મુંબઈ, 4 જુલાઈ: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઈન્ડિયા ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ (એક્ટિવલી મેનેજ્ડ ડેટ-પ્રેરિત સ્કીમ્સ અને ઇક્વિટી આર્બિટ્રેજ સ્કીમ્સના યુનિટ્સમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ રોકાણકારોને પરંપરાગત ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા વધુ સ્માર્ટ અને વધુ સરળ વિકલ્પ પૂરો પાડવા માટે બનાવવામાં આવ્યું છે. આ ફંડનો ઉદ્દેશ એક્ટિવલી મેનેજ્ડ ડેટ પ્રેરિત સ્કીમ્સ અને ઇક્વિટી આર્બિટ્રેજ સ્કીમ્સના ડાયનેમિક મિશ્રણમાં રોકાણ કરીને આવક ઊભી કરવાનો છે જે સ્થિરતા, કર કાર્યક્ષમતા અને ઓપરેશનલ સરળતાનો અનોખો સમન્વય પૂરો પાડે. આ ફંડ એવા રોકાણકારો માટે આદર્શ છે જેઓ લાંબા ગાળે વધુ સારી કર કાર્યક્ષમતા સાથે ઓછા જોખમ સાથે આવક મેળવવા માંગતા હોય.

મુખ્ય વિશેષતાઓઃ

અંતર્ગત રોકાણો: 60-65 ટકા હિસ્સો ડેટ પ્રેરિત સ્કીમ્સમાં રોકવામાં આવશે જેમાં મુખ્ય ધ્યાન ઇન્વેસ્કો ઈન્ડિયા ડેટ ફંડ પર રહેશે જે AAA-રેટેડ કોર્પોરેટ બોન્ડ્સ અને સોવરેન સિક્યોરિટીઝમાં રોકાણ કરતા ઉચ્ચ ગુણવત્તાના કોર્પોરેટ બોન્ડ ફંડમાં બજાર તકો પર આધારિત છે.

35-40 ટકા રકમ ઇન્વેસ્કો ઈન્ડિયા આર્બિટ્રેજ ફંડમાં રોકવામાં આવશે જે ફુલ્લી હેજ્ડ ઇક્વિટી એક્સપોઝર સાથે કેશ અને ડેરિવેટિવ્સ માર્કેટ્સ વચ્ચે કિંમતના તફાવતને ઓળખે છે.

આ લોન્ચ અંગે ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડના ફિક્સ્ડ ઇન્કમ હેડ અને ફંડ મેનેજર વિકાસ ગર્ગે જણાવ્યું હતું કે બદલાતા રોકાણ ક્ષેત્રમાં રૂઢિચુસ્ત રોકાણકારો એવા વિકલ્પો ઇચ્છે છે જે તેમના જોખમ સહિષ્ણુતા સાથે સંલગ્ન હોય તથા ઉચ્ચ કરવેરા કાર્યક્ષમતા આપે. ફિક્સ્ડ ઇન્કમ માર્કેટ પસંદગીનો વિકલ્પ છે ત્યારે ઇન્વેસ્કો ઈન્ડિયા ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ પરંપરાગત ડેટ રોકાણો સામે સ્માર્ટ વિકલ્પ પૂરો પાડે છે. આ આર્બિટ્રેજ અને ફિક્સ્ડ ઇન્કમ વ્યૂહરચનાઓનું અસરકારક મિશ્રણ છે જે ઓછું જોખમ અને વધુ સારી કરવેરા કાર્યક્ષમતા પ્રદાન કરે છે.

એનએફઓ દરમિયાન લઘુતમ રોકાણ રૂ. 1,000 છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. એસઆઈપી રોકાણો માટે લઘુતમ અરજીની રકમ રૂ. 1,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં છે. રોકાણકારો પર કોઇ એક્ઝિટ લોડ લાદવામાં નહીં આવે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)