અદાણી ગેસ: 100% પેનલ્ટી માફી સાથે ત્વરિત રી-કનેક્શન
અમદાવાદ, 31 માર્ચઃ દેશભરમાં વર્તાઈ રહેલી એલપીજી (LPG) સિલિન્ડરની અછત અને વધતા ભાવો વચ્ચે જનતાને મોટી રાહત આપતા અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) દ્વારા ‘સ્પેશિયલ સ્કીમ’ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કંપનીએ બંધ થયેલા ગેસ કનેક્શનને પુનઃજીવિત કરવા ઈચ્છતા ગ્રાહકો માટે લેટ પેમેન્ટ ચાર્જમાં 100% માફી આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
ATGL એ માનવીય અભિગમ અપનાવીને ઘરેલુ (Domestic), વ્યાપારી (Commercial) અને ઔદ્યોગિક (Industrial) એમ તમામ સ્તરના ગ્રાહકો માટે પેનલ્ટી માફીની જાહેરાત કરી છે. કંપની દ્વારા લેવાયેલા આ આર્થિક રાહતના નિર્ણય મુજબ, જે ગ્રાહકોના ગેસ કનેક્શન બાકી બિલ અથવા અન્ય કારણોસર કાપી નાખવામાં આવ્યા હતા, તેઓ હવે કોઈપણ વધારાના બોજ વગર ફરીથી કનેક્શન મેળવી શકશે.
ATGL એ લેટ પેમેન્ટ ચાર્જ (વિલંબિત ચુકવણી શુલ્ક) પર ૧૦૦% માફી આપવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ છે કે ગ્રાહકે માત્ર તેની મૂળ બાકી રકમ જ ભરવાની રહેશે, કોઈ પણ પ્રકારનું વ્યાજ કે પેનલ્ટી ભરવાની રહેશે નહીં. કંપનીએ ગ્રાહકોની સુવિધા માટે સમર્પિત હેલ્પલાઇન અને ઈમેલ સપોર્ટ કાર્યરત કર્યો છે.
આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે બાકી રકમની ચુકવણી કર્યા બાદ ગ્રાહકનું ગેસ કનેક્શન ‘ઈમીડિએટ રી-કનેક્શન’ મોડ હેઠળ તાત્કાલિક કાર્યરત કરી દેવામાં આવશે. આ ખાસ ઓફર ૫ એપ્રિલ, ૨૦૨૬ સુધી માન્ય રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકોએ ATGL ના કોલ સેન્ટર પર સંપર્ક કરવાનો રહેશે અથવા ઈમેલ દ્વારા જાણ કરવાની રહેશે.
આ વિશેષ યોજના ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરેન્દ્રનગર, બાવળા, હળવદ, નવસારી, ડાંગ, ખેડા અને પોરબંદરમાં લાગુ કરવામાં આવી છે.
LPG ની અછત વચ્ચે આ યોજના ગ્રાહકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. પેનલ્ટી વગર જૂના કનેક્શન ફરી શરૂ કરાવીને PNG ગેસની સુવિધા મેળવવાની આ એક ઉત્તમ તક છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
