ગ્લોબલ ડિફેન્સ ઓઈએમ, ટૉન્બો ઈમેજિંગે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઈએમ) ટૉન્બો ઈમેજિંગ ઈન્ડિયા લિમિટેડે મૂડી બજારના નિયમનકર્તા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે.
કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં રૂપિયા રૂ.2ની ફેસ વેલ્યુ ધરાવતા 18,085,246 ઈક્વિટી શેરો સુધીની ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે. ઓફર ફોર સેલ પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 1,960,000 ઈક્વિટી શેર, પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર દ્વારા 339,700 ઈક્વિટી શેર, તથા ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 15,635,046 ઈક્વિટી શેરનો સમાવેશ થાય છે.
વર્ષ 2003માં અમેરિકાના સંરક્ષણ વિભાગ તથા સારનોફ કોર્પોરેશનમાં અગાઉ કામ કરી ચુકેલા ટેકનોલોજીસ્ટ્સ દ્વારા સ્થાપવામાં આવેલ ટૉમ્બો ઈમેજિંગ વર્ષ 2012માં તેના પ્રમોટરો દ્વારા અધિગ્રહણ બાદ એક-ડિફેન્સ કેન્દ્રિત પ્રોડક્ટનું ઉત્પાદન કરતી કંપની બની ગઈ. આ કંપનીને અરવિંદ લક્ષ્મિકુમાર, અંકિત કુમાર અને સેસિલિયા ડીસૂઝા પ્રમોટ કરે છે. આ પ્રમોટર છેલ્લા બે દાયકાથી સાથે કામ કરી રહ્યા છે અને ગ્લોબલ ડિફેન્સ પ્રોગ્રામ, પ્રોડક્ટ એન્જીનિયરિંગ તથા ભંડોળ એકત્રિત કરવા જેવી બાબતમાં તેમનો અનુભવોના ખજાનાને એકસાથે લાવે છે.
આ કંપનીમાં રોકાણ કરનાર મોટા ઈન્વેસ્ટર્સમાં ક્વાલકોમ વેન્ચર્સ, આર્ટિમન, એડેલવાઈસ વેલ્યુ, સેલેસ્ટા કેપિટલ II LP, HBL એન્જીનિયરિંગ, ટેનેસિટી વેન્ચર્સ, ઈન્ડિયા એક્ઝિમ બેન્ક તથા ફ્લોરિનટ્રીનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ 2025માં કંપની ભારતના થર્મલ ઈમેજિંગની નિકાસનો 93 ટકા હિસ્સો ધરાવે છે, એટલે જ કંપની આ પ્રકારની સિસ્ટમની નિકાસ કરતી કંપનીમાં સૌથી મોટી છે. તે વૈશ્વિકસ્તરે સેનાઓ, કાયદાની અમલીકર્તા એજન્સીઓ, હોમલેન્ડ સિક્યોરિટી સંસ્થાઓ તથા ગ્લોબલ ડિફેન્સ ઓઈએમ સહિત એક મોટા કસ્ટમર બેઝને સર્વિસ પૂરી પાડે છે.
30મી જુન 2025 પ્રમાણે વિશ્વના 24 દેશમાં આશરે 20,000 સિસ્ટમ ગોઠવવામાં આવેલ છે. 30મી સપ્ટેમ્બર 2025 સુધીમાં તેની પાસે રૂપિયા 2,665.70 મિલિયનની ઓર્ડરબુક હતી. તે ઉપરાંત 1લી ઓક્ટોબર 2025થી 30 નવેમ્બર 2025 વચ્ચે તેને કુલ રૂપિયા 716.80 મિલિયનના ઓર્ડર મળ્યા છે.
30મી જૂન 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં સંચાલનમાંથી થતી આવક રૂપિયા 686.77 મિલિયન રહી છે, જેમાં ભારતનું યોગદાન રૂપિયા 632.86 મિલિયન હતું, જે કુલ આવકનો 92.15 ટકા હિસ્સો હતો, જ્યારે બાકી વિશ્વ (મધ્ય પૂર્વ/આફ્રિકા)એ રૂપિયા 41.70 મિલિયનનું યોગદાન આપ્યું, જે 6.07 ટકા હતું; આ ત્રિમાસિક ગાળા દરમિયાન યુરોપ અને એશિયાનું યોગદાન અનુક્રમે રૂપિયા 3.19 મિલિયન (0.46 ટકા) અને રૂપિયા 7.69 મિલિયન (1.12 ટકા) હતું, જ્યારે આ અવધિમ માટે કરવેરા બાદ નફો (પીએટી) 54.31 મિલિયન હતું, જેમાં પીએટી માર્જીન 7.68 ટકા રહ્યું હતું.
નાણાકીય વર્ષ 2025માં સંચાલનમાંથી થતી આવક વધીને રૂપિયા 4,690.80 મિલિયન થઈ છે, જેમાં યુરોપ સૌથી મોટો યોગદાનકર્તા બનીને ઉભરેલ છે, જેનું યોગદાન રૂપિયા 3,065.18 મિલિયન હતું, જે કુલ આવકના 65.34 ટકા હતું, ત્યારબાદ ભારતનું યોગદાન રૂપિયા 1,570.44 મિલિયન (33.48 ટકા), એશિયાનું રૂપિયા 7.69 મિલિયન (0.16 ટકા) અને અમેરિકાનું રૂપિયા 0.51 મિલિયન (0.01 ટકા) રહ્યું, જ્યારે પીએટી રૂપિયા 727.60 મિલિયન રહ્યું, જે 15.34 ટકાના પીએટી માર્જીનને દર્શાવે છે.
જેએમ ફાયનાન્શિયલ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસિસ લિમિટેડ આ ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
