું છે.
ગ્લુકોન-ડીએ એમએટી લેવલ ખાતે 58.8 ટકા બજાર હિસ્સા સાથે તેની પ્રથમ ક્રમની સ્થિતિ જાળવી રાખી છે.
ત્રિમાસિક ગાળા દરમિયાન ન્યૂટ્રિશન ડ્રિંક કેટેગરીએ એમએટી લેવલ પર 2.1 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. કોમ્પ્લાનનો બજાર હિસ્સો 4 ટકાએ રહ્યો હતો.
પર્સનલ કેર સેગમેન્ટે સતત મજબૂત કામગીરી દર્શાવવાનું ચાલુ રાખ્યું છે અને ત્રિમાસિક ગાળા માટે 22.5 ટકા અને નાણાંકીય વર્ષ 2025 માટે 33.4 ટકાનો નોંધપાત્ર ડબલ ડિજિટ ગ્રોથ હાંસલ કર્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
