મુંબઈ, 19 મે: બરોડા BNP પારિબા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે (બરોડા BNP પારિબા એએમસી) નવી ઓફરિંગ બરોડા BNP પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ રજૂ કર્યું છે. આ વ્યૂહાત્મક રીતે ડાયવર્સિફાઇડ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન છે જે પહેલી વખત રોકાણ કરતા તથા અનુભવી રોકાણકારો માટે બનાવવામાં આવ્યું છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 15 મે, 2025ના રોજ ખૂલે છે અને 26 મે, 2025ના રોજ બંધ થાય છે.

આ એક્ટિવલી મેનેજ્ડ ફંડ ઓફ ફંડ્સ ત્રણ વિવિધ એસેટ ક્લાસમાં એલોકેશન પૂરું પાડે છેઃ લઘુતમ 55 ટકા ફાળવણી (જે હંમેશા 65 ટકાથી ઓછી રહેશે) ડેટ સંબંધિત સ્કીમો*ના યુનિટ્સ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રહેશે જે રોકાણના મહત્તમ પાંચ ટકાને આધીન છે. બરોડા BNP પારિબા શોર્ટ ટમ ડ્યુરેશન ફંડમાં રોકાણ. સ્કીમ એલોકેશનના લઘુતમ 15 ટકા (મહત્તમ એલોકેશન 25 ટકાથી ઓછું) ઇક્વિટી આધારિત સ્કીમોના યુનિટ્સમાં રોકાણ કરશે. બરોડા BNP પારિબા લાર્જ કેપ ફંડમાં રોકાણ. સ્કીમ બરોડા BNP પારિબા ગોલ્ડ ઇટીએફના યુનિટ્સમાં બાકીની રકમનું (લઘુતમ 15 ટકા અને મહત્તમ 25 ટકા) રોકાણ કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)